માનું ગજરાજ પર આગમન સુખ-સમૃદ્ધિ અને ઐશ્વર્યનું પ્રતીક છે. એનાથી દેશ-દુનિયા અને તમામ રાશિઓ પર થશે સકારાત્મક અસર
પ્રતીકાત્મક તસવીર
હિન્દુ સનાતન ધર્મમાં શારદીય નવરાત્રિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂરી થાય છે એ અવધિ બહુ મહત્ત્વપૂર્ણ મનાય છે. વૈદિક પંચાંગ અનુસાર આસો સુદ એકમ રવિવારે પડે છે એટલે આ વખતે શરદ નવરાત્રિમાં માતાજી હાથી પર સવાર થઈને પધારશે. માતાની સવારી સાથે જોડાયેલો શ્ળોક છે: શશિસૂર્યે ગજારુઢા શનિભૌમે તુરંગમે ગુરૌશુક્રેચ દોલાયાં બુધે નૌકાપ્રકીર્તિના
આ શ્ળોકનો અર્થ એ છે કે જ્યારે નવરાત્રિની શરૂઆત રવિ કે સોમવારે થાય છે ત્યારે મા હાથી પર સવારી લઈને આવે છે. શનિ અને મંગળવારે નવરાત્રિ શરૂ થાય તો માતા તુરંગ એટલે કે ઘોડા પર આવે છે. બુધવારે માતા નૌકા પર સવાર થઈને આવે છે, જ્યારે ગુરુ અને શુક્રવારે શરૂ થતી નવરાત્રિમાં મા પાલખી એટલે કે ડોલીમાં બેસીમાં આવે છે.
ADVERTISEMENT
હિન્દુ ધર્મમાં હાથીને સંપન્નતા, જળ, બુદ્ધિમત્તા અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. હાથી પર મા આવે ત્યારે શાંતિ અને સ્થિરતા આવે છે. વરસાદ અને ખેતી માટે આ વર્ષે અનુકૂળ સંકેતો મળી રહ્યા છે. હાથી ધન-વૈભવનું પ્રતીક હોવાથી આ વર્ષે વેપારધંધામાં વધારો થઈ શકે છે. રોજગારની તકો ઊભી થવાથી આર્થિક સુખ-શાંતિની આશા રાખી શકાય. કેટલીક લોકધારણાઓ મુજબ દેશ-વિદેશમાં એકબીજા સાથેનો તનાવ ઘટી શકે અને સંવાદ વધે એવી સંભાવનાઓ પણ જોઈ શકાય.
