Ajit Pawar: સત્તામાં આવતા પહેલા જનતાને અનેક વાયદા કરનારી સરકાર સત્તામાં આવતા જ પોતાના વાયદાઓથી પીછે હટ કરતી જોા મળી રહી છે. કંઈક એવું જ અજિત પવાર પાસેથી સાંભળવા મળી રહ્યું છે.
અજિત પવાર (ફાઈલ તસવીર)
Ajit Pawar: સત્તામાં આવતા પહેલા જનતાને અનેક વાયદા કરનારી સરકાર સત્તામાં આવતા જ પોતાના વાયદાઓથી પીછે હટ કરતી જોા મળી રહી છે. કંઈક એવું જ અજિત પવાર પાસેથી સાંભળવા મળી રહ્યું છે.
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવાર પોતાના એક નિવેદનથી વિવાદોમાં ઘેરાયા છે. તેમણે શુક્રવાર 28 માર્ચ 2025ના રોજ પુણેના બારામતી વિસ્તારમાં એક કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને 31 માર્ચ સુધી પાક ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય તેમણે અનેક યોજનાઓ થકી સરકાર પર વધતા બોજને લઈને વાત કરી. પવારના આ નિવેદન વિવાદોમાં પરિણમ્યા છે, જેનો બચાવ ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ કર્યો છે. તેમણે કહ્યું કે, સરકાર તરફથી ચૂંટણી ઘોષણાપત્રમાં કરવામાં આવેલા બધા વાયદાઓ પૂરા કરવામાં આવશે.
ADVERTISEMENT
`31 માર્ચ સુધી ચૂકવી દો લોન...`
અજિત પવારે પોતાના નિવેદનમાં કહ્યું, "28 માર્ચના આ કાર્યક્રમ દ્વારા મહારાષ્ટ્રના લોકોને સ્પષ્ટ રીતે સૂચિત કરવા માગું છું કે તે 31 માર્ચ સુધી પોતાના પાકની લોન ચૂકવી દે. ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા વાયદા હંમેશાં સીધી રીતે કામમાં નથી આવતા. વર્તમાન પરિસ્થિતિઓને જોતા આ નિર્ણયો ભવિષ્યમાં લેવામાં આવશે. જો કે હજીપણ આવતા વર્ષે લેવામાં આવેલી લોન ચૂકવવી પડશે. સકારાત્મક વાત એ છે કે શૂન્ય ટકા પર લોન લેવાની વ્યવસ્થા કરવામાં આવી છે."
અજિત પવારે વધુમાં કહ્યું, `મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હોય કે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, તેમનું ધ્યાન લોકોના કલ્યાણ પર રહે છે.`
બિલ માફ કરવા માટે પડી રહ્યો છે પરસેવો
રાજ્યની નાણાકીય પ્રતિબદ્ધતાઓ વિશે વાત કરતી વખતે, અજિત પવારે મહારાષ્ટ્રના 7.20 લાખ કરોડ રૂપિયાના બજેટના સંચાલનમાં રહેલા પડકારો પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે સરકારને ફક્ત બિલ માફ કરવા માટે 65,000 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. તેમણે કહ્યું, `જે કંઈ કહેવામાં આવ્યું છે તે સીધી રીતે લાગુ પડતું નથી કારણ કે ૭.૨૦ લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરતી વખતે, લગભગ ૬૫,૦૦૦ કરોડ રૂપિયાના વીજળી બિલ માફ કરવામાં આવ્યા છે, જેનો અર્થ એ છે કે તે આપણે, સરકારે ચૂકવવાના છે, તમારે નહીં.`
યોજનાઓનો વધતો ભાર
પવારે લાડકી બહિણ યોજના માટે ફાળવવામાં આવેલા 45,000 કરોડ રૂપિયા સહિત અનેક યોજનાઓના કારણે થતા નાણાકીય બોજ વિશે પણ વાત કરી. તેમણે પેન્શન, પગાર અને લોનના વ્યાજની ચુકવણી માટે 3.5 લાખ કરોડ રૂપિયાની જરૂરિયાત વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, `જો આપણે 65,000 કરોડ રૂપિયા અને 3.5 લાખ કરોડ રૂપિયા ઉમેરીએ, તો અંદાજે 4.25 લાખ કરોડ રૂપિયા ખર્ચ થઈ ચૂક્યા છે.` બાકીના પૈસા વીજળી, પાણી, રસ્તા, શાળાના પુસ્તકો અને ગણવેશ જેવા આવશ્યક ખર્ચાઓને પૂર્ણ કરવા માટે વાપરવા પડશે.

