Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે બ્લાઇન્ડ મેન્સ એશિયા કપ ફાઇનલમાં થશે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાનની ટક્કર

આજે બ્લાઇન્ડ મેન્સ એશિયા કપ ફાઇનલમાં થશે કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાનની ટક્કર

Published : 20 November, 2026 09:24 AM | Modified : 20 November, 2026 09:42 AM | IST | Bangladesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ટીમને લીગ સ્ટેજમાં શ્રીલંકા સામે ૧૭૯ રને જીત મળી હતી. પાકિસ્તાન સામે ભારતને એક વિકેટે હાર મળી હતી. બંગલાદેશ સામેની અંતિમ મૅચમાં ભારતીય ટીમે ૧૨૪ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરીને ૮ વિકેટે જીત નોંધાવી હતી.

બન્ને ટીમના કૅપ્ટન્સ

બન્ને ટીમના કૅપ્ટન્સ


બંગલાદેશમાં આયોજિત બ્લાઇન્ડ મેન્સ એશિયા કપ 2026ની ફાઇનલ મૅચ આજે રમાશે. પહેલી સીઝન ૨૦૧૬માં ભારતના કોચીમાં રમાઈ હતી. પહેલી સીઝનની ફાઇનલ મૅચમાં પાકિસ્તાનને હરાવીને ભારતીય ટીમ ચૅમ્પિયન બની હતી. બીજી સીઝનની ફાઇનલ મૅચમાં પણ કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે.

પાંચ ટીમોની ટુર્નામેન્ટમાં ટૉપ ટૂમાં રહીને ભારત અને પાકિસ્તાને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ભારતીય ટીમને લીગ સ્ટેજમાં શ્રીલંકા સામે ૧૭૯ રને જીત મળી હતી. પાકિસ્તાન સામે ભારતને એક વિકેટે હાર મળી હતી. બંગલાદેશ સામેની અંતિમ મૅચમાં ભારતીય ટીમે ૧૨૪ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કરીને ૮ વિકેટે જીત નોંધાવી હતી.



પાંચમી ટીમ અફઘાનિસ્તાન આંતરિક સમસ્યાઓને કારણે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકી નહોતી. અહેવાલ અનુસાર અફઘાનિસ્તાનની ટીમ પોતાના ટ્રાવેલ અને ટિકિટના ખર્ચ માટે ફંડ એકત્ર કરી શકી નહોતી. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આ વખતે ભારતની બ્લાઇન્ડ મેન્સ ટીમનો ટ્રાવેલનો ખર્ચ ઉપાડવામાં આવ્યો છે.


મૅચનો સમય સવારે ૧૧.૦૦ વાગ્યાથી


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 09:42 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK