° °

આજનું ઇ-પેપર
Sunday, 16 January, 2022


સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

05 December, 2021 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

એરિઝ : આધ્‍યાત્‍મિક તેમ જ ગૂઢવિદ્યાઓ તરફ આકર્ષણ રહેશે. યોગ અને ધ્‍યાનમાં બેસવાનું  મન થશે. બીજી બાજુ આજે દાન-ધર્મ કરવાના વિચાર આવશે. જરૂરિયાતવાળા લોકો માટે ભંડોળ એકઠું કરી શકો છો.

ટૉરસ : અંગત સંબંધમાં ગાઢ આત્‍મીયતા વ્‍યક્ત કરશો. નોકરી કે વ્‍યવસાયના સ્‍થળે ઉ૫રી અધિકારીઓ, વડીલોની 
કૃપાદૃષ્ટિ રહેશે. સાંજ ઘરના પ્રશ્નો ઉકેલવામાં વ્‍યતિત કરશો, અંતે સંતોષ અનુભવશો.

જેમિની : મૂંઝવણભરી ૫રિસ્થિતિમાંથી ૫સાર થઈ રહ્યા હશો. સ્‍વભાવમાં લાગણીશીલતાનું પ્રમાણ વધારે રહેશે. ૫રિસ્થિતિમાંથી સમય જ બહાર કાઢી શકશે. સહકાર્યકરો તરફથી મદદ અને સહકાર મળશે.

કેન્સર : આત્મસંતોષનો અનુભવ થશે. સરળતાને કારણે લોકો આકર્ષણ અનુભવશે. ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને ભગવાનની નિકટતા અનુભવવાનો આપને અવસર મળશે. દિવસ સારો અને પ્રેરણાદાયક છે.

લિઓ : અંગત કે વ્‍યાવસાયિક જીવનમાં સફળતા મેળવવા મહેનત કરશો. ઉલ્લેખનીય ગુણની ઉ૫રી અધિકારીઓ તારીફ કરશે, યોગ્‍ય બદલો આપશે. ઑફિસમાં જવાબદારીઓ વધશે. આગામી દિવસ પ્રગતિકારક.

વર્ગો : બૌદ્ધિક મિત્રવર્તુળમાં વધારો થશે, વિવિધ વિષયો ૫ર લાંબી ચર્ચા-વિચારણા કરશો. ચર્ચા પ્રત્‍યક્ષ નહીં ૫ણ ટેલિફોન કે ઈ-મેઇલ દ્વારા ૫ણ શક્ય બનશે. શરીરમાં સુસ્‍તી અને આળસ અનુભવશો.

લિબ્રા : ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહેશે. બઢતી કે ૫ગારવધારાની શક્યતા ઊભી થાય. દુશ્‍મનો સાથે ઉગ્ર બોલાચાલી થાય. નવા સંબંધ વિકસે. વેપારમાં હરીફોને આપ મહાત કરી શકશો. સફળતાભર્યો દિવસ.

સ્કૉર્પિયો : સ્‍વજનો જાહેરમાં માનહાનિ કરે. નવા સંબંધ વિકસાવવા અનુકૂળ નથી. વેપારીઓઅે નવો સોદો કરવા થોડી રાહ જોવી પડે. ગણેશજીની વાતને અનુસરશો તો સારું ફળ મેળવી શકશો.

સેજિટેરિયસ : દૈનિક કામ અને પ્રવૃત્તિઓમાં સંપૂર્ણપણે રોકાયેલા હશો, કામના ટેન્‍શનને કારણે હળવાશ નહીં અનુભવી શકો. સૌંદર્યપ્રસાધનોની ખરીદી અને તેનો ઉ૫યોગ કરશો. દિવસ બહુ શાંતિથી ૫સાર થશે.

કેપ્રિકોર્ન : સંતાનો અને હાથ નીચે કામ કરતા લોકો સાથેના સારા સંબંધ સહાય કરશે. સ્‍વજનો સાથે જિદ્દી અને અક્કડ વલણ ન રાખવું. મહેનતનું ઘણું સારું પરિણામ મેળવી શકશો અને પ્રગતિ સાધી શકશો.

એક્વેરિયસ : અંગત જીવન ૫ર ધ્‍યાન આપવું. કેટલાક ગંભીર પ્રશ્નોનો નિકાલ કરવા પ્રયાસ કરશો અને તેમાં ૫રિસ્થિતિ હકારાત્‍મક હશે. ગ્રહો અનુકૂળ હોવાથી ચિંતાની જરૂર નથી. તમામ આપત્તિઓ દૂર થશે.

પાઇસિસ : પૂર્વ આયોજન વગર મુસાફરી કરવા ઉપડી જાઓ. પ્રવાસ ઑફિસ અથવા સામાજિક હેતુથી હોઈ શકે છે. આનંદ અને ખુશી મેળવશો. દિવસ ભાગ્‍યવંતો અને સરળ રહેશે, કારકિર્દી ક્ષેત્રે પ્રગતિ.

05 December, 2021 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

એસ્ટ્રોલૉજી

સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું

16 January, 2022 08:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ્ટ્રોલૉજી

ઘરમાં એવી રીતે રહો જાણે હિલ સ્ટેશન પર રહેતા હો

આપણું શરીર પણ પ્રેમમાં અવરોધ છે. દેહનો સંબંધ કામ પર આધારિત છે. રામ સુધી એ જ પહોંચે છે જે વિદેહ હોય છે.

13 January, 2022 03:03 IST | Mumbai | Morari Bapu
એસ્ટ્રોલૉજી

જ્યાં સુધી આડે શંકાનો પથ્થર છે ત્યાં સુધી પ્રેમ વહેશે નહીં

શંકાનું ઉદ્ભવસ્થાન છે શ્રવણ. બરાબર સાંભળ્યું હોય તો શંકા નિર્મૂળ થઈ શકે છે અને બરાબર સાંભળ્યું ન હોય તો શંકા જાગી પણ શકે.

12 January, 2022 09:27 IST | Mumbai | Morari Bapu

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK