° °

આજનું ઇ-પેપર
Wednesday, 27 October, 2021

HBD Digangana Suryavanshi: બિગ-બૉસની યંગ કન્ટેસ્ટન્ટ રહી ચૂકી છે આ અભિનેત્રી

HBD Digangana Suryavanshi: બિગ-બૉસની યંગ કન્ટેસ્ટન્ટ રહી ચૂકી છે આ અભિનેત્રી

દીગંગના સૂર્યવંશીનો જન્મ 15 ઑક્ટોબર 1997ના રોજ મુંબઈમાં થયો હતો. મુંબઈમાં જ એણે અભ્યાસ પૂરો કર્યો છે. દીગંગનાએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ફિલ્મોમાં એક્ટિંગ કરવાની શરૂ કરી હતી. સીરિયલ `વીર કી અરદાસ વીરા`માં દીગંગના સૂર્યવંશીએ જબરદસ્ત પર્ફોર્મન્સથી લાખો લોકોનું દિલ જીતી લીધું હતું અને ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી હતી. તો આજે એના બર્થ-ડેના દિવસે જાણીએ એક્ટ્રેસ વિશે રસપ્રદ વાતો.. (તસવીર સૌજન્ય - Digangana Suryavanshi Instagram Account)

15 October, 2021 08:41 IST | Mumbai
મોના સિંઘ

HBD Mona Singh: ચશ્મીશ જસ્સીનો રોલ કરનારી મોના બહુ જ સારી જ્યોતિષ પણ છે

મોના સિંઘનો આજે 40મો જન્મદિવસ છે. 8 ઑક્ટોબર 1981માં જન્મેલી મોનાનાં ફેન્સ બધાં જ એજ ગ્રૂપમાં છે અને તેણે ટેલિવિઝનમાં `જસ્સી`નું પાત્ર કરીને બધાનાં દિલમાં સ્થાન મેળવ્યું તો `થ્રી ઇડિયટ્સ` ફિલ્મમાં તેણે કરીના કપૂરની બહેનું પાત્ર ભજવ્યું. `કહેને કો હમસફર હૈ` સિરીઝમાં તે બહુ જ પ્રેમાળ પ્રેયસી હતી જે પણ લોકોને ગમતું પાત્ર રહ્યું. જાણીએ તેની સફળતાની સફર... (તસવીરો-ઇન્સ્ટાગ્રામ)

08 October, 2021 10:24 IST | Mumbai
RIP Arvind Trivedi: ‘લંકેશ’ના અંગત જીવનની આ તસવીરો તમે ભાગ્યે જ જોઈ હશે

RIP Arvind Trivedi: ‘લંકેશ’ના અંગત જીવનની આ તસવીરો તમે ભાગ્યે જ જોઈ હશે

વર્ષ 1987માં દૂરદર્શન પર પ્રસારિત થયેલી રામાનંદ સાગરની ટિવી સીરિયલ ‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવીને ફક્ત ગુજરાતમાં જ નહીં પણ દેશ-દુનિયામાં લોકપ્રિય કલાકાર એટલે અભિનેતા અરવિંદ ત્રિવેદી. મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે અનેક ફિલ્મો સહિત નાટકોમાં અભિનય કર્યો હોવા છતા લોકપ્રિયતા તેમને આ પાત્રએ અપાવી હતી. જોઇએ અંગત જીવનની કેટલીક વિશેષ તસવીરો અને જાણીએ તેમના વિશે વધુ. આ તસવીરો તેમના ભત્રીજા અને ગુજરાતી રંગભૂમિના જાણીતા પ્રોડ્યુસર કૌસ્તુભ ત્રિવેદીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરી છે અને તેમના જીવનના અનેક કિસ્સા પણ જણાવ્યા છે. (તસવીર સૌજન્ય કૌસ્તુભ ત્રિવેદી)

07 October, 2021 07:38 IST | Mumbai
ઘનશ્યામ નાયક

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પરિવારે આપી નટ્ટૂ કાકાની અંતિમ વિદાયમાં હાજરી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ નટ્ટૂ કાકા ઉર્ફે ઘનશ્યામ નાયકની અંતિમ વિદાયમાં તારક મેહતા પરિવારના આ સભ્યો રહ્યા હાજર. જુઓ તસવીરો

04 October, 2021 03:04 IST | Mumbai
HBD Hina Khan: સંસ્કારી વહુની છબી તોડીને બની ગઈ ગ્લેમરસ અને સ્ટાઈલિશ એક્ટ્રેસ

HBD Hina Khan: સંસ્કારી વહુની છબી તોડીને બની ગઈ ગ્લેમરસ અને સ્ટાઈલિશ એક્ટ્રેસ

ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી બધી એક્ટ્રેસ નાની સ્ક્રીન પર વહુનો રોલ ભજવી ચૂકી છે. આ પાત્રોમાં તેઓ એટલી સંસ્કારી નજર આવે છે કે દર્શકો તેના ફૅન્સ બની જાય છે. નાની સ્ક્રીન પર છ મીટરની લાંબી સાડી અને પરંપરાગત કપડામાં નજર આવનારી યે રિશ્તા ક્યા કહેલાતા હૈની અક્ષરા વહુ એટલે હિના ખાન વાસ્તવિક જીવનમાં ઘણી બૉલ્ડ છે અને ઘણીવાર શોર્ટ્સ, મોનોકોની, બિકિની જેવા ડ્રેસમાં પણ દર્શકોનું ધ્યાન પોતાની કેન્દ્રિત કરે છે. આજે હિના ખાન પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહી છે. હિનાનો જન્મ 2 ઑક્ટોબર 1987ના રોજ શ્રીનગરમાં થયો હતો. તો ચાલો કરીએ એની ગ્લેમરસ અને સુંદર તસવીરો પર એક નજર.. (તસવીર સૌજન્ય - હિના ખાન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

02 October, 2021 09:03 IST | Mumbai
તસવીરઃ સૌ. યોગેન શાહ

`બિગ બોસ 15` ના લોન્ચિંગની તૈયારી, દેવોલિના અને આરતી નાગપુરમાં સ્ટંટ કરતા દેખાયા

દેવોલિના ભટ્ટાચાર્જી અને આરતી સિંહ `બિગ બોસ 15` ના લોન્ચ માટે નાગપુર પહોંચ્યા હતાં. આ સાથે જ બે ટીમ પાડી આ વર્ષની થીમને ધ્યાનમાં રાખીને જંગલમાં અનેક કાર્યો કર્યા કર્યા હતાં.

25 September, 2021 07:40 IST | mumbai
HBD Ruhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ

HBD Ruhanika Dhawan: નાની ઉંમરમાં મેળવી છે ઘણી સફળતા, કરોડોમાં છે એના ફૅન્સ

જેવી રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલિબ્રિટી દિવસના લાખો રૂપિયા કમાઈ છે એવી જ રીતે ટીવી જગતી દુનિયામાં છવાયેલા ચાઈલ્ડ એક્ટ્રેસ પણ કઈ કમ નથી. ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ `યે હૈ મહોબ્બતેં`થી દેશના કરોડો લોકોના દિલમાં વસનારી રમણ ઈશિતા ભલ્લાની દીકરી રૂહી એટલે રૂહાનિકા ધવન આજે પોતાનો 14મો જન્મદિવસ ઉજવી રહી છે. ઈશિમાની ક્યૂટ રૂહીનો જન્મ 25 સપ્ટેમ્બર 2007ના રોજ દિલ્હીમાં થયો હતો. તો ચાલો આપણે એની સુંદર તસવીરો પર કરીએ એક નજર અને જાણીએ એના વિશેની કેટલીક રસપ્રદ વાતો.. તસવીર સૌજન્ય - રૂહાનિકા ધવન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

25 September, 2021 10:38 IST | Mumbai
સુરભી ચંદના

HBD સુરભી ચંદના: અભિનેત્રીની `તારક મહેતા`થી `નાગિન 5` સુધીની સફર

સબ ટીવીની લોકપ્રિય સિરિયલ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`થી ટેલિવિઝનમાં ડેબ્યૂ કરનાર અને સ્ટાર પ્લસની સિરિયલ `ઈશ્કબાઝ` દ્વારા લોકોના દિલમાં રાજ કરનાર અભિનેત્રી સુરભી ચંદના (Surbhi Chandna)નો આજે એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. ત્યારે આજના આ અવસરે જાણીએ અભિનેત્રીના જીવનની કેટલીક જાણી-અજાણી વાતો અને સાથે જ જોઈએ તેની સુંદર તસવીરો. (તસવીર સૌજન્ય: અભિનેત્રી સુરભી ચંદનાનું ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

11 September, 2021 10:55 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK