જાણો આ ત્રણેય ફિલ્મો ક્યારે રીલીઝ થઈ રહી છે
ફિલ્મનાં પોસ્ટર્સ
પંચાયત-સીઝન 4
OTT પ્લૅટફૉર્મ - પ્રાઇમ વિડિયો, ૨૪ જૂન
આ સિરીઝની અગાઉની ત્રણ સીઝન સુપરહિટ રહી છે અને હવે એની ચોથી સીઝન આવી છે. આ સીઝનમાં ગ્રામપંચાયતની ચૂંટણીની ગરમાગરમી હાઇલાઇટ કરવામાં આવશે. આ સિરીઝના ફૅન્સ એને જોવા માટે તલપાપડ છે.
ADVERTISEMENT
મિસ્ટ્રી
OTT પ્લૅટફૉર્મ - જિયોહૉટસ્ટાર, ૨૭ જૂન
આ જાસૂસી થ્રિલર જિયોહૉટસ્ટાર પર સ્ટ્રીમ થશે. આ સિરીઝમાં રામ કપૂર અને મોના સિંહ મુખ્ય ભૂમિકામાં છે. રામ કપૂર અરમાન મિસ્ટ્રી નામના જાસૂસનું પાત્ર ભજવે છે, જે ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર (OCD)થી પીડાય છે. આ સિરીઝ રહસ્ય, ડ્રામા અને હળવી કૉમેડીનું કૉમ્બિનેશન છે.
રેઇડ 2
OTT પ્લૅટફૉર્મ - નેટફ્લિક્સ, ૨૭ જૂન
અજય દેવગન, વાણી કપૂર અને રિતેશ દેશમુખ અભિનીત ફિલ્મ ‘રેઇડ 2’ હવે OTT પર જોવા મળશે. આ ઍક્શન-ડ્રામા ફિલ્મે બૉક્સ-ઑફિસ પર સારી કમાણી કરી હતી.

