Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સની આંખની સર્જરી રહી સફળ

ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સની આંખની સર્જરી રહી સફળ

Published : 12 February, 2026 10:41 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઑલરાઉન્ડરે હાલમાં લંડનમાં આંખની સફળ સર્જરી કરાવી છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા


આ મહિનાની શરૂઆતમાં ક્રિકેટ બૉલ વાગ્યા બાદ ઇંગ્લૅન્ડના ટેસ્ટ કૅપ્ટન બેન સ્ટોક્સની જમણી આંખ પર ગંભીર ઇન્જરી થઈ હતી. ૩૪ વર્ષના આ ઑલરાઉન્ડરે હાલમાં લંડનમાં આંખની સફળ સર્જરી કરાવી છે.

અહેવાલ અનુસાર એક ઇન્ડોર ક્રિકેટ સેન્ટરમાં ઍકૅડેમીના ખેલાડીઓને કોચિંગ આપતી વખતે તેના ચહેરા પર બૉલ વાગ્યો હતો. તેણે ગઈ કાલે સર્જરી બાદના ચહેરાનો ફોટો શૅપ કરીને લખ્યું કે ચહેરો જોઈને નથી લાગતું પરંતુ સર્જરી સફળ રહી છે. બેન સ્ટોક્સે ઇન્જરી સમયે પણ ચહેરાનો ફોટો શૅર કરીને રમૂજી અંદાજમાં અપડેટ આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2026 10:41 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK