Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ગ્લોબલ વૉર્મિંગ વધવા પાછળનું એક મહત્ત્વનું કારણ કુટુંબવ્યવસ્થા પણ

ગ્લોબલ વૉર્મિંગ વધવા પાછળનું એક મહત્ત્વનું કારણ કુટુંબવ્યવસ્થા પણ

Published : 06 November, 2026 12:40 PM | Modified : 06 November, 2026 01:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લાગણીની સમૃદ્ધિ જો નહીં હોય તો આ સમસ્યા વધવાની જ છે. માત્ર વધવાની જ નહીં, વકરવાની છે અને વકરી જાય પછી એ સ્થિતિને કાબૂમાં લેવી બહુ મુશ્કેલ હોય છે. તેથી સ્વસ્થ રહીએ, સારા વિચારો ધરાવીએ અને લાગણીસભર,દયા-કરુણાસભર બનીએ.

ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

સત્સંગ

ભાઈશ્રી રમેશભાઈ ઓઝા


આપણો દેશ કૃષિપ્રધાન રાષ્ટ્ર છે. ખાસ કરીને ગામડાંમાં લાગણીવાળા માણસો બહુ છે એટલે ત્યાં તેમને ઇમોશનલી બહેકાવી શકાય, પછી એ રાજનૈતિક રીતે હોય કે ધાર્મિક રીતે હોય બહેકાવવાનું કામ ચાલતું જ રહે. પરિણામે ક્યારેક રાજનીતિને લઈને ઝઘડા થાય તો ક્યારેક કામને લીધે દંગલ થતાં હોય છે. ક્યારેક ધર્મને લીધે તોફાનો થતાં હોય છે તો ક્યારેક એકબીજાની વાત ન સાંભળવાને લીધે મતભેદ થાય છે અને પછી ઉગ્રતા આવે છે. એનું કારણ એ છે કે તેમની પાસે લાગણી બહુ છે, પણ વિચાર નથી અને જેની પાસે વિચારોની સમૃદ્ધિ છે પણ લાગણી નથી તેના માટે એક જ વાત કહેવી પડે કે આવી વ્યક્તિ એટલે જાણે સાવ સૂકું રણ. એવા સાવ લાગણીશૂન્ય, ભાવશૂન્ય, સૂકાભઠ માણસો પાસે તમે બેસો પણ કેટલું?

વધુ બેસી ન શકાય અને એ અભાવને લઈને પરિવારો તૂટતા જાય છે. સંયુક્ત પરિવારમાં રહેવું એ તો ઇતિહાસ થઈ ગયો. વિભક્ત પરિવારોમાં જ હવે આપણે જીવીએ છીએ.



થોડા સમય પહેલાં એક ઇંગ્લિશ મૅગેઝિનમાં એક આર્ટિકલ વાંચવા મળ્યો. એ આર્ટિકલમાં લખ્યું હતું કે પર્યાવરણ પર બોજો આવી રહ્યો છે એને કારણે ગ્લોબલ વૉર્મિંગ ખતરનાક સ્તરે પહોંચી રહ્યું છે. એનાં અનેક કારણોની એમાં વાત હતી અને મને વાંચીને રસપ્રદ લાગ્યું કે એ અનેક કારણોમાંનું એક કારણ હતું ‘તૂટતી કુટુંબવ્યવસ્થા’.


કેમ?

મનમાં સહજ રીતે આ સવાલ જન્મે જ, પણ મનમાં જન્મતા સવાલ સામે જે જવાબ વ્યક્ત કરવામાં આવ્યો હતો એ જાણવા જેવો છે.


એક બંગલો કે એક મકાનમાં ૧૦ માણસો આરામથી રહેતા હતા અને એક ટ્યુબલાઇટ બળતી હોય એમાં ૩ છોકરા વાંચતા. એક પંખો ફરતો હોય એમાં બધા સભ્યો ત્યાં બેઠા હોય. હવે જેવું કુટુંબ તૂટ્યું એટલે નવું મકાન બાંધવા કેટલા પથ્થર જોઈએ, કેટલો સિમેન્ટ જોઈએ, રેતી જોઈએ, વીજળી જોઈએ, પાણી જોઈએ.

લાગણીની સમૃદ્ધિ જો નહીં હોય તો આ સમસ્યા વધવાની જ છે. માત્ર વધવાની જ નહીં, વકરવાની છે અને વકરી જાય પછી એ સ્થિતિને કાબૂમાં લેવી બહુ મુશ્કેલ હોય છે. તેથી સ્વસ્થ રહીએ, સારા વિચારો ધરાવીએ અને લાગણીસભર,દયા-કરુણાસભર બનીએ.

આ રીતે સારા વિચારોથી, સારી લાગણીથી આપણે સદાચરણ કરતા રહીશું તો આપણી આસપાસ પણ સકારાત્મક વાતાવરણ સર્જાશે અને એમાં રહેવાની સૌને મજા આવશે.

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK