આશ્રમ’ની નવી સીઝનનું શૂટિંગ આ વર્ષે ઑગસ્ટમાં શરૂ થયું હતું. શૂટિંગ શરૂ થવાની માહિતી ચાહકો સાથે શૅર કરતાં પ્રકાશ ઝા પ્રોડક્શન્સે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર ક્લૅપરબોર્ડની તસવીર પોસ્ટ કરી હતી જેના પર ‘આશ્રમ 4’ લખેલું હતું.
સિરીઝના લીડ ઍક્ટર બૉબી દેઓલ અને ફિલ્મમેકર પ્રકાશ ઝાએ શૂટિંગ પૂર્ણ થવાની ખુશીમાં કેક કાપીને ઉજવણી કરી હતી. આ પ્રસંગે નવી સીઝનની સમગ્ર કાસ્ટ હાજર રહી હતી.
લોકપ્રિય વેબ-સિરીઝ ‘આશ્રમ’ની ચોથી સીઝનનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ સિરીઝના લીડ ઍક્ટર બૉબી દેઓલ અને ફિલ્મમેકર પ્રકાશ ઝાએ શૂટિંગ પૂર્ણ થવાની ખુશીમાં કેક કાપીને ઉજવણી કરી હતી. આ પ્રસંગે નવી સીઝનની સમગ્ર કાસ્ટ હાજર રહી હતી.
‘આશ્રમ’ની નવી સીઝનનું શૂટિંગ આ વર્ષે ઑગસ્ટમાં શરૂ થયું હતું. શૂટિંગ શરૂ થવાની માહિતી ચાહકો સાથે શૅર કરતાં પ્રકાશ ઝા પ્રોડક્શન્સે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર ક્લૅપરબોર્ડની તસવીર પોસ્ટ કરી હતી જેના પર ‘આશ્રમ 4’ લખેલું હતું.
ADVERTISEMENT
આ વેબ-સિરીઝની અગાઉની ત્રણેય સીઝનમાં ‘બાબા નિરાલા’નું પાત્ર ભજવવા બદલ બૉબીને ખૂબ પ્રશંસા મળી છે. હવે બૉબી ફરી એક વખત પોતાના આ લોકપ્રિય પાત્રમાં જોવા મળશે. બૉબી સાથે ‘આશ્રમ 4’માં અદિતિ પોહનકર અને ચંદન રૉય સાન્યાલ પણ જોવા મળશે. આ સિરીઝમાં દર્શન કુમાર, અનુપ્રિયા ગોયનકા, ઈશા ગુપ્તા, અધ્યયન સુમન અને ત્રિધા ચૌધરી પણ મહત્ત્વની ભૂમિકાઓ ભજવશે.
આ ડ્રામાની પહેલી સીઝન ૨૦૨૦ની ૨૮ ઑગસ્ટે MX પ્લેયર પર રિલીઝ થઈ હતી. ત્યાર બાદ એની બીજી સીઝન એ જ વર્ષે ૧૧ નવેમ્બરે આવી હતી. ‘આશ્રમ’ની ત્રીજી અને અત્યાર સુધીની છેલ્લી સીઝન ૨૦૨૨ના જૂનમાં રિલીઝ કરવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે ‘આશ્રમ 4’ આ વર્ષના અંતમાં કે પછી આવતા વર્ષની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે. જોકે નિર્માતાઓએ હજી સુધી એની સત્તાવાર રિલીઝ તારીખ જાહેર કરી નથી.
