ઇંગ્લૅન્ડના બોલિંગ યુનિટે છેલ્લી ચાર વિકેટ ૧૦ રનની અંદર લીધી હતી
ઇંગ્લૅન્ડનાે કૅપ્ટન હૅરી બ્રૂક ૬ ફોર અને પાંચ સિક્સરની મદદથી ૩૫ બૉલમાં ૭૮ રનની આકર્ષક ઇનિંગ્સ રમ્યો હતો.
પહેલી T20 વરસાદથી ધોવાયા બાદ ક્રાઇસ્ટચર્ચના સ્ટેડિયમમાં ગઈ કાલે બીજી મૅચમાં ઇંગ્લૅન્ડે ૬૫ રને જીત નોંધાવી હતી. ઇંગ્લૅન્ડે ફિલ સૉલ્ટ અને હૅરી બ્રૂકની તાબડતોબ ફિફ્ટીને
આધારે ચાર વિકેટે ૨૩૬ રનનો ક્રાઇસ્ટચર્ચનો હાઇએસ્ટ T20 સ્કોર કર્યો હતો. યજમાન ન્યુ ઝીલૅન્ડ ૧૮ ઓવરમાં ૧૭૧ રન કરીને ઑલઆઉટ થયું હતું. બધા કિવી બૅટર્સ કૅચઆઉટ થઈને જ પૅવિલિયન પરત ફર્યા હતા. ઇંગ્લૅન્ડ ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦થી આગળ છે ત્યારે કિવીઓ ૨૩ ઑક્ટોબરે ત્રીજી મૅચ જીતીને સિરીઝ ડ્રૉ કરવાનો પ્રયાસ કરશે.
અંગ્રેજ ટીમના ફિલ સૉલ્ટે ૧૧ ફોર અને એક સિક્સરને આધારે ૫૬ બૉલમાં ૮૫ રન ઝૂડી દીધા હતા, જ્યારે હૅરી બ્રૂકે ૨૨૨.૮૬ના સ્ટ્રાઇક રેટથી ૬ ફોર અને પાંચ સિક્સરની મદદથી ૩૫ બૉલમાં ૭૮ રન ફટકારીને પહેલી વખત કૅપ્ટન તરીકે ઇગ્લૅન્ડ માટે T20 પ્લેયર
ADVERTISEMENT
ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. ન્યુ ઝીલૅન્ડ માટે ફાસ્ટ બોલર કાઇલ જૅમિસને સૌથી વધુ ૪૭ રન આપીને બે વિકેટ ઝડપી હતી. ન્યુ ઝીલૅન્ડ માત્ર ચાર વ્યક્તિગત ડબલ ડિજિટ સ્કોરને આધારે સન્માનજનક સ્કોર સુધી પહોંચ્યું હતું. ઇંગ્લૅન્ડના બોલિંગ યુનિટે છેલ્લી ચાર વિકેટ ૧૦ રનની અંદર લીધી હતી. અનુભવી સ્પિનર આદિલ રશીદે ૩૮ રન આપીને સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.

