Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ

07 July, 2024 08:00 AM IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

કેવું રહેશે ૧૨ રાશિઓના જાતકોનું આખું અઠવાડિયું?

પ્રતીકાત્મક તસવીર

અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર


એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


વર્તમાન પરિસ્થિતિ જેવી છે એવી સ્વીકારીને સંજોગો અનુસાર સારામાં સારું કામ કરવું. એકાગ્રતા રાખવી અને આવશ્યક પરિવર્તનો લાવવાં. 
જીવનસુધાર માટે સૂચન : બીબાંઢાળ વર્તન બંધ કરીને પોતાની ક્ષિતિજોનો વિસ્તાર કરો. ઇચ્છાઓ અને આકાંક્ષાઓની પૂર્તિ માટે પૂરતો સમય અને શક્તિ આપો. જલદીથી પરિણામ હાંસલ કરવાનું વિચારવાને બદલે બૃહદ્ ચિત્ર નજર સમક્ષ રાખીને ચાલો. 



ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


અંગત અને કારકિર્દીને લગતી માહિતી કોઈને આપવી નહીં. ખાસ કરીને સારા સમાચાર હોય એ કોઈને જણાવવા નહીં. ખાણી-પીણીમાં સમજી-વિચારીને કામ લેવું અને માફક આવતો ન હોય એવો ખોરાક લેવાનું ટાળવું. 
જીવનસુધાર માટે સૂચન : તમારું ચિત્ત પ્રસન્ન થાય એવા જ નિર્ણયો લેવા. તમને પરિસ્થિતિ પૂરેપૂરી સમજાતી ન હોય તો પણ એવો વિશ્વાસ રાખીને ચાલવું કે કોઈ દૈવી શક્તિ તમારી તરફેણમાં કામ કરી રહી છે. 

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન


અનેક વિકલ્પોમાંથી પસંદગી કરવાની હોય એવા સમયે તમામ આવશ્યક માહિતી ભેગી કરીને કામ હાથ ધરવું. જો વધુ ખર્ચ થતો હોય એવી ખરીદી કરવાની હોય તો બજેટને વધુ તાણતા નહીં. 
જીવનસુધાર માટે સૂચન : બીજા બધા ભલે ગમે એ કહેતા હોય, તમારે અંતરાત્માનો અવાજ સાંભળીને ચાલવું. પોતે જે કહેતા હો એનું પાલન કરવું અને જરૂર પડ્યે પોતાના હક માટે સજાગ રહેવું. 

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

હિંમતપૂર્વક વિકલ્પોમાંથી પસંદગી કરીને એમાં પૂર્ણ શક્તિ કામે લગાડી દો. પારિવારિક વારસાની સંપત્તિ તથા નાણાકીય બાબતોમાં સાવચેતી રાખીને કામ લેવું, કારણ કે નાની ભૂલ પણ મોંઘી પડી શકે છે. 
જીવનસુધાર માટે સૂચન : તમે જો કોઈની મદદ લેવા માટે મુક્ત મન રાખશો તો તમને સાવ અણધારી જગ્યાએથી મદદ મળવા લાગશે. તમારે બધું જ કામ જાતે કરવાની જરૂર નથી. 

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

જ્યાં સુધી પૂરેપૂરી માહિતી ભેગી કરી ન લો ત્યાં સુધી કોઈ પણ પરિસ્થિતિમાં પ્રતિક્રિયા આપવી નહીં. જો તમારી સામે કોઈ પડકાર આવે તો પોતાની રાબેતા મુજબની રીતને બદલે નવી પદ્ધતિથી એનો મુકાબલો કરવાની તૈયારી રાખજો. 
જીવનસુધાર માટે સૂચન : કોઈ પણ પરિસ્થિતિમાં ઉતાવળે કામ લેવાને બદલે ધીમે-ધીમે આગળ વધજો. લાંબા ગાળાની દૃષ્ટિએ અને સર્વાંગી વિચાર કરીને જે સારામાં સારો હોય એ જ વિકલ્પ પસંદ કરવો. 

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

ખાસ કરીને તમે રાબેતા મુજબ કરતાં વધારે વ્યસ્ત થઈ ગયા હો તો શિસ્તબદ્ધ રીતે આગળ વધજો. જેમની પાચનશક્તિ નબળી હોય તેમણે ખાણી-પીણીની બાબતે સાવચેત રહેવું. 
જીવનસુધાર માટે સૂચન : પોતાની કાળજી લેવા માટે સમય ફાળવવો અને તમારામાં નવું જોશ લાવે એવાં કાર્યો પહેલાં કરવાં. અસ્તવ્યસ્ત રહેવાને બદલે બિનજરૂરી વસ્તુઓનો ત્યાગ કરીને જીવનમાં બધું સમુંસૂતરું કરવા માટે સારો સમય છે. 

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

કોઈ આર્થિક નિર્ણય લેવાનો આવે ત્યારે પોતાનાં લક્ષ્યો વિશે સ્પષ્ટ વિચાર રાખવા જરૂરી છે. જેમને હાઈ બ્લડ-પ્રેશર રહેતું હોય અથવા હૃદયને લગતી તકલીફ હોય તેમણે ડૉક્ટરની સલાહ મુજબ જ ચાલવું. 
જીવનસુધાર માટે સૂચન: નિર્ણયો લેવાનો તમને અબાધિત અધિકાર છે. તમારે કોઈ બીજાની અપેક્ષાઓના આધારે પોતાના નિર્ણયો લેવા નહીં. પોતાનો પંથ નક્કી કરીને નીડરપણે આગળ વધજો. 

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

જો કોઈ વ્યક્તિ તમને ઓછા આંકવાની કોશિશ કરી રહી હોય તો પોતાનો લાભ શેમાં છે એનો વિચાર કરીને એ સ્થિતિનો ઉપયોગ કરવો. મહત્ત્વપૂર્ણ સંબંધો પર પૂરતું ધ્યાન આપો.  
જીવનસુધાર માટે સૂચન : તમારામાં મુશ્કેલ પરિસ્થિતિને અતિક્રમી જવાની અને એ પ્રક્રિયામાં મળેલા બોધપાઠ ઉપયોગમાં લેવાની ક્ષમતા છે. અવરોધોનો ઉપયોગ સફળતાના શિખરે ચડવા માટેની સીડી તરીકે કરવો. 

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

જીવનસાથીને કંઈક કહેવાની કે તેમની સાથે ચર્ચા કરવાની ઇચ્છા હોય તો એને રોકતા નહીં. તમે જેને પૂરી કરી શકવા સક્ષમ ન હોય એવી નાણાકીય જવાબદારી સ્વીકારતા નહીં. 
જીવનસુધાર માટે સૂચન: પોતાના મંતવ્યને જડતાથી પડકી ન રાખવાં. જરૂર પડ્યે વિચાર કરીને મંતવ્યોમાં ફેરફાર કરવા પડે તો એની તૈયારી રાખજો. જૂની ઢબને એમ ને એમ રાખવાથી તમે પાછળ રહી જશો. 

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

પારિવારિક પ્રૉપર્ટી કે મિલકતની બાબતે નિર્ણય લેવાનો આવે તો તમારે સામેના તમામ વિકલ્પો ચકાસી લેવા. મોટી ઉંમરના જાતકોએ ઉંમર અને બંધારણ અનુસાર જીવનશૈલી અપનાવવી. 
જીવનસુધાર માટે સૂચન : સંબંધો સહિતની જીવનની તમામ બાબતોમાં સાદગી અને સરળતા અપનાવવી. નાટકીય વર્તન ઓછું કરવા માટે સભાનપણે પ્રયાસ કરવો અને વધુ પડતા ડિમાન્ડિંગ લોકોથી દૂર રહેવું. નાની-નાની બાબતોમાં સુખ શોધવું. 

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

અનેક વિકલ્પોમાંથી પસંદગી કરવાની આવે ત્યારે દરેક માહિતીની પૂરેપૂરી ચકાસણી કરી લેવી. કુંવારાઓ જો મન મોકળું રાખશે તો તેમને જીવનસાથી મળવાની સંભાવના છે. 
જીવનસુધાર માટે સૂચન: જેવા છો એવા જ પ્રગટ થાઓ. એમ કરવા માટે તમારે આત્મસભાનતા અને પ્રામાણિકતા કેળવવી પડશે. જરૂર પડ્યે સાચું બોલવાથી ડરવું નહીં. 

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

તમે સંવાદમાં સ્પષ્ટતા રાખશો તો કોઈ પણ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે ગેરસમજ નહીં થાય. તબિયત સાચવવા પર થોડું વધુ ધ્યાન રાખવું. વ્યાયામ કરતી વખતે અતિરેક કરવો નહીં. 
જીવનસુધાર માટે સૂચન : જીવનમાં પડકારો તો હોય જ છે. તમારી સામે પણ પડકારો ઊભા થશે, પણ જો તમે યોગ્ય રીતે કામ લેશો તો એને લીધે તમે વધુ મજબૂત બનશો. જે સાચું હોય એ કરવામાં ડરવું નહીં. 

જો આ સપ્તાહમાં તમારો જન્મદિવસ આવતો હોય...

તમારે પોતાનાં લક્ષ્યો વિશે સ્પષ્ટતા રાખીને શિસ્તબદ્ધ કામ કરવું પડશે. ખાસ કરીને તમે નાની-નાની બાબતોથી વિચલિત થઈ જતા હો ત્યારે આમ કરવું જરૂરી છે. મિત્રો અને સહકર્મીઓ જોડેના ઑનલાઇન સંદેશવ્યવહારમાં સાવચેત રહેવું, કારણ કે તમારી વાતો વિશે ગેરસમજ થવાની કે એનો ઉપયોગ તમારી વિરુદ્ધ થવાની શક્યતા છે. માથાનો દુખાવો રહેતો હોય કે આંખને લગતી તકલીફો સતાવતી હોય તેમણે થોડી વધુ કાળજી લેવી. 

કૅન્સર જાતકોની અજાણી બાજુ

કૅન્સર જાતકો એકદમ આખાબોલા હોય છે અને જ્યારે ગુસ્સામાં હોય કે તેમનું મનદુઃખ થયું હોય ત્યારે તેઓ અપ્રિય વચનો બોલી નાખતા હોય છે. એને લીધે ક્યારેક તેમના સંબંધોમાં ખટાશ આવી જાય છે. પરિસ્થિતિ પોતાની અપેક્ષા પ્રમાણેની ન રહે ત્યારે તેઓ સહેલાઈથી નિરાશામાં સરી જતા હોય છે. એ સ્થિતિ અમુક અંશે ડિપ્રેશન જેવી હોય છે. આ જાતકોનો કોઈ પણ ક્ષુલ્લક કારણથી પણ મૂડ ઑફ થઈ જતો હોય છે. તેઓ મિજાજી પણ હોય છે. 

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2024 08:00 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK