Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > તમતમારે જવાબ ચકાસો, સોળમાંથી કોઈ પણ આઠ

તમતમારે જવાબ ચકાસો, સોળમાંથી કોઈ પણ આઠ

Published : 12 February, 2026 12:24 PM | IST | Mumbai
Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

સમજાય એવી વાત છે. વિકલ્પોનો અર્થ શો?’ પહેલા મિત્રએ સમજાવવાનું શરૂ કર્યું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


‘પરીક્ષાના પેપરમાં આપણને વિકલ્પો આપીને શિક્ષણના ખેરખાંઓ આપણી મશ્કરી કરતા હોય એવું નથી લાગતું?’ સ્થળ છે અંધેરી-ભવન્સ કૉલેજના પ્રાંગણનું. સમય બપોરે એક વાગ્યાનો અને ચર્ચા છે પરીક્ષાના પ્રશ્નપત્રોની. ત્રણ વાગ્યે ગણિતનું પેપર છે. ટેન્થના બે વિદ્યાર્થી વચ્ચે આ ચર્ચા ચાલે છે.

‘આમાં મશ્કરી શું, આ તો વર્ષોથી ચાલતી એક વ્યવસ્થા છે.’



‘સમજાય એવી વાત છે. વિકલ્પોનો અર્થ શો?’ પહેલા મિત્રએ સમજાવવાનું શરૂ કર્યું, ‘એ જ કે આપણે બરાબર ભણ્યા નથી એટલે પ્રશ્નોની પસંદગી કરવાની આપણને છૂટ આપવામાં આવે. જેના જવાબ આપણને આવડતા ન હોય એ પ્રશ્નોના જવાબો લખવાની બાબતમાંથી આપણને મુક્તિ. વિદ્યાર્થી તરીકે આપણી મશ્કરી નથી તો શું છે?’


‘એક વાત તને પૂછું?’ બીજાએ સવાલ પૂછ્યો, ‘જે ભણવામાં કાચા છે, યાદશક્તિમાં કમજોર છે તેને જો વિકલ્પો આપવામાં ન આવે તો તે આગળ વધી જ ન શકે. મારી વાત જો સમજાતી હોય તો ધારી લે કે એવા વિદ્યાર્થીઓના લાભાર્થે પ્રશ્નપત્રમાં વિકલ્પો છે.’

‘કબૂલ, પણ તું એક પ્રશ્નનો જવાબ આપ.’ પહેલા વિદ્યાર્થીએ કહ્યું, ‘એ વિદ્યાર્થીઓને કુદરત જીવનમાં વિકલ્પો આપશે એવું તું દાવા સાથે કહી શકે ખરો? રોગમાં તેમને પસંદગીનો વિકલ્પ મળશે, કાં ટીબી પસંદ કરો અને કાં બીપી! ધંધામાં તેમને વિકલ્પ મળશે? કાં કમાણીવાળો ધંધો કરો અને કાં તો નુકસાનીવાળો ધંધો પસંદ કરો. જો ના, તો માત્ર ભણવાના ક્ષેત્રે શું કામ વિકલ્પો આપવાની વ્યવસ્થા? હું તો માનું છું કે આ વ્યવસ્થા દ્વારા વિદ્યાર્થીઓને નબળા રાખવાની શિક્ષણ વિભાગની ગણતરી છે.’ 


‘આમાં આપણે બીજું કરી પણ શું શકીએ?’

‘એ તો આજના ગણિત પેપરમાં ખબર પડશે, વિકલ્પ તો આવવાના જ. આજે શિક્ષણ વિભાગની હું મશ્કરી ન કરી આવું તો મારું નામ નહીં.’ પહેલા વિદ્યાર્થીએ દાવા સાથે કહી પણ દીધું, ‘પેપર આપીને આવું પછી વાત કરું તને...’

બન્ને સાંજે મળ્યા એટલે બીજા મિત્રએ પૂછ્યું.

‘કેટલા માર્ક્સ આવશે?’

‘કર્ન્ફમ ૧૦૦માંથી ૧૦૦.’

‘તું યુનિવર્સિટીવાળાની મશ્કરી કરી આવવાનું કહેતો હતોને?’

‘કરી આવ્યો.’ પહેલા વિદ્યાર્થીએ કહ્યું, ‘પહેલો પ્રશ્ન હતો, ખાલી જગ્યા પૂરો. સોળમાંથી કોઈ પણ આઠ. જવાબ લખ્યા પછી મોટા અક્ષરમાં સૂચના લખી કે તપાસો, સોળમાંથી કોઈ પણ આઠ. શિક્ષણ વિભાગ આપણને ઑપ્શન આપે, હું શિક્ષણ વિભાગને ઑપ્શન આપી આવ્યો. તાકાત નથી પરીક્ષકની કે મારો એક માર્ક એ ઓછો કરી શકે!’

ક્યાં છે આજે આવા સાત્ત્વિક વિદ્યાર્થીઓનો સમૂહ? ક્યાં છે આવો જ્ઞાની વિદ્યાર્થી વર્ગ? બધાને ભણવું છે પણ ભણતર સાથે ગણતર અને જ્ઞાનનો ઉમેરો કોઈને કરવો નથી. 

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2026 12:24 PM IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK