Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 02 June, 2024 07:20 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર


એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


તમે કોઈ પરિસ્થિતિમાં અટવાઈ ગયા હો તો જે વસ્તુ અસરદાર લાગે એનો ઉપયોગ કરી લેવો. તમને દૃષ્ટિકોણ બદલવા માટે નવા આઇડિયાની જરૂર છે. ભૂતકાળને ભૂલી જાઓ અને વર્તમાનમાં પરિસ્થિતિ જેવી છે એવી સ્વીકારી લો.
આરોગ્યવિષયક સલાહ : શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવી. આરોગ્ય સુધારવા માટેના નાના-નાના ઉપાયો પણ કારગર નીવડશે. લિવર કે ગૉલબ્લૅડરને લગતી તકલીફ હોય તેમણે વધુ સાચવવું.



ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


દરેક પરિસ્થિતિમાં વ્યવહારુ અભિગમ અપનાવવો અને એમાં ઊંડા ઊતરવું. કંજૂસી કરતા નહીં, પરંતુ ખર્ચ બાબતે સાવધાની રાખજો અને બીજાં સંસાધનોનો સંભાળીને ઉપયોગ કરજો.
આરોગ્યવિષયક સલાહ : વ્યાયામ કરતી વખતે અતિરેક કરશો નહીં. થાપા અને પગમાં ઈજા થાય નહીં એ રીતે વ્યાયામ કરજો. સારી ઊંઘ લેવા માટે ખાસ પ્રયાસ કરજો.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન


ટીમવર્ક કરવાનું મહત્ત્વ હોય છે. જે જાતકો પોતાની ઑફિસમાં ટીમ-લીડર હોય તેમણે કામકાજ માટે બધાને સારું વાતાવરણ પૂરું પાડવાનો પ્રયાસ કરવો. નાણાકીય નિર્ણયો સાચવીને લેવા.
આરોગ્યવિષયક સલાહ : કોઈ બીમારી થાય તો એની પાછળ હૉર્મોન્સ જવાબદાર છે કે કોઈ આડઅસર છે એ જાણી લેવું. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા જાતકોએ થોડું વધુ સાચવવાની જરૂર છે.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

લેખિત અને મૌખિક સંવાદમાં પૂર્ણ સ્પષ્ટતા રાખજો, પરંતુ આકરાં વેણ કાઢશો નહીં. ઉતાવળે લીધેલો નિર્ણય તમારી ધારણા મુજબ પાર ઊતરે નહીં એવી શક્યતા છે. 
આરોગ્યવિષયક સલાહ : શ્વસનતંત્રની ઍલર્જી થવાનું વધુ જોખમ ધરાવતા જાતકોએ થોડી વધુ દરકાર લેવી. જો કોઈ સર્જરી કરાવવાની જરૂર પડે તો એના માટે સંપૂર્ણ સજ્જતા રાખજો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

ઑનલાઇન લખાણમાં સાવચેતી રાખજો. વાટાઘાટ કરવાની જરૂર હોય એમાં કળપૂર્વક કામ લેજો. સામેવાળી વ્યક્તિ પૂરતી તૈયારી કરીને આવી નહીં હોય એવું માની લેતા નહીં.
આરોગ્યવિષયક સલાહ : ઘણા વખતથી પૂરેપૂરું હેલ્થ ચેક-અપ કરાવ્યું ન હોય તો કરાવી લેજો. પૂરતું પાણી પીજો. ચા-કૉફી કે ઠંડાં પીણાં ભલે પ્રવાહી હોય, એને પાણીનો વિકલ્પ ગણી શકાય નહીં.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

ક્યાંય અટવાઈ ગયા હો તો થોડી વધુ જહેમત ઉઠાવીને એમાંથી બહાર નીકળજો. કોઈ વાતે સંતોષ માનીને બેસી રહેતા નહીં. નવા પ્રોજેક્ટમાં તમારે શું કરવાની જરૂર છે એ બરોબર સમજી લેજો.
આરોગ્યવિષયક સલાહ : કોઈ સારી આદત ટકાવી રાખવામાં જરાક પણ ઢીલ રાખશો તો નુકસાન થઈ શકે છે. જેમની પાચનશક્તિ નબળી છે તેમણે ખાણી-પીણીમાં સાચવવું.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

પોતાનાં લક્ષ્યોથી ભટકી જવાય નહીં એનું ધ્યાન રાખજો. જો તમે પહોંચી વળવા સક્ષમ ન હો તો વધારાની પારિવારિક જવાબદારી માથે લેતા નહીં. 
આરોગ્યવિષયક સલાહ : કોઈ બીમારી માટે સ્પેશ્યલિસ્ટને મળવાનું થાય તો યોગ્ય વ્યક્તિની જ પસંદગી કરજો. શક્ય હોય ત્યાં સુધી રોજિંદો ક્રમ નિશ્ચિત રાખજો. દિનચર્યા જાળવવા માટે સમયસર ઊંઘી જવું.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

કોઈ અણધારી પરિસ્થિતિ ઊભી થાય તો શાંતચિત્તે અને વિચારોની સ્પષ્ટતા સાથે સંભાળી લેજો. પ્રવર્તમાન સંજોગોમાં રોકાણને લગતા વ્યવહારુ અને વાસ્તવલક્ષી નિર્ણયો લેજો.
આરોગ્યવિષયક સલાહ : માનસિક તાણની સ્થિતિમાંથી પસાર થઈ રહેલા જાતકોએ વધારે ચિંતિત થવું નહીં. જો શરદી-ખાંસી થવાનાં લક્ષણો દેખાય તો રજા લઈ લેવી.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

કોઈ પરિસ્થિતિમાં ખરેખર શું કરવું એની ગતાગમ પડે નહીં તો અલગ દૃષ્ટિએ વિચાર કરવો. નવા આઇડિયાને અમલી બનાવતાં પહેલાં એના વિશે થોડો વધુ અભ્યાસ કરી લેવો.
આરોગ્યવિષયક સલાહ : સ્વાસ્થ્યમાં ખાસ કરીને જો કોઈને દમની તકલીફ હોય તો આ સમયમાં થોડી વધુ કાળજી લેજો. સંતાનપ્રાપ્તિ માટે સાનુકૂળ સમય છે.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

કોઈ સ્પર્ધાત્મક પરિસ્થિતિ રાબેતા મુજબની રીતે કામ લાગતી ન હોય તો વૈકલ્પિક માર્ગોનો વિચાર કરી લેવો. પરિવારની નાણાકીય કે વારસાગત સંપત્તિની બાબતે તમારે બધી હકીકતો નજર સમક્ષ રાખવી.
આરોગ્યવિષયક સલાહ : શ્વસન સંબંધી ઇન્ફેક્શનમાં સાચવશો નહીં તો એ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. તમારે આરોગ્યને લગતો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં સાચી માહિતી ભેગી કરી લેવી. 

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

સંબંધોમાં તંગદિલી આવે તો શાંતચિત્તે કામ લેજો. પોતાનાં લક્ષ્યોથી વિચલિત થવું નહીં. શું કરવું એની ખબર પડતી ન હોય તો વિશ્વાસુ માણસની સલાહ લેવી.
આરોગ્યવિષયક સલાહ : પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી હોય છે. તમે જ્યારે વધુપડતા વ્યસ્ત હો ત્યારે તો એનું મહત્ત્વ ઘણું વધી જાય છે. જેમને માથાના દુખાવાની તકલીફ રહેતી હોય તેમણે થોડી વધુ કાળજી લેવી.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

તમે જાતે કોઈ મર્યાદા બાંધી લીધી છે કે કેમ એના વિશે વિચાર કરજો અને તમને લક્ષ્ય હાંસલ કરવા માટે કોઈ ફેરફારની જરૂર જણાય તો ચોક્કસપણે ફેરફાર કરી લેજો. 
આરોગ્યવિષયક સલાહ : તમે નુકસાનકારક આદતોને પૂરેપૂરી છોડી શકતા ન હો તો પણ એને ઓછી કરવાનો પ્રયાસ ચોક્કસ કરવો. કોઈ પણ બીમારી માટે નિષ્ણાતને બતાવવું પડે એવી સ્થિતિમાં સેકન્ડ ઓપિનિયન પણ લઈ લેવો.

જો આ સપ્તાહમાં તમારો જન્મદિવસ આવતો હોય...

પોતાનું આખરી લક્ષ્ય દેખાતું ન હોય એવી સ્થિતિમાં એક-એક ડગલું ભરતા જવું અને અબઘડી શું કરવાની જરૂર છે એના પર લક્ષ આપવું. તમારા જીવનમાં નીરસતા આવવા લાગે ત્યારે પ્રેરણા ટકાવી રાખવા માટે સભાનતાપૂર્વક કામ કરવું. તમારા કરતાં વધુ જ્ઞાન ધરાવતા લોકો પાસેથી સલાહ લેવામાં અચકાતા નહીં. યાદ રહે, બધાથી બધું જ થઈ શકતું નથી. તમે અંગત કે વ્યાવસાયી જીવનમાં કંઈક પ્રાપ્ત કરવા ઇચ્છતા હો તો પરિશ્રમ કરવાની તૈયારી રાખવી.

ઍરીઝ જાતકો મિત્ર તરીકે કેવા હોય છે?

ઍરીઝ જાતકોને થોડા મિત્રોનું ગ્રુપ હોય કે મોટું સામાજિક વર્તુળ હોય, બધે આકર્ષણનું કેન્દ્ર બની રહેવાનું ગમતું હોય છે. આસપાસ ઓછા લોકો હોય કે વધારે હોય, તેમનો ઉત્સાહ ટકી રહે એવું વાતાવરણ જ તેમને જોઈતું હોય છે. એના વગર તેઓ સહેલાઈથી એ જગ્યા છોડીને જતા રહે છે. આ જાતકો દોસ્તીને ઘણું જ મહત્ત્વ આપતા હોય છે. તેઓ મિત્રોને ખૂબ જ ચાહતા હોય છે, પછી ભલે તેઓ પોતે જ ક્યારેક એમની સાથે મૂડી બની જતા હોય.

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2024 07:20 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK