રમેશ સિપ્પીની કંપનીએ ઑફર કરી એકસાથે ત્રણ ફિલ્મ
તાહા શાહ બદુશા
સંજય લીલા ભણસાલીની વેબ-સિરીઝ ‘હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’માં તાહા શાહ બદુશાએ વાહવાહી મેળવી એનો તેને ફાયદો થયો છે. આ પર્ફોર્મન્સના જોરે તાહાને રમેશ સિપ્પી એન્ટરટેઇનમેન્ટ તરફથી ત્રણ ફિલ્મની ડીલ મળી છે. ‘શોલે’ અને ‘અંદાઝ’, ‘સીતા ઔર ગીતા’, ‘શક્તિ’, ‘સાગર’ જેવી ફિલ્મો તથા ટીવી-સિરિયલ ‘બુનિયાદ’ના સર્જક રમેશ સિપ્પી હવે પોતે તો ડિરેક્શન નથી કરતા પણ તેમના બૅનર હેઠળ દીકરો રોહન સિપ્પી ફિલ્મો અને વેબ-સિરીઝ બનાવે છે. તાહાની ત્રણ ફિલ્મોમાંની પહેલી ફિલ્મ રોહન સિપ્પી જ ડિરેક્ટ કરવાનો છે. રોહન ‘બ્લફમાસ્ટર’ અને ‘દમ મારો દમ’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી ચૂક્યો છે.