આ યાદીમાં બીજા નંબરે જહાન કપૂરની ‘બ્લૅક વૉરન્ટ’ છે
‘The Ba***ds of Bollywood’નો સીન
૨૦૨૫માં OTT પર ઘણી સિરીઝ રિલીઝ થઈ હતી. આ બધી સિરીઝ વચ્ચે આ વર્ષે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ સિરીઝ ‘The Ba***ds of Bollywood’ ૨૦૨૫નો સૌથી પૉપ્યુલર શો બની ગયો છે. ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDb)ની ૨૦૨૫ની મોસ્ટ પૉપ્યુલર સિરીઝની યાદીમાં ‘The Ba***ds of Bollywood’એ ટોચનું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં બીજા નંબરે જહાન કપૂરની ‘બ્લૅક વૉરન્ટ’ છે, જ્યારે ત્રીજા સ્થાને જયદીપ અહલાવતની ‘પાતાલલોક સીઝન 2’ રહી છે. જિતેન્દ્ર કુમારની ‘પંચાયત સીઝન 4’ આ યાદીમાં ચોથી પોઝિશન પર છે.
IMDbની યાદીમાં પાંચમા નંબરે વાણી કપૂરની ‘મંડલા મર્ડર્સ’ છે, જ્યારે છઠ્ઠા સ્થાને ‘ખૌફ’ રહી છે. સાતમા નંબરે કે. કે.ની ‘સ્પેશ્યલ ઑપ્સ સીઝન 2’ છે. ‘ખાકી : ધ બેન્ગૉલ ચૅપ્ટર’ને આઠમું સ્થાન મળ્યું છે, જ્યારે મનોજ બાજપાઈની ‘ધ ફૅમિલી મૅન સીઝન 3’ નવમા નંબરે છે. લિસ્ટના અંતે દસમા સ્થાને પંકજ ત્રિપાઠીની ‘ક્રિમિનલ જસ્ટિસ : અ ફૅમિલી મૅટર’ છે.


