Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ડેટ-નાઇટ પર ગ્લાસ સ્કિન જેવો મેકઅપ જોઈતો હોય તો આ રહી ક્વિક મેકઅપ ગાઇડ

ડેટ-નાઇટ પર ગ્લાસ સ્કિન જેવો મેકઅપ જોઈતો હોય તો આ રહી ક્વિક મેકઅપ ગાઇડ

Published : 12 February, 2026 01:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વૅલેન્ટાઇન્સ ડે પર ઑફિસથી ડાયરેક્ટ ડેટ પર જવાનું પ્લાનિંગ કરતા હો અને તમારી પાસે સમય ઓછો હોય તો મૂંઝાવાને બદલે ફક્ત ૧૫ મિનિટમાં સ્માર્ટ મેકઅપ ટ્રિક્સથી એવરગ્રીન ગ્લો મેળવી શકો છો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઑફિસના વર્કલોડ અને હેક્ટિક લાઇફસ્ટાઇલને લીધે જો ડેટ પર જવાનો પ્લાન થાય તો તૈયાર થવાનો ટાઇમ બહુ ઓછો મળે છે. જો તમારી પાસે ૧૫ મનિટ હોય અને તમે ઇચ્છતા હો કે તમારો ચહેરો કોઈ કોરિયન સ્ટારની જેમ ચમકે તો આ ક્વિક મેકઅપ ગાઇડ તમારા માટે જ છે. ગ્લાસ સ્કિન મોંઘી ટ્રીટમેન્ટથી નહીં પણ મેકઅપનાં સ્માર્ટ સ્ટેપ્સથી પણ મેળવી શકાય છે.

પ્રેપ અને હાઇડ્રેશન



કોરિયન ગ્લાસ સ્કિનનો પાયો હાઇડ્રેશન છે. પહેલાં ચહેરાને જેલ બેઝ્ડ ક્લેન્ઝરથી સાફ કરો. પછી તરત જ હાઇડ્રેટિંગ ટોનર અથવા ફેસ મિસ્ટ લગાવો. જો તમારી પાસે શીટ માસ્ક હોય તો એને બે મિનિટ માટે લગાવી શકાય અથવા સારા મૉઇશ્ચરાઇઝરથી ચહેરાને હળવા હાથે મસાજ કરી શકાય. આનાથી ચહેરા પર કુદરતી ચમક આવશે. આ સ્ટેપમાં ત્રણ મિનિટ જેટલો સમય લાગી શકે છે.


બેઝ મેકઅપ

ભારે ફાઉન્ડેશન લગાવવાને બદલે BB ક્રીમ અથવા CC ક્રીમનો ઉપયોગ કરી શકાય. એ તમારી ત્વચાને એકસમાન ટોન આપશે અને બહુ લાઇટવેઇટ હોવાથી ભારે નહીં લાગે. જો ડાર્ક સર્કલ કે ડાઘ હોય ત્યાં કન્સીલર લગાવવું. ગ્લાસ સ્કિન માટે લિક્વિડ હાઇલાઇટરનાં થોડાં ટીપાં તમારા ચિક બોન્સ અને નાકની ટોચ પર લગાવો. આનાથી ગ્લાસ સ્કિન ઇફેક્ટ મળશે. આ સ્ટેપને પૂરું કરતાં ત્રણથી ચાર મિનિટ લાગશે.


આઇ મેકઅપ

આંખોને આકર્ષક બનાવવા માટે વધુ મહેનત કરવાની જરૂર નથી. એક ન્યુડ અથવા લાઇટ પિન્ક કલરનો આઇશૅડો ફક્ત આંખો પર ઇફેક્ટ આપવા જેટલો જ લગાવો. લૅશિસને વૉલ્યુમ આપવા મસ્કરાના બે કોટ લગાવવા. આનાથી આંખો હાઇલાઇટ થશે. આઇબ્રોની પેન્સિલથી નૅચરલ શેપ આપો જેથી લુક ફ્રેશ લાગે. આ સ્ટેપમાં પણ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે.

લિપ્સ અને બ્લશ

કુલ ૧૫ મિનિટમાંથી છેલ્લી બચેલી ત્રણ મિનિટ બ્લશ અને લિપસ્ટિક પર ફોકસ કરો. ગાલ પર એકદમ લાઇટ ક્રીમ બ્લશ અથવા ટિન્ટનો ઉપયોગ કરો. વૅલેન્ટાઇન્સ લુક માટે એ સૉફ્ટનેસ લાવશે. આ સાથે પિન્ક લિપસ્ટિક લગાવીને એના પર ટ્રાન્સપેરન્ટ ગ્લૉસ લગાવો. ગ્લૉસી લિપ્સ ગ્લાસ સ્કિન લુકને કમ્પ્લીટ કરે છે. જો છેલ્લી ઘડીએ ચહેરો નીરસ લાગતો હોય તો બરફના ટુકડાને મલમલના કપડામાં વીંટીને ચહેરા પર ફેરવો. આનાથી બ્લડ-સર્ક્યુલેશન વધશે અને ત્વચા તરત જ ખીલી ઊઠશે.

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2026 01:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK