કરિશ્માના આ સવાલનો જવાબ આપતાં પોતાની પસંદગી વિશે સમજાવતાં સલમાને કહ્યું હતું કે ‘જો તમે મારા જીવન પર કૉમેડી ફિલ્મ બનાવવા માગતા હો તો ડેવિડ ધવન યોગ્ય રહેશે. જો સૅડ લવસ્ટોરી બનાવવી હોય તો સંજય લીલા ભણસાલી યોગ્ય રહેશે.
સલમાન ખાન અને કરિશ્મા કપૂર
‘કૉફી વિથ કરણ 9’ના પહેલા એપિસોડમાં સલમાન ખાન અને કરિશ્મા કપૂરે ખાસ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. આ શોના રૅપિડ-ફાયર રાઉન્ડમાં કરિશ્માએ સલમાનને સવાલ કર્યો હતો કે જો તેના જીવન પર બાયોપિક બનાવવામાં આવે તો તેઓ કયા ડિરેક્ટરને ફિલ્મ બનાવવાની જવાબદારી સોંપવા માગશે. કરિશ્માએ સલમાનને ચાર ડિરેક્ટરોમાંથી એકની પસંદગી કરવા કહ્યું હતું. આ ચાર નામ સૂરજ બડજાત્યા, કબીર ખાન, સંજય લીલા ભણસાલી અને ડેવિડ ધવન હતાં.
કરિશ્માના આ સવાલનો જવાબ આપતાં પોતાની પસંદગી વિશે સમજાવતાં સલમાને કહ્યું હતું કે ‘જો તમે મારા જીવન પર કૉમેડી ફિલ્મ બનાવવા માગતા હો તો ડેવિડ ધવન યોગ્ય રહેશે. જો સૅડ લવસ્ટોરી બનાવવી હોય તો સંજય લીલા ભણસાલી યોગ્ય રહેશે. જો એક પછી એક સુંદર પ્રેમકથાઓ બનાવવી હોય તો સૂરજ બડજાત્યા યોગ્ય રહેશે તેમ જ જો મારા જીવનની ઘટનાઓ પર આધારિત ઍક્શનથી ભરપૂર પ્રેમકથા બનાવવી હોય તો કબીર ખાન પર્ફેક્ટ છે. જોકે મારા જીવન પર ક્યારેય બાયોપિક બનશે નહીં, કારણ કે હું મારા જીવનની વાતો મારી સાથે જ કબરમાં લઈ જઈશ. મારા જીવનની વાર્તાને પડદા પર રજૂ કરવાની કોઈ યોજના નથી.’
