આ યાદીમાં બીજા ક્રમે ‘વસુધા’ તેમ જ ત્રીજા સ્થાને ‘તુમ સે તુમ તક’ છે.
અનુપમા
બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) દ્વારા લોકપ્રિય ટેલિવિઝન પ્રોગ્રામના જાહેર કરાયેલા ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP)માં નંબર વન સ્થાન પર ‘ગંગા માઈ કી બેટિયાં’નો જ દબદબો જોવા મળી રહ્યો છે. શોએ સતત શાનદાર પ્રદર્શન સાથે પ્રથમ સ્થાન પર પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. આ યાદીમાં બીજા ક્રમે ‘વસુધા’ તેમ જ ત્રીજા સ્થાને ‘તુમ સે તુમ તક’ છે.
આ અઠવાડિયે TRP લિસ્ટમાં મોટો ઊલટફેર જોવા મળ્યો છે. એક તરફ કેટલાક જૂના અને લોકપ્રિય શોનું પ્રદર્શન નબળું રહ્યું છે તો બીજી તરફ નવા શોએ ધમાકેદાર એન્ટ્રી કરીને દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. BARC દ્વારા જાહેર કરાયેલા આંકડાઓએ અનેક શો-મેકર્સને ચોંકાવી દીધા છે. આ યાદીની ચોંકાવનારી વાત એ છે કે એક સમયે TRP રેસમાં ટોચના સ્થાન પર રહેનારો શો ‘અનુપમા’ ટૉપ ફાઇવમાંથી આઉટ થઈને છઠ્ઠા ક્રમે સરકી ગયો છે. શોનું રેટિંગ ૧.૪ નોંધાયું છે.
ADVERTISEMENT
આ અઠવાડિયાનો સૌથી મોટો ફાયદો ‘નાગિન 7’ને થયો છે. સીઝન ફિનાલે તરફ આગળ વધી રહેલો આ શો જબરદસ્ત ઉછાળો મેળવીને સીધો ચોથા સ્થાને પહોંચી ગયો છે. એકતા કપૂરનો લોકપ્રિય શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ ટૉપ ફાઇવમાં પોતાની જગ્યા બચાવવામાં સફળ રહ્યો છે. શોને ૧.૫ રેટિંગ મળ્યું છે અને એ પાંચમા સ્થાને રહ્યો છે.
અઠવાડિયાના ટૉપ ફાઇવ શો
૧ ગંગા માઈ કી બેટિયાં ૧.૯ રેટિંગ
૨ વસુધા ૧.૮ રેટિંગ
૩ તુમ સે તુમ તક ૧.૮ રેટિંગ
૪ નાગિન 7 ૧.૫ રેટિંગ
૫ ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2 ૧.૫ રેટિંગ
