Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Sanchita Ugale Death: કુમકુમ ભાગ્ય એક્ટ્રેસ સંચિતા ઉગલેનું મોત- ઘરમાંથી મળી ડેડબોડી- ચાહકોને આંચકો

Sanchita Ugale Death: કુમકુમ ભાગ્ય એક્ટ્રેસ સંચિતા ઉગલેનું મોત- ઘરમાંથી મળી ડેડબોડી- ચાહકોને આંચકો

Published : 15 June, 2026 01:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Sanchita Ugale Death: ટેલિવિઝન ધારાવાહિક `કુમકુમ ભાગ્ય` અને ટેલર કૌશલ અભિનીત ફિલ્મ `છાવા`માં અદભૂત રોલ કર્યો હતો. આ ઉપરાંત તે લોકપ્રિય ફિલ્મ `દિલવાલી દુલ્હા લે જાયેગી`ને કારણે પણ અત્યંત જાણીતી બની હતી

એક્ટ્રેસ સંચિતા ઉગલે

એક્ટ્રેસ સંચિતા ઉગલે


ટેલિવિઝન જગતમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર `દિલવાલી દુલ્હા લે જાયેગી` ફેમ સંચિતા ઉગલેએ જીવન ટૂંકાવ્યું (Sanchita Ugale Death) છે.

`દિલવાલી દુલ્હા લે જાયેગી`ને કારણે મળી લોકપ્રિયતા



એક્ટ્રેસ માત્ર 30 વર્ષની તેણે ટેલિવિઝન અને ફિલ્મો એમ બંનેમાં ખૂબ સરસ કામ કર્યું હતું. ખાસ કરીને જાણીતી ટેલિવિઝન ધારાવાહિક `કુમકુમ ભાગ્ય` અને ટેલર કૌશલ અભિનીત ફિલ્મ `છાવા`માં અદભૂત રોલ કર્યો હતો. આ ઉપરાંત તે લોકપ્રિય ફિલ્મ `દિલવાલી દુલ્હા લે જાયેગી`ને કારણે પણ અત્યંત જાણીતી બની હતી.


પ્રાપ્ત માહિતી અનુસાર એક્ટ્રેસ સંચિતા ઉગલેએ ગઈ રાત્રે આત્મહત્યા કરી હતી.  

અહેવાલો જણાવે છે કે સંચિતા ઉગલેએ ગઇકાલે સાંજે ૭.૩૦ વાગ્યે જીવન ટૂંકાવ્યું હતું.  તે તેના ઘરે મૃત (Sanchita Ugale Death)  હાલતમાં મળી આવી હતી.  તે મુંબઈના વસઈ વિસ્તારમાં રહેતી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.  જોકે, તેના આ આકસ્મિક મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.


નાલસોપરામાં રહેતી હતી 

પોલીસના જણાવ્યા અનુસાર સંચિતા તેના માતા-પિતા અને ૧૫ વર્ષની બહેન સાથે નાલાસોપારા પૂર્વના આચોલે વિલેજમાં રહેતી હતી. ગઇકાલે સાંજે તે ઘરે એકલી હતી ત્યારે તેણે કથિત રીતે ગળે ફાંસો ખાઈ લીધો હતો.કોઈ સુસાઇડ નોટ મળી નથી. પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તુલિંજ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પરિવારના સભ્યોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ (Sanchita Ugale Death)  માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે આકસ્મિક મૃત્યુ અહેવાલ નોંધ્યો છે અને તપાસ કરી રહી છે. જોકે. સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

વાત તેના વર્ક ફ્રન્ટની

સંચિતાના આકસ્મિક મોતથી તેના ચાહકોને આંચકો લાગ્યો છે. ચાહકો સંચિતાને (Sanchita Ugale Death) ખાસ કરીને `દિલવાલી દુલ્હા લે જાયેગી અને છાવામાં તેની ભૂમિકા માટે ખૂબ યાદ કરી રહ્યા છે. તેના ચાહકો તેણીના મોતથી ટેલિવિઝન જગત માટે મોટી ખોટ ગણાવી છે.

રિપોર્ટ્સ પ્રમાણે સંચિતા છેલ્લે સુધી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહી હતી. જે લોકો તેના કામને ફોલો કરતાં હતા તે તમામ માટે તો તેના મોતના સમાચાર આંચકાજનક જ છે.  ઘણા યુઝર્સે ટેલિવિઝનમાં તેના યોગદાનને યાદ કરી અને એક યુવા પ્રતિભાને ગુમાવવા પર દુઃખ વ્યક્ત કરતી પોસ્ટ મૂકી છે. અભિનેત્રીએ ટેલિવિઝન ઉદ્યોગમાં જબરદસ્ત સ્થાન મેળવ્યું હતું અને ધારાવાહિકોમાં તેના કામ માટે દર્શકોમાં જાણીતી હતી. તેના અચાનક અવસાનના સમાચાર સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાઇ ગયા છે. 

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2026 01:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK