ઘરને વધુ સારી રીતે ચલાવવા વિશે સંભાવના સેઠે આવું કહ્યું
સંભાવના સેઠ
સંભાવના સેઠનું કહેવું છે કે જો ઘરને સારી રીતે ચલાવવું હોય તો સ્ટારડમને ઘરની બહાર મૂકીને આવવું પડે છે. સંભાવનાએ તેના પતિ અવિનાશ દ્વિવેદી સાથે પહેલી વાર મ્યુઝિક વિડિયોમાં કામ કર્યું છે, જેનું નામ ‘ચાંદ’ છે. આ સૉન્ગ કરવા ચૌથ પર બનાવવામાં આવ્યું છે. બૉલીવુડની અભિનેત્રી સારી પત્ની બની શકે છે એ વિશે પૂછતાં સંભાવનાએ કહ્યું હતું કે ‘કોઈ પણ મહિલાએ ઘરમાં પત્ની બનીને રહેવું પડે છે. ઘરમાં સ્ટારડમ કામ નથી આવતું. એક પત્ની તરીકે ઘરમાં વ્યવહાર કરવો જરૂરી છે. જો એમ કરશો તો જ રિલેશનશિપ કામ કરશે, પરંતુ જો તમે ઍટિટ્યુટ દેખાડશો તો એ કામ નહીં કરે. લગ્ન બાદ પણ મહિલાએ તેમની લાઇફને પહેલાંની જેમ જ રેગ્યુલર રાખવી જોઈએ.’

