Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

23 June, 2024 08:00 AM IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર


એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


સ્પર્ધાત્મક પરિસ્થિતિઓનો સામનો પોતાની સમગ્ર શક્તિ લગાડીને કરવો અને જે સાચું હોય એ જ કરવું. કોઈ પણ નવાં રોકાણો કરતાં પહેલાં ઑફરના દસ્તાવેજો ધ્યાનથી વાંચી જવા.
કારકિર્દી વિશે સલાહ : સહકર્મીઓ જોડેના વ્યવહારમાં સાચવજો, કારણ કે તમે જે કહેશો એનો ઉપયોગ તમારા વિરોધમાં થવાનું જોખમ છે. પ્રોફેશનલ નેટવર્કનો વિસ્તાર કરવા માટે સમય સાનુકૂળ છે.



ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


જીવનશૈલીના ફેરફારો પોતાને માફક આવે એ રીતે કરવા. એકસામટા ઘણાબધા ફેરફારો કરવા નહીં. મિત્રો અને પરિવારજનો જોડેનું સંભાષણ સ્પષ્ટ અને નમ્રતાપૂર્ણ રાખવું.
કારકિર્દી વિશે સલાહ : પોતાના લક્ષ્ય પ્રત્યે એકચિત્ત રહેવું અને બિનઆવશ્યક કામથી વિચલિત થવું નહીં. વાટાઘાટો કરવા અને કૉન્ટ્રૅક્ટ પર સહી કરવા માટે સમય સારો છે.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન


અનેક વિકલ્પોમાંથી પસંદગી કરવાનો વારો આવે ત્યારે પોતાની અપેક્ષાઓ બાબતે સ્પષ્ટતા રાખવી. સીધા અને જેમની સાથે વધારે ફાવતું હોય એવા મિત્રો જોડે જ રહેવું
કારકિર્દી વિશે સલાહ : તમારા બૉસ કે ઉપરી કોઈની તરફેણ કરતા હોય ત્યારે એ પરિસ્થિતિને તમારે કળપૂર્વક સાચવી લેવી. તમે હાલ જેના પર કામ કરી રહ્યા છો એ પ્રોજેક્ટ માટે ઉત્તમ અભિગમ અપનાવવો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

નાણાકીય બાબતોમાં સાચવવું. લાગણીઓમાં તણાઈને કોઈ નિર્ણય લેવો નહીં. ખાસ કરીને લોન લેવાનો નિર્ણય. આરોગ્યપ્રદ આદતો કેળવવા કે ટકાવી રાખવા માટે સભાનપણે પ્રયાસ કરવો.
કારકિર્દી વિશે સલાહ : બૉસ અને ઉપરીઓ જોડે સમજી-વિચારીને વર્તન કરવું. પ્રોફેશનલ નેટવર્ક વિસ્તારવા અને તમારા કાર્યક્ષેત્રના બીજા લોકો પાસેથી કંઈક શીખવા માટે સારો સમય છે.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

સંદેશવ્યવહારમાં સમય સાચવવો અને સ્પષ્ટતા રાખવી. તમને જેની સાથે સંબંધ ન હોય એવા ઝઘડા-ટંટાથી દૂર રહેવું. તમને માફક આવે એવી જીવનશૈલી શોધી લેવી.
કારકિર્દી વિશે સલાહ : દરેક કામમાં ઝીણી-ઝીણી વિગતોનું ધ્યાન રાખવું અને પુનઃ ચકાસણી કરી લેવી. ઉપરી કે માર્ગદર્શકની સલાહ મૂલ્યવાન હશે. તમે તમારા સંજોગો અનુસાર એનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો એ વિચારી લેવું. 

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

તમે કોઈ લક્ષ્ય તરફ ઉતાવળે આગળ વધી રહ્યા હો તો થોડી સાવચેતી પણ રાખજો. ભૂતકાળને તમારા માર્ગનો અવરોધ બનવા દેતા નહીં. તમે ધારો છો એના કરતાં વધુ પ્રાપ્ત કરવાની તમારી ક્ષમતા છે.
કારકિર્દી વિશે સલાહ : સંવાદ એકદમ સ્પષ્ટ રીતે કરવો અને બિનજરૂરી બાબતોને છોડી દેવી. ભવિષ્યનું વધુપડતું આયોજન કરવાને બદલે હાથમાં લીધેલા કામ પર વધુ લક્ષ આપવું.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

હાલની કામની ગતિ ટકાવી રાખવી. રગશિયા ગાડા જેવું થઈ જાય નહીં એનું ધ્યાન રાખવું. તબિયત સાચવવા માટે અને જીવનશૈલીમાં આવશ્યક ફેરફારો લાવવા માટે સમય સારો છે.
કારકિર્દી વિશે સલાહ : વાટાઘાટોમાં અને કૉન્ટ્રૅક્ટ પર સહી કરવા માટે સમયસર પગલાં લેવાં. નવો પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં તમામ આવશ્યક માહિતી ભેગી કરી લેવી.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

કાનૂની બાબતમાં સાવચેતી રાખજો અને જે સાચું છે એના પક્ષે રહેવામાં ગભરાતા નહીં. રોકાણો સહિતની નાણાકીય બાબતોમાં વ્યવહારુ અભિગમ અપનાવવો.
કારકિર્દી વિશે સલાહ : પ્રોજેક્ટ્સમાં શિસ્તબદ્ધ અભિગમ અપનાવીને કામ પૂરાં પાડજો. જેમનો બિઝનેસ કે કામકાજ ઑનલાઇન ક્ષેત્રનું હોય તેમના માટે સમય સાનુકૂળ છે. 

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

કોઈ કામ અટકી પડ્યું હોય કે ધીમું ચાલતું હોય તો ધીરજ રાખજો. જેમની પાચનશક્તિ નબળી છે તેમણે ખાણી-પીણીમાં સાચવવું.
કારકિર્દી વિશે સલાહ : કોઈ પણ વસ્તુથી તમારા ધ્યેય તરફ આગળ વધજો. કામ પ્રત્યે સંપૂર્ણ એકાગ્રતા રાખજો. ગપગોળા કે અટકળોથી દૂર જ રહેજો, પછી ભલે પ્રથમ નજરે એ સાચાં લાગતાં હોય. તમારી સામે સ્પષ્ટ પરિસ્થિતિ આવી જશે.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

પોતાના માટે ખરેખર શું ઉપયોગી છે એનો વિચાર કરજો અને કોઈ પણ વસ્તુથી વિચલિત થયા વગર કામમાં ગળાડૂબ રહેજો. કોઈ પેમેન્ટ કરવાનું હોય તો એમાં ત્વરા કરજો.
કારકિર્દી વિશે સલાહ : તમને કોઈ પ્રોજેક્ટમાં મુશ્કેલી નડી રહી હોય તો નાનો ફેરફાર પણ તમારા માટે ઘણો સારો પુરવાર થશે. ઘરમાંથી સ્વયં રોજગાર કરનારાઓ માટે સાનુકૂળ સમય છે.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

જરૂર પડ્યે એકાગ્રતાથી કામ લેજો અને સાચી ન હોય એવી કોઈ બાબતમાં પડતા નહીં. મહત્ત્વપૂર્ણ સંબંધો પર આવશ્યક ધ્યાન આપજો.
કારકિર્દી વિશે સલાહ : તમારા કાર્યક્ષેત્રના વગદાર લોકો સાથે સંવાદ સાધવાની તમને તક મળે તો એ લાભદાયક પુરવાર થશે. ઝીણવટભરી દૃષ્ટિ રાખો અને કરેલું કામ તપાસી લો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

પારિવારિક ઘટનાક્રમને સાચવી લેજો અને જરૂર ન હોય તો કોઈનો પક્ષ નહીં લેવાનું વલણ અપનાવજો. પ્રૉપર્ટીને લગતી બાબતો માટે સમય સાનુકૂળ છે.
કારકિર્દી વિશે સલાહ : પોતાનાં લક્ષ્યો તરફ ધીમે-ધીમે આગળ વધતા રહેજો. પરિસ્થિતિનો સમગ્રતયા વિચાર કરવો. ઑફિસમાં થઈ રહેલી કૂથલીઓમાં પ્રત્યક્ષ સંકળાતા નહીં, પરંતુ એના પર નજર જરૂરથી રાખજો.

જો આ સપ્તાહમાં તમારો જન્મદિવસ આવતો હોય...

પોતાના સમયનો ઉપયોગ કરવા બાબતે શિસ્તબદ્ધ વલણ અપનાવજો અને એકાગ્રતા ખંડિત થવા દેતા નહીં. ખાસ કરીને પરિવારજનો કે મિત્રો તમારો સમય બગાડવાની કોશિશ કરે એવી શક્યતા છે. રોકાણો પર લક્ષ આપજો અને એમાં આવશ્યક ફેરફારો સમયસર કરી લેવા. આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ માટે સાનુકૂળ સમય છે. તબિયત તરફ દુર્લક્ષ કરતા નહીં.

કૅન્સર જાતકો મિત્ર તરીકે કેવા હોય છે?

કૅન્સર જાતકો માયાળુ અને બીજાઓનું ધ્યાન રાખનારા હોય છે. તેઓ મિત્રોને પણ પરિવારનો હિસ્સો જ ગણતા હોય છે. દોસ્તારો પ્રત્યેના તેમના આ વલણને લીધે તેઓ વખત આવ્યે તેમને મદદ કરવા દોડી જતા હોય છે. આ જાતકોને લોકોની લાગણીઓ વધુ સારી રીતે સમજાતી હોય છે. આથી તેઓ બીજાઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય છે. તેમનું મિત્રવર્તુળ સામાન્ય રીતે લાંબો સમય સાથ આપનારું અને મજબૂત સંબંધો ધરાવતું હોય છે.

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2024 08:00 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK