Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કરણે છાતી પર કરાવેલું તેજસ્વી પ્રકાશના ચહેરાનું ટૅટૂ નકલી અને પબ્લિસિટી સ્ટન્ટ

કરણે છાતી પર કરાવેલું તેજસ્વી પ્રકાશના ચહેરાનું ટૅટૂ નકલી અને પબ્લિસિટી સ્ટન્ટ

Published : 27 February, 2026 11:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેણે સ્વીકાર્યું કે ગર્લફ્રેન્ડના નવા OTT શોને તે આ રીતે પ્રમોટ કરી રહ્યો હતો

કરણ કુન્દ્રા

કરણ કુન્દ્રા


ટીવીજગતની પ્રેમી જોડી કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની લવસ્ટોરી હાલમાં ચર્ચાનું કારણ બની હતી. હકીકતમાં કરણે ગર્લફ્રેન્ડ તેજસ્વીના ચહેરાના પૉર્ટ્રેટનું પોતાની છાતીના જમણા ભાગ પર ટૅટૂ કરાવ્યું છે અને એને જાહેરમાં દેખાડ્યું હતું. જોકે કેટલાક લોકોએ એને સાચા પ્રેમની નિશાની કહ્યું તો કેટલાકે એને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી જનરેટ ઇમેજ ગણાવી.

આ ગૂંચવણ દૂર કરવા માટે કરણ કુન્દ્રાએ પોતે જ હકીકત જણાવી છે. તેણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ ટૅટૂ સાચું છે પણ કાયમી નથી. આ ટેમ્પરરી ટૅટૂ તેજસ્વીના OTT ડેબ્યુ શો ‘સાયકો સૈયાં’ના પ્રમોશન માટે બનાવવામાં આવ્યું હતું. શોની લૉન્ચ-ઇવેન્ટમાં કરણ આ લુકમાં પહોંચ્યો હતો, કારણ કે શોમાં તેજસ્વીના પાત્રમાં ટૅટૂનો કન્સેપ્ટ પણ જોડાયેલો છે. આ શો વિશે વાત કરતાં કરણે કહ્યું હતું કે ‘હું હંમેશાં તેજસ્વીને સપોર્ટ કરવાનું પસંદ કરીશ. શો ખૂબ જ રસપ્રદ છે અને પ્રમોશનમાં ભાગ લેવો એ સપોર્ટ બતાવવાનો શ્રેષ્ઠ રસ્તો છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2026 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK