Ekaki New Poster: એક સરળ હોરર કથા તરીકે શરૂ થયેલી આ સીરીઝ હવે એની શૈલીને બદલી રહી છે. હવે આ વાર્તા સાઈ-ફાઈ થ્રિલર બની ગઈ છે. તેની તે વધુ રોમાંચક બની ગઈ છે. આ ઓચિંતા આવેલા વળાંકની માહિતી આ સીરીઝના નિર્માતાઓએ એક નવું પોસ્ટર શેર કરીને આપી છે.
`એકાકી`નું પોસ્ટર
આશિષ ચંચલાનીએ તેની સાયન્સ ફિક્શન થ્રિલર `એકાકી`નું ઓરિજિનલ પોસ્ટર (Ekaki New Poster) આજે રિલીઝ કર્યું છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ આશિષ ચંચલાનીની વેબ સિરીઝ `એકાકી` રીલીઝ થઇ હતી. આ વેબ સિરીઝ તેના રસપ્રદ કથાવસ્તુને કારણે સૌની આતુરતા બની ગઈ છે. હવે આ કથાએ જાણે અચાનક વળાંક લીધો છે. જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એક સરળ હોરર કથા તરીકે શરૂ થયેલી આ સીરીઝ હવે એની શૈલીને બદલી રહી છે. હવે આ વાર્તા સાઈ-ફાઈ થ્રિલર બની ગઈ છે. તેની તે વધુ રોમાંચક બની ગઈ છે. આ ઓચિંતા આવેલા વળાંકની માહિતી આ સીરીઝના નિર્માતાઓએ એક નવું પોસ્ટર શેર કરીને આપી છે.
View this post on Instagram
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે આશિષ ચંચલાની ખરેખર ઇન્ડિયાનો ડિજિટલ સ્ટાર કહેવાય છે. આશિષ હંમેશાંથી લોકોને મનોરંજક અને રસપ્રદ સામગ્રી પીરસતો આવ્યો છે. આ ડીજીટલ સ્ટારે કોમેડી અને અવનવા વીડિયો કન્ટેન્ટથી લાખો લોકોનું એન્ટરટેઈનમેન્ટ કર્યું છે. એવો આ સ્ટાર આશિષ ફિલ્મદિગ્દર્શનમાં પણ આવી ગયો છે. તેણે ફિલ્મ એકાકી દ્વારા દિગ્દર્શનના ક્ષેત્રમાં ડેબ્યૂ કર્યું છે.
આ સમાચાર શેર કરતાં નિર્માતાઓએ લખ્યું, "આ રહ્યું `એકાકી`નું અસલ પોસ્ટર. (Ekaki New Poster) એકાકી પહેલેથી જ એક સાઈ-ફાઈ વાર્તા જ હતી. બસ, એ માત્ર હોરરના મોહરા પાછળ છુપાયેલી હતી. અમે આપ સહુનું સ્વાગત કરીએ છીએ. છેલ્લું ચેપ્ટર 3 તો ૨૧મી ડિસેમ્બરના રોજ બરાબર 2:04 વાગ્યે આવશે.
કોમેડી કન્ટેન્ટ પીરસવા માટે જાણીતા એવા આશિષ ચંચલાનીએ હવે વધુ ઊંડાણવાળી કથાની દુનિયામાં પગ મૂક્યો છે. અને તે માટે તેમને ભારે પ્રશંસા પણ મળી રહી છે. લોકો તેમની કામગીરી અને સર્જનાત્મક દ્રષ્ટિને એકદમ તાજી અને અલગ હોવાનું કહીને (Ekaki New Poster) બિરદાવી રહ્યા છે. આ જ વસ્તુ દર્શાવે છે કે તેઓ એક બહુમુખી નિર્માતા છે. અને તે તેમની જૂની ઘરેડમાંથી તેઓ બહાર આવીને નવી રીતો સાથે પ્રયોગકરતા જઈ રહ્યા છે.એકાકી એક ટેલેન્ટેડ ટીમને લઈને આવી રહી છે. આશિષ ચંચલાનીના નેતૃત્વમાં આ સીરીઝ તેમના ક્રિએટીવ સર્કલમાંથી જાણીતા ચહેરાઓ સહિત એક પ્રતિભાશાળી લોકોને લઇ આવી રહ્યા છે.
કુણાલ છાબરિયા અહીં સહ-નિર્માતાની ભૂમિકામાં છે. આકાશ ડોડેજા સમાંતર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. જશન સિરવાની કાર્યકારી નિર્માતા છે અને તનિશ સિરવાની ક્રિએટીવ નિર્દેશક તરીકે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે. ગ્રિશિમ નવાની સહ-પટકથા લેખક છે અને રિતેશ સાધવાની લાઇન નિર્માતા છે. આવી મજબૂત ટીમ સાથે એકાકી એક નવો અને રસપ્રદ સિનેમેટિક અનુભવ પીરસવા તૈયાર છે. એકાકી (Ekaki New Poster) 27 નવેમ્બર, 2025ના ACV સ્ટુડિયોની યુટ્યુબ ચેનલ પર રીલીઝ થઇ ચૂકી છે.


