Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રણવીર સિંહને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કથી ધમકીભરી વૉઇસનોટ મોકલવામાં આવી હતી

રણવીર સિંહને વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કથી ધમકીભરી વૉઇસનોટ મોકલવામાં આવી હતી

Published : 12 February, 2026 06:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IP ઍડ્રેસ અને લોકેશન શોધવું મુશ્કેલ હોવા છતાં પોલીસ-તપાસ ચાલુ

રણવીર સિંહ

રણવીર સિંહ


મંગળવારે સાંજે ઍક્ટર રણવીર સિંહને કરોડો રૂપિયાની ખંડણી માગતી વૉઇસનોટ મળી હતી. આ કેસની તપાસમાં પોલીસને નવી કડી મળી છે. વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) દ્વારા રણવીર સિંહને ધમકીભર્યો મેસેજ મોકલવામાં આવ્યો હતો.પોલીસનાં સૂત્રોએ જણાવ્યા મુજબ VPNના ઉપયોગથી મોકલનારનું ઇન્ટરનેટ પ્રોટોકૉલ (IP) ઍડ્રેસ અને લોકેશન શોધી શકાતું નથી એટલે તપાસ અઘરી બની છે. રોહિત શેટ્ટીના કેસમાં સંડોવાયેલી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગની સાથે આ કેસની લિન્ક્સ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. ધમકી મળ્યા પછી રણવીર સિંહે તાત્કાલિક મુંબઈ પોલીસને જાણ કરી હતી અને પોલીસે તેના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે.

પોલીસ ધમકી મોકલનારને શોધીને ઠોકશે : દેવેન્દ્ર ફડણવીસ



ફિલ્મમેકર રોહિત શેટ્ટીના ઘર પર ફાયરિંગ થયાના થોડા જ દિવસ બાદ રણવીર સિંહને મળેલી ધમકીની પ્રતિક્રિયા આપતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ખાતરી આપી હતી કે ‘કોઈ પણ ગૅન્ગને અમે પગપેસારો કરવા નહીં દઈએ. આ માટે જવાબદાર વ્યક્તિની શોધ ચાલી રહી છે. અમુક લોકો પ્રસિદ્ધિ માટે પણ આવું કામ કરતા હોય છે. તેઓ જાણીતા લોકોને ધમકી આપીને પબ્લિસિટી મેળવવા પણ આવાં ગતકડાં કરતા હોય છે. પોલીસ તેમને શોધશે અને ઠોકશે પણ ખરી.’


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2026 06:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK