Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરમાં વેશ્યાવૃત્તિના રૅકેટનો પર્દાફાશ, દલાલ મહિલા ઝડપાઈ

ઘાટકોપરમાં વેશ્યાવૃત્તિના રૅકેટનો પર્દાફાશ, દલાલ મહિલા ઝડપાઈ

Published : 11 October, 2026 08:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ કેસમાં ઘાટકોપર પોલીસે મહિલા આરોપી સામે ફરિયાદ નોંધી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઘાટકોપર-વેસ્ટમાં સ્ટેશન નજીક આવેલી એક જાણીતી હોટેલ પર ઘાટકોપર પોલીસે ગુપ્ત માહિતીના આધારે ખૂબ જ સફળ અને સચોટ કાર્યવાહી કરીને ગેરકાયદે વેશ્યાવૃત્તિનો વ્યવસાય ચલાવતી મુખ્ય દલાલ સ્વાતિ સર્વિનકરને રંગેહાથ ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી બે યુવતીઓને તાબામાં લઈને સુધારગૃહમાં મોકલી આપી છે. આ કેસમાં ઘાટકોપર પોલીસે મહિલા આરોપી સામે ફરિયાદ નોંધી છે.’ 

ઘાટકોપર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ટીમને ગુપ્ત માહિતી મળી હતી કે સ્વાતિ સર્વિનકર નામની આ મહિલા ઘાટકોપર, સાકીનાકા અને અંધેરી વિસ્તારની વિવિધ હોટેલોમાં ગ્રાહકોને શરીરસંબંધ માટે યુવતીઓ પૂરી પાડવાનું મોટું રૅકેટ ચલાવી રહી છે. આ માહિતીની તપાસ કરવા માટે અમે એક બોગસ ગ્રાહક તૈયાર કર્યો હતો. બોગસ ગ્રાહકે વૉટ્સઍપ પર સંપર્ક સાધતાં મુખ્ય દલાલે યુવતીઓના ફોટો અને રકમ મોકલી હતી જેના આધારે સોદો નક્કી કરવામાં આવ્યો હતો. યોજના મુજબ બોગસ ગ્રાહકે ૫૦,૦૦૦ રૂપિયાનું બંડલ દલાલ સ્વાતિને સોંપ્યું હતું. જેવો આર્થિક વ્યવહાર પૂર્ણ થયો અને સંકેત મળ્યો કે તરત જ સાદા વેશમાં અમારી ટીમે ભારત કૅફે હોટેલના પ્રથમ માળે આવેલા AC રૂમમાં દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી અમે મોબાઇલ ફોન, રકમનું બંડલ જેવા મહત્ત્વના પુરાવાઓ કબજે કર્યા છે. મુખ્ય આરોપી સ્વાતિ આ યુવતીઓની આર્થિક પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને અને તેમને પૈસાની લાલચ આપીને આ અનૈતિક વ્યવસાયમાં ધકેલતી હતી. આરોપી દલાલ મહિલા એક યુવતી પાછળ ૫૦,૦૦૦ રૂપિયા ચાર્જ કરતી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2026 08:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK