Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં આજથી ઇન્ડિયા Aનું અભિયાન શરૂ થશે

એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં આજથી ઇન્ડિયા Aનું અભિયાન શરૂ થશે

Published : 20 November, 2026 09:17 AM | Modified : 20 November, 2026 09:41 AM | IST | Doha
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારત સામે ક્યારેય મૅચ નથી જીતી શકી અસોસિએટ ટીમ નેપાલ.

તિલક વર્મા

તિલક વર્મા


કતરના દોહામાં આયોજિત મેન્સ વન-ડે એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ના બીજા દિવસે આજે ઇન્ડિયા A ટીમ પોતાના અભિયાનની શરૂઆત કરશે. બપોરે ૩.૩૦ વાગ્યે ઇન્ડિયા A ટીમ અને નેપાલની રેગ્યુલર ટીમ વચ્ચે વન-ડે મૅચ રમાશે.

ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં અસોસિએટ નેશન ટીમ નેપાલ સામે ભારતની ઇન્ડિયા A ટીમ પહેલી જ વખત વન-ડેમાં ટકરાશે. બન્ને દેશો વચ્ચે એકમાત્ર વન-ડે મૅચ ૨૦૨૩ના એશિયા કપમાં થઈ હતી. એ મૅચમાં નેપાલે ૪૮.૨ ઓવરમાં ૨૩૦-૧૦નો સ્કોર કર્યો હતો. જોકે વરસાદને કારણે ભારતને ૨૩ ઓવરમાં ૧૪૫ રનનો ટાર્ગેટ મળ્યો હતો. રોહિત શર્માના ૭૪ રન અને શુભમન ગિલના ૬૭ રનના આધારે ભારતીય ટીમે ૨૦.૧ ઓવરમાં ૧૪૭ રન કરીને ૧૦ વિકેટે જીત મેળવી હતી.



ઇન્ડિયા A અને નેપાલની રેગ્યુલર ટીમ વચ્ચે એકમાત્ર ટક્કર ૨૦૨૩ની એશિયન ગેમ્સની T20 મૅચમાં થઈ હતી. એ T20 મૅચમાં ભારતે ૨૦૨-૪નો સ્કોર કર્યો હતો અને જવાબમાં નેપાલ ૧૭૯-૯નો સ્કોર કરીને હાર્યું હતું.


મૅચનો સમય બપોરે ૩.૩૦ વાગ્યાથી


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 09:41 AM IST | Doha | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK