યુક્તિએ પોતે જ આ વાતની જાહેરાત કરીને કહ્યું છે કે તેના મોટા ભાગના સીન શાહિદ કપૂર સાથે છે
યુક્તિ થરેજા, શાહિદ કપૂર
શાહિદ કપૂરની સિરીઝ ‘ફર્ઝી 2’ હાલ ચર્ચામાં છે. રિપોર્ટ છે કે ‘દિલ્હી ક્રાઇમ’ની સીઝન 3માં જોવા મળેલી ઍક્ટ્રેસ યુક્તિ થરેજાને ‘ફર્ઝી સીઝન 2’માં શાહિદની હિરોઇન તરીકે સાઇન કરવામાં આવી છે. યુક્તિએ પોતે જ આ વાતની જાહેરાત કરીને કહ્યું છે કે તેના મોટા ભાગના સીન શાહિદ કપૂર સાથે છે.
યુક્તિએ પોતાના પાત્ર વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘હું એક નિર્ભય જેન-ઝી મહિલા તરીકે જોવા મળીશ જે સિસ્ટમ સામે પોતાનો અવાજ ઉઠાવે છે. આ પાત્ર મારા અગાઉના કામ કરતાં અલગ છે એટલે હું બહુ ઉત્સાહિત છું. સિરીઝમાં મારા ભાગનું લગભગ ૮૦ ટકા શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને એ આવતા વર્ષના મધ્યમાં રિલીઝ થઈ શકે છે.’
