Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાચો માલ ખરીદ્યો પણ પૈસા ન ચૂકવ્યા, કંપનીના ડિરેક્ટર અને બ્રોકર વિરુદ્ધ ગુનો દાખલ

કાચો માલ ખરીદ્યો પણ પૈસા ન ચૂકવ્યા, કંપનીના ડિરેક્ટર અને બ્રોકર વિરુદ્ધ ગુનો દાખલ

Published : 06 November, 2026 09:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણેના ટેક્સટાઇલના એક બિઝનેસમૅન સાથે ૯૫,૨૫,૮૬૩ રૂપિયાની છેતરપિંડી કરનારી કંપનીના ડિરેક્ટર તથા એક બ્રોકર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાણેના ટેક્સટાઇલના એક બિઝનેસમૅન સાથે ૯૫,૨૫,૮૬૩ રૂપિયાની છેતરપિંડી કરનારી કંપનીના ડિરેક્ટર તથા એક બ્રોકર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. ૩૨ વર્ષના થાણેના ભિવંડીના વેપારી સાથે તેનો ભરોસો જીતીને બિઝનેસ-ડીલિંગના નામે છેતરપિંડી કરવામાં આવી હોવાના મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. મળેલી માહિતી મુજબ એક કંપની દ્વારા ફરિયાદી પાસેથી છેલ્લાં ૪ વર્ષથી કાચો માલ ખરીદવામાં આવતો હતો. જોકે ભરોસાપાત્ર સમજીને કંપનીને કાચો માલ આપનારા ફરિયાદીને જાણ નહોતી કે કંપની તેની સાથે છેતરપિંડી કરી રહી છે. સતત કાચો માલ ખરીદવા છતાં ૪ વર્ષથી પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના કારણે આ મામલે નારપોલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વેપારી સાથે ૯૫,૨૫,૮૬૩ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું નારપોલી પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 09:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK