Vaastu Vibes: તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર એ સ્થાપત્ય અને ઊર્જા બંનેને એકસાથે લઈને ચાલતું ભારતીય વિજ્ઞાન છે. સદીઓથી તે બિઝનેસમૅનો અને પરિવારોને આકર્ષતું આવ્યું છે.
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)
ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે. ઇન્ટરનેટના આ યુગમાં આંગળીના ટેરવે વાસ્તુ સંબંધિત ટુચકાઓ પણ ભરપુર મળી રહે છે. પણ, તેમાં તથ્યને નામે કશું જ હોતું નથી. વળી, વાસ્તુશાસ્ત્રના જાણકારોની મસમોટી ફી પરવડે એવી નથી હોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` (Vaastu Vibes) જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું. તમારી વાસ્તુ સંબંધિત ગૂંચવણો નીકળી જશે અને તે તરફનો તમારો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે. સાથે જ સકારાત્મક અભિગમ કેળવાશે. તો, વાસ્તુ સંબંધિત ટિપ્સ માટે અમારી સાથે જોડાઓ દર સોમવારે `વાસ્તુ વાઇબ્સ`માં...
મૂંઝવણ અને સ્પષ્ટતા
ADVERTISEMENT
Vaastu Vibes: તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર એ સ્થાપત્ય અને ઊર્જા બંનેને એકસાથે લઈને ચાલતું ભારતીય વિજ્ઞાન છે. સદીઓથી તે બિઝનેસમૅનો અને પરિવારોને આકર્ષતું આવ્યું છે. તેમ છતાં એક પ્રશ્ન થતો હોય છે કે શું વાસ્તુ ખરેખર કામ કરે છે? શું આપણે ખરેખર સફળતા માટે વાસ્તુનું પાલન કરવું જોઈએ?
દંતકથાઓ અને ગેરસમજો તો ઘણી છે, પણ તમને કહી દઈએ કે માનવઊર્જા, નિર્ણયો અને સુખાકારીને વાસ્તુ કઈ રીતે પ્રભાવિત કરે છે તેની સમજ આપે છે. આને વધુ સ્પષ્ટતા સાથે સમજવા એક બિઝનેસમૅનની વાત લઈએ. જેમની સફર વાસ્તુના સિદ્ધાંતોને લાગુ કરવાની મુશ્કેલીઓ અને સંભવિતતા બંનેને પ્રકાશિત કરે છે. આ કહાની દર્શાવે છે કે કઈ રીતે એકવાર સ્પષ્ટતા મળી જાય પછી પડકારોને તકોમાં ફેરવી શકાય છે.
વાત એક વેપારીની
એક વેપારી હતો. તે પોતાના પરિવાર સાથે એક સુંદર રીતે બનાવેલા પોતાના મકાનમાં રહેતો હતો. પરિવાર પાસે અપાર સમૃદ્ધિ હોવા છતાં અચાનક પરિવારમાં અઘટિત ઘટનાઓ થવા લાગી. વ્યવસાયમાં ઘટાડો થવા લાગ્યો, પરિવારના દરેક સભ્યોને કોઈને કોઈ બીમારી પીડવા લાગી. એકબીજા સાથેના સંબંધોમાં કડવાશ આવી. વળી નાણાકીય તાણ તો (Vaastu Vibes) ખૂબ વધી ગયો.
હવે આવી પરિસ્થિતિમાં વેપારીની હતાશા વધતી ગઈ. તેણે આનો કાયમી નિકાલ શોધવા કરતાં અલગ અલગ લોકોની સલાહો લેવાનું શરૂ કર્યું. હતાશામાં વેપારીએ અનેક પ્રેક્ટિશનરોની સલાહ લીધી. વેપારીએ એ બધાની સલાહોનું (Vaastu Vibes) પાલન કર્યા કર્યું. જેમકે કોઈ નાની વસ્તુ બીજી બાજુ ગોઠવી, ફર્નિચર બદલાવ્યું, પ્રતીકાત્મક વસ્તુઓ લઈ આવ્યો, તેમ છતાં પરિસ્થિતિ વધુ વકરતી રહી. પછી તો પરિસ્થિતિ એટલી વણસી કે પોતાની મિલકત વેચવાનો વારો આવ્યો. પણ, મને સમજાઈ ગયેલું કે આના મૂળમાં વાસ્તુદોષ છે. દોષ જ કંઇક એવો હતો કે તેનાથી માત્ર તેની ઊર્જા જ નહીં, પરંતુ તે આર્થિક રીતે પણ બરબાદ થઈ જાય એમ હતો. મિત્રો અને પરિવારે પણ વેપારીની વધતી જતી બેચેની જોઇ. રાતોની રાતો તે વેપારી ઊંઘી ન શકતો. એટલું તો સ્પષ્ટ હતું કે અહીં માત્ર વાસ્તુને લગતી જ સમસ્યા નથી, પણ તેની પોતાની આંતરિક સ્થિતિનો પણ પ્રશ્ન હતો.
મારા બીજા એક ગ્રાહકે આ સજ્જન સાથે મારો પરિચય કરાવ્યો. બસ, પછી તો વેપારીની બાજી સવળી થવા લાગી.
ઘર છે કે આર્ટ સ્ટુડિયો?
જ્યારે મેં તેના ઘરની મુલાકાત લીધી ત્યારે તેનું ઘર અનેક આભૂષણો, સ્ફટિકો અને સાધનોથી ભરેલા કોઈ આર્ટ સ્ટુડિયો જેવું જ લાગતું હતું. એ જ સૂચવતું હતું કે આ પરિવારે અનેક લોકોની સલાહો લીધી છે. પણ થયું છે એવું કે આટલા બધા ઉપાયોને કારણે વધુ ગૂંચવાડો થઈ ગયો છે. ઊર્જા સુધારવાને બદલે તેમનું ઘર અવ્યવસ્થિત બની ગયું છે.
ભૂલ શું છે? : કોઈપણ સ્પષ્ટતા વગર એકસાથે આટલી બધી સિસ્ટમનું મિશ્રણ કરવું. કારણ કે વાસ્તુ કે ફેંગ શુઇની વિવિધ ફિલસૂફીઓમાં અલગ અલગ વિચારધારાઓ છે. સમજણ વગર જો તેમને એક સાથે લાગુ કરવામાં આવે તો ઊર્જા સંતુલિત થવાને બદલે ઉપાધિ (Vaastu Vibes) થઈ શકે છે.
રોડ-કાર-ડ્રાઇવરનું ઉદાહરણ... કલ્પના કરોઃ
રોડ = જીવનના સંજોગો (આપણા નિયંત્રણની બહાર)
કાર = મિલકત અથવા ઘર.
ડ્રાઇવર= વ્યક્તિગત ઊર્જા.
જો ડ્રાઇવર થાકી ગયો હોય અથવા ડ્રાઇવિંગ આવડતું જ ન હોય તો ગમે તેટલી વૈભવી કાર હોય તે પણ નકામી. તેમ સુંદર રીતે રચાયેલું ઘર પણ સુખ નથી આપી શકતું. જો તેમાં રહેનારની ઊર્જા ઓછી હોય. વાસ્તુ ચેક એટલે કે કારની સર્વિસિંગ, ટાયરનું દબાણ, બળતણ અને તેલ તપાસવાની વાત છે. પરંતુ ડ્રાઈવરની ઊર્જા ઉપર જ આખી મુસાફરી નભેલી હોય છે.
ટર્નિંગ પોઇન્ટ
એટલે જ હું સહુને સલાહ આપું છું કે,
ઘણા લોકોને પૂછવા કરતાં કોઈ એક એવી સિસ્ટમ પસંદ કરો કે જેના પર તમને સૌથી વધુ વિશ્વાસ બેસે.
પછી તે અનુસાર ઘરના જેતે ચોક્કસ ભાગમાં (Vaastu Vibes) જ સુધારો કરો. નહીં કે આખું ઘર.
કૌશલ્ય વિકાસ અને સરળ વાસ્તુ પદ્ધતિઓ દ્વારા વ્યક્તિગત ઊર્જા વધારવા પર ધ્યાન આપો.
તમે નહીં માનો, થોડા અઠવાડિયામાં જ પેલા વેપારીનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. હવે તેમની માટે સમસ્યાઓ કોઈ કોયડા જેવી બની ગઈ. તેઓ સરસ રીતે તેને ઉકેલી શકતા હતા. પરિવારે પણ નવું આશાકિરણ જોયું. બિઝનેસ પણ સ્થિર થવા લાગ્યો.
કહેવાનું એટલું જ કે, દેખીતા વાસ્તુદોષને ધ્યાનમાં લીધા વિના તમારી જગ્યાને પ્રેમ કરો. ખોટો ભય અથવા અંધવિશ્વાસથી દૂર રહો. ઘણા બધાની સલાહો લઈને ઘરને અસ્તવ્યસ્ત ન કરો. ઘરનો શાંત ખુણો ઓળખો અને ત્યાં સમય પસાર કરો. જ્યારે સ્પષ્ટતા અને સરળતા સાથે અપનાવવામાં આવે ત્યારે વાસ્તુ (Vaastu Vibes) ખરેખર કામ કરે છે. તે માત્ર પદાર્થ કે કોઈ ધાર્મિક વિધિ નથી. પરંતુ વ્યક્તિગત ઊર્જા અને જગ્યાને જોડવાની વાત છે!
Dr Harshit Kapadia
Metaphysics Consultants:
Conscious Vaastu®, Yuen Hom and Sam Hap Style of Feng Shui
Tel (O): +91-9324512864.
Email: consciousvaastu@gmail.com
www.consciousvaastu.com


