એકતા કપૂરની ‘નાગિન 7’ 27 ડિસૅમ્બરે પ્રીમિયર થઈ હતી. શોમાં પ્રિયંકા ચહર ચૌધરી, ઈશા સિંહ અને નમિત પૉલ જેવી સ્ટારકાસ્ટ જોવા મળી રહી છે. એઆઈ, શક્તિશાળી VFX અને સૅમ સી. એસ.ના અદભુત સંગીત સાથે, નાગિન 7 દર્શકોને એક તાજો અને યાદગાર અનુભવ આપવાનું વચન આપે છે.
સૅમ સી. એસ અને નાગિન
ભારતના સૌથી લોકપ્રિય અને પ્રતિષ્ઠિત ટીવી શોમાંના એક ‘નાગિન’નું મ્યુઝિકે હંમેશા દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. શોની વાર્તા, તેના મ્યુઝિક સાથે, દરેક સીઝનમાં દર્શકોને મોહિત કર્યા છે. આ સીઝન, નાગિન 7, વધુ ખાસ બનવા જઈ રહી છે કારણ કે પ્રખ્યાત ગાયક અને સંગીતકાર સૅમ સીએસ પહેલીવાર શો સાથે ફ્રેન્ચાઇઝમાં જોડાયા છે. સૅમ સી. એસે કલર્સ ટીવીના નાગિન 7 માટે એક ખાસ ગીત બનાવ્યું છે, જે આ સીઝનની ભવ્યતા અને લાગણીઓને સુંદર રીતે કેદ કરે છે. હિન્દી ટેલિવિઝનમાં આ તેમનો નાગિન પહેલો પ્રોજેક્ટ છે, જેથી ગીતનું મહત્ત્વ વધી જશે.
નાગિન 7 સાથે, એકતા કપૂર અને બાલાજી ટેલિફિલ્મ્સે વાર્તા કહેવાની રીતને એક નવા સ્તરે લઈ ગયા છે. આ સીઝનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને આધુનિક VFX ટૅક્નોલૉજીનો તેજસ્વી ઉપયોગ દર્શાવવામાં આવ્યો છે, જે શોને પહેલા કરતાં વધુ ભવ્ય અને સિનેમેટિક બનાવશે એવી મેકર્સને આશા છે. આ અનોખી દુનિયા માટે શક્તિશાળી સંગીત બનાવવાની શોધ સૅમ સી.એસ. સાથે સમાપ્ત થઈ. પુષ્પા અને મહાવતાર નરસિંહા જેવા મોટા પ્રોજેક્ટ્સમાં કામ કર્યા પછી, સૅમ સી. એસ.ની નાગિનની આ સાતમી સીઝન માટે યોગ્ય પસંદગી સાબિત થઈ છે.
ADVERTISEMENT
બાલાજી ટેલિફિલ્મ્સ સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શૅર કરતા, સૅમ સી. એસ.એ કહ્યું, "મારી સંગીત યાત્રા મોટાભાગે તમિલ અને મલયાલમ સિનેમા સાથે સંકળાયેલી રહી છે, પરંતુ મારું માનવું છે કે સંગીતને કોઈ સીમા નથી. જ્યારે મારા પ્રોડક્શન મૅનેજર, મહિમાએ મને નાગિન ફ્રેન્ચાઇઝી સાથે કામ કરવાની તક વિશે કહ્યું, ત્યારે મેં તરત જ હા પાડી. ઉત્તર ભારતમાં શોની અપાર લોકપ્રિયતા જોતાં, હું તેનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો." તેમણે વધુમાં ઉમેર્યું, "હું એકતા કપૂર મેડમનો મારા પર વિશ્વાસ કરવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. આટલા મોટા અને લોકપ્રિય શોનો ભાગ બનવું એ સન્માનની વાત છે. ટાઇટલ સોન્ગ જે રીતે બહાર આવ્યું છે તેનાથી હું ખૂબ ખુશ છું. આ અદ્ભુત કાર્ય માટે સમગ્ર ક્રિએટિવ ટીમને અભિનંદન."
એકતા કપૂરની ‘નાગિન 7’ 27 ડિસૅમ્બરે પ્રીમિયર થઈ હતી. શોમાં પ્રિયંકા ચહર ચૌધરી, ઈશા સિંહ અને નમિત પૉલ જેવી સ્ટારકાસ્ટ જોવા મળી રહી છે. એઆઈ, શક્તિશાળી VFX અને સૅમ સી. એસ.ના અદભુત સંગીત સાથે, નાગિન 7 દર્શકોને એક તાજો અને યાદગાર અનુભવ આપવાનું વચન આપે છે.
પ્રિયંકા ચાહર ચૌધરી છે એકતા કપૂરની નેક્સ્ટ નાગિન
ટેલિવિઝનના લોકપ્રિય શો ‘નાગિન’ની સાતમી સીઝનમાં નાગિનનો લીડ રોલ કરવા માટે પ્રિયંકા ચાહર ચૌધરીની પસંદગી કરવામાં આવી છે. હાલમાં ‘બિગ બૉસ 19’ના વીકેન્ડ કા વાર એપિસોડમાં એકતા કપૂરે જાહેરમાં પ્રિયંકાને નવી ‘નાગિન’ તરીકે રજૂ કરી હતી. પ્રિયંકા આ રોલ માટે તેની પસંદગીથી બહુ ખુશ છે અને આ રોલને તેણે પોતાનું સપનું ગણાવ્યું છે.


