તમે ભેટમાં એક વાર્તાનું પુસ્તક આપી શકો છો. જોકે, કોઈ સામાન્ય વાર્તાનું પુસ્તક નહીં, પરંતુ તમારા અથવા તમારા પ્રિયજનના જ પાત્રની વાસ્તવિકતા સાથે સંકળાયેલી કાલ્પનિક વાર્તા બનાવી અને વિશેષ કાર્ટૂન (ઈલસ્ટ્રેશન) સાથે ભેટ આપી શકો છો.

ટેલર્ડના ફાઉન્ડર ગીતાંજલી ચંદ્રશેખરન
એકંદરે જ્યારે પ્રિયજનને ભેટ આપવાની હોય ત્યારે પ્રથમ વાત મગજમાં આવે છે કે કંઈક એવું આપવામાં આવે જે ભેટ મેળવનાર વ્યક્તિ માટે સતત ઉપયોગી અને યાદગાર રહે, જ્યારે આવી કોઈ ભેટ આપવાની આવે ત્યારે સામાન્યપણે લોકો સ્લેમબુક અથવા પ્રિન્ટેડ મગ આપતા હોય છે, જે અચૂક સુંદર યાદગીરી બની રહે છે, પરંતુ અમે આજે અમે તમને એક એવો નવીન આઇડિયા આપવા જઈ રહ્યા છીએ કે ભેટ આપનાર અને મેળવનાર બંને જ વ્યક્તિઓ માટે પ્રસંગ ખાસ બની જશે.
તમે ભેટમાં એક વાર્તાનું પુસ્તક આપી શકો છો. જોકે, કોઈ સામાન્ય વાર્તાનું પુસ્તક નહીં, પરંતુ તમારા અથવા તમારા પ્રિયજનના જ પાત્રની વાસ્તવિકતા સાથે સંકળાયેલી કાલ્પનિક વાર્તા બનાવી અને વિશેષ કાર્ટૂન (ઈલસ્ટ્રેશન) સાથે ભેટ આપી શકો છો. પહેલા તેનો એક નમૂનો જુઓ.
View this post on Instagram
હવે તમને સવાલ થશે કે આવી બુક બનાવી કોણ આપે? તો તમારા આ સવાલનો જવાબ છે ‘ટેલર્ડ’. ટેલર્ડ એક એવું પ્લેટફોર્મ છે જે તમારી વાર્તાને કાલ્પનિક વાર્તા સાથે જોડી કંઈક અવનવી સામગ્રી સાથે તમને પુસ્તક બનાવી આપે છે. આ આઇડિયા વિશે વાત કરતાં ટેલર્ડના ફાઉન્ડર ગીતાંજલી ચંદ્રશેખરને ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “એક વર્ષ અગાઉ હું મારા બે પરિજનોને કંઈક એવું ભેટમાં આપવા માંગતી હતી, જે યુનિક હોય, ત્યારે મેં તેમના બાળપણના કિસ્સામાં કાલ્પનિક વાર્તા ઉમેરી બુક બનાવી હતી. તે સમયે હું પત્રકાર હતી તેથી વાર્તાઓ લખવામાં ફાવટ હતી અને મેં સર્વ પ્રથમ આ પ્રયોગ કર્યો હતો. ત્યાર બાદ મેં મારા અકે મિત્રની પણ વાર્તાને આ રીતે રજૂ કરી હતી. આ રીતે ટેલર્ડની શરૂઆત થઈ હતી.”
વાર્તા વિશે તેણીએ જણાવ્યું કે “અમે સૌપ્રથમ જેની વાર્તા લખવાની છે, તેમનો ઇન્ટરવ્યૂ લઈએ છીએ અને ત્યાર બાદ લગભગ ૪૦ પાનાંમાં વિસ્તૃત વાર્તા આપીએ છીએ, જે લોકો માટે યાદગીરી બની રહે.” જોકે, હાલ તો આ બુક્સ અંગ્રેજીમાં જ ઉપલબ્ધ છે, પરંતુ ગીતાંજલીએ કહ્યું કે “અમે બીજી ભાષાઓમાં પણ બુક બનાવી શકાય તેવા પ્રયત્નો કરી રહ્યા છીએ.” તમે પણ આ પ્રકારનું પુસ્તક બનાવી ભેટ આપવા ઇચ્છતા હોવ તો તમારે બેથી ત્રણ અઠવાડિયાનો સમય આપવો પડશે.
View this post on Instagram