Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 11 October, 2026 08:46 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
એક મજબૂત પાયો રચવા પર ધ્યાન આપો અને નાની-નાની, બિનજરૂરી બાબતોથી તમારું ધ્યાન ભટકવા ન દો. તમે ગમે એટલા વ્યસ્ત હો તો પણ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જો લાંબી રજાઓ ન લઈ શકતા હો તો વચ્ચે-વચ્ચે ટૂંકો વિરામ લેવાનો પ્રયાસ કરો. જો તમે કોઈ મોટા ફેરફારો કરવા માગતા હો તો તમારા વિકલ્પોનું ખૂબ કાળજીપૂર્વક મૂલ્યાંકન કરો.

લિબ્રાની શૅડો સાઇડ
શાંતિ અને સુમેળ જાળવી રાખવાની લિબ્રા રાશિના જાતકોની વૃત્તિ તેમને અત્યંત અનિર્ણાયક અને અવિશ્વસનીય બનાવી શકે છે. દરેકને ખુશ રાખવાની તેમની ઇચ્છાને કારણે તેઓ એવી બાબતો માટે પણ ‘હા’ કહી બેસે છે જેના માટે તેમની પાસે સમય હોતો નથી અને પરિણામે તેમણે લીધેલી જવાબદારીઓ પૂરી કરી શકતા નથી. વાતચીત પ્રત્યેનો તેમનો લગાવ તેમને ગપસપ કે નિંદારસ તરફ દોરી શકે છે અને જ્યારે તેઓ આવી વાતોમાં પકડાઈ જાય છે ત્યારે બિનજરૂરી જટિલ પરિસ્થિતિ ઊભી થાય છે.



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


હાલના સમયે કામ કરવાની પરંપરાગત કે જૂની પદ્ધતિ જ શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે. ઝડપી નફાને બદલે લાંબા ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરો.
હેલ્થ ટિપ : લાઇફ-સ્ટાઇલમાં નાના-નાના ફેરફારો કરવાનો સંકલ્પ કરો, જે સમય જતાં મોટો લાભ આપશે. દિવસ દરમ્યાન પૂરતું પાણી પીવાની ખાતરી રાખો.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


જો તમને નાની-નાની બાબતો પર ચીડિયાપણું અનુભવાતું હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખો. તમારા વ્યાવસાયિક અને વ્યક્તિગત લક્ષ્યોનું પુનઃ મૂલ્યાંકન કરવા માટે આ સારો સમય છે.
હેલ્થ ટિપ : ઘરમાંથી 
જન્ક-ફૂડ દૂર કરો અને સ્વાસ્થ્યપ્રદ વિકલ્પો અપનાવો. અસ્થમાની તકલીફ ધરાવતા લોકોએ પોતાની વિશેષ કાળજી લેવી જોઈએ.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

કોઈ પણ ગેરસમજ મોટી સમસ્યાનું સ્વરૂપ ધારણ કરે એ પહેલાં જ એનું નિવારણ લાવો. તમારા વ્યાવસાયિક અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવા પર ધ્યાન આપો.
હેલ્થ ટિપ : સ્વાસ્થ્યને લગતી સમસ્યાનું નિવારણ ઉપરછલ્લી રીતે કરવાને બદલે મૂળમાંથી કરો. હૉર્મોન્સને લગતી સમસ્યાઓ ધરાવનારાઓએ જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

જો તમે ઝડપથી નુકસાન અટકાવવાનાં પગલાં નહીં લો તો ઉતાવળમાં લીધેલો નિર્ણય ઊંધો પડી શકે છે. કોઈ અહંકારી કે બડાઈખોર વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે સાવચેત રહો.
હેલ્થ ટિપ : જેમની પાચનશક્તિ સંવેદનશીલ છે તેમણે શું ખાવું એ બાબતે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. ખાતરી કરો કે તમને દરરોજ રાત્રે પૂરતી અને શાંત ઊંઘ મળે.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

જો તમને લાગે કે જીવન ખૂબ જ જટિલ બની રહ્યું છે તો મૂળભૂત બાબતો પર પાછા ફરો. સિંગલ્સ માટે સકારાત્મક સમય છે. તેઓ ઓપન માઇન્ડ રાખે અને બાહ્ય દેખાવના આધારે નિર્ણય ન કરે.
હેલ્થ ટિપ : નિયમિતપણે માથાનો દુખાવો થતો હોય તો તમારી આંખોની તપાસ કરાવો. તમારા આહારમાં કરવામાં આવતો નાનો ફેરફાર પણ તમારા સ્વાસ્થ્યને સુધારવામાં મોટી ભૂમિકા ભજવશે.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

એવી પરિસ્થિતિઓને સંભાળી લો જે કદાચ કામચલાઉ હોય અને લાંબા ગાળે બહુ મહત્ત્વની ન હોય. લાંબા સમયથી જે મિત્રને મળ્યા ન હો તેમને મળવા માટે સમય ફાળવો.
હેલ્થ ટિપ : જો તમે લાંબા સમયથી સ્વાસ્થ્યની તપાસ ન કરાવી હોય તો એ કરાવી લો. વડીલોએ થોડા સમય માટે પોતાની ગતિ ધીમી કરવી જોઈએ અને થોડો વધારાનો આરામ કરવો જોઈએ.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

જો તમે તમારા સામાજિક અથવા વ્યાવસાયિક નેટવર્કનો વિસ્તાર કરવા માગતા હો તો આ સમય અનુકૂળ છે. કાર્ય કરવાની પરંપરાગત પદ્ધતિ અને આધુનિક વિચાર વચ્ચે સંતુલન જાળવો.
હેલ્થ ટિપ : લોઅર બૉડીને મજબૂત બનાવવા કસરત કરો, પણ વધુ પડતું ભારણ ટાળો. જેઓ માંસાહાર કરે છે તેમણે તેમના આહારમાં વધુ શાકભાજીનો સમાવેશ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

તમે જે હાંસલ કરવા માગો છો એના પર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈ પણ બાબતને તમારા ધ્યાનભંગનું કારણ ન બનવા દો. આવેશમાં આવીને નાણાકીય નિર્ણયો અને જોખમી રોકાણો કરવાનું ટાળો.
હેલ્થ ટિપ : તમારા માટે હાનિકારક હોય એવી કોઈ એક આદત બદલવાનો સંકલ્પ કરો. બહાર જમતી વખતે કાળજીપૂર્વક પસંદગી કરો અને એવો ખોરાક ખાવાનું ટાળો જે તમને માફક આવતો નથી.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

ભૂતકાળને ભૂલી જાઓ અને તમે જેવી વ્યક્તિ બનવા માગો છો એવા બનવા પર ધ્યાન આપો. જે લોકો પાસે કોઈ સર્જનાત્મક શોખ છે તેઓ એને આગળના સ્તર પર લઈ જઈ શકે છે.
હેલ્થ ટિપ : જીવનશૈલીમાં કોઈ પણ ફેરફાર કરતાં પહેલાં જરૂરી તમામ માહિતી મેળવી લો. કસરત કરતી વખતે સાવચેતી રાખો, કારણ કે એનાથી તમારી પીઠ કે કરોડરજ્જુને ઈજા થઈ શકે છે.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

તમારા જીવનમાં કોઈ પણ નવો વ્યવસાય કે કાર્ય શરૂ કરવા માટે આ એક સકારાત્મક સમય છે. પારિવારિક બાબતોને સંભાળતી વખતે સંવેદનશીલતા અને મક્કમતા એમ બન્નેનો સમન્વય રાખો.
હેલ્થ ટિપ : કિડની સંબંધિત સમસ્યાઓ ધરાવતા લોકોએ તપાસ કરાવવી પડી શકે છે. જીવનશૈલીમાં કોઈ પણ ફેરફાર કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

કામકાજના સ્થળે તીવ્ર બુદ્ધિચાતુર્યની જરૂર પડી શકે છે અને તમારે ખૂબ વિચારી-સમજીને નિર્ણયો લેવા પડશે. આર્થિક દબાણોમાં રાહત મળવી જોઈએ.
હેલ્થ ટિપ : હલનચલન કે હરવા-ફરવામાં તકલીફ અનુભવતા લોકોએ નિયમિતપણે ફિઝિયોથેરપી કરવી જોઈએ. જેઓ સંતાનપ્રાપ્તિની ઇચ્છા રાખે છે તેમના માટે આ સમય સકારાત્મક છે.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

કોઈ પણ મુશ્કેલ વ્યક્તિ કે પરિસ્થિતિનો સામનો શાંતિથી છતાં ખૂબ જ મક્કમતાપૂર્વક કરો. કાર્યસ્થળ પરના કોઈ પ્રોજેક્ટ માટે તમારે થોડા વધારાના પ્રયાસો કરવાની જરૂર પડી શકે છે.
હેલ્થ ટિપ : જેઓ વૈકલ્પિક ચિકિત્સાપદ્ધતિ પસંદ કરે છે તેમણે યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તમારું થોડું વિશેષ ધ્યાન રાખો.

Whatsapp-channel Whatsapp-channel

11 October, 2026 08:46 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK