રિલીઝ પહેલાં ખૂબ વિવાદ જગાવનારી આ ફિલ્મે ભારતમાં બૉક્સ-ઑફિસ પર માત્ર ૧૬.૫૨ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું
કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’
બૉક્સ-ઑફિસ પર ડબ્બો સાબિત થયેલી કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ ૧૭ માર્ચથી OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર જોવા મળશે. આ ફિલ્મ કંગનાએ ભારતમાં ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીના બૅકડ્રૉપમાં બનાવી હતી. રિલીઝ પહેલાં ખૂબ વિવાદ જગાવનારી આ ફિલ્મે ભારતમાં બૉક્સ-ઑફિસ પર માત્ર ૧૬.૫૨ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું, જ્યારે વિદેશમાં આ ફિલ્મે ૨.૦૮ કરોડ રૂપિયાનું ગ્રૉસ કલેક્શન કર્યું હતું.

