શિલ્પા શેટ્ટીના લુક પરથી પ્રેરણા મેળવીને જાણો કેવી રીતે આવા ડ્રેસમાં ગ્લૅમરસ અને કૉન્ફિડન્ટ દેખાવું
બૅકલેસ મિની ડ્રેસ હંમેશાં આકર્ષણનું કેન્દ્ર બને છે
બૉલીવુડ પાર્ટી હોય કે ગ્લૅમરસ ઇવેન્ટ, બૅકલેસ મિની ડ્રેસ હંમેશાં આકર્ષણનું કેન્દ્ર બને છે. તાજેતરમાં શિલ્પા શેટ્ટીએ બ્લૅક બૅકલેસ મિની ડ્રેસમાં પોતાની ફિટનેસ અને સ્ટાઇલથી સાબિત કરી દીધું કે આ આઉટફિટ ક્યારેય ફૅશનમાંથી બહાર જતું નથી. જો તમે પણ આ બોલ્ડ અને ક્લાસી લુક ટ્રાય કરવા માગતા હો તો આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
ખાસિયત
ADVERTISEMENT
બૅકલેસ મિની ડ્રેસની ખાસિયત એની ડ્યુઅલ અપીલ છે. મિની લેન્ગ્થ તમારા પગને લાંબા અને ટોન્ડ બતાવે છે, જ્યારે બૅકલેસ ડિઝાઇન તમારી પીઠને હાઇલાઇટ કરીને લુકમાં ગ્લૅમર ઉમેરે છે. એ આત્મવિશ્વાસનું પ્રતીક છે અને પાર્ટીવેઅર માટે આનાથી વધુ બોલ્ડ બીજો કોઈ વિકલ્પ હોઈ શકે નહીં.
કોને સૂટ થાય?
બૅકલેસ દરેક માટે છે પરંતુ અમુક બૉડી-ટાઇપમાં આ ડ્રેસ વધુ ખીલી ઊઠે છે.
ટોન્ડ બૉડી - શિલ્પા શેટ્ટીની જેમ જેમની પીઠ અને પગ ટોન્ડ છે તેમના પર આ ડ્રેસ ખૂબ જ સુંદર લાગે છે.
સુંદર પીઠ - જો તમારી પીઠ સાફ અને સ્મૂધ છે તો બૅકલેસ ડિઝાઇન એને શાનદાર રીતે ફ્લૉન્ટ કરે છે.
કૉન્ફિડન્ટ પર્સનાલિટી - આ ડ્રેસ પહેરવા માટે સૌથી જરૂરી છે તમારો કૉન્ફિડન્સ. જો તમે તમારી સ્કિનમાં કમ્ફર્ટેબલ હો તો તમે કોઈ પણ ઉંમરે આ લુક ટ્રાય કરી શકો છો.
સ્ટાઇલિંગ ટિપ્સ
બૅકલેસ ડ્રેસ પહેરવો એક કળા છે. એને પર્ફેક્ટ બનાવવા માટે આ ટિપ્સ ફૉલો કરો.
હેરસ્ટાઇલ - બૅકલેસ ડ્રેસનો અસલી લુક ત્યારે જ દેખાય જ્યારે તમારી પીઠ ખુલ્લી રહે. તેથી વાળને ખુલ્લા રાખવાને બદલે હાઈ બન, સ્લીક પોનીટેલ પસંદ કરો.
ફુટવેઅર - મિની ડ્રેસ સાથે હંમેશાં હાઈ હીલ્સ ખાસ કરીને સ્ટિલેટોસ કે સ્ટ્રૅપી હીલ્સ પહેરો. આનાથી તમારા પગ લાંબા દેખાશે અને પૉશ્ચર વધુ સારું લાગશે.
ઍક્સેસરીઝ - ડ્રેસ પોતે જ ઘણુંબધું કહી જાય છે. તેથી ગળામાં હેવી જ્વેલરી ટાળો. એની જગ્યાએ સુંદર સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ અથવા ડૅન્ગલર્સ પહેરો જે તમારા ચહેરા અને ગરદનને હાઇલાઇટ કરે.
સ્કિન-કૅર - બૅકલેસ ડ્રેસ પહેરતાં પહેલાં પીઠ પર બૉડી-લોશન અથવા હાઇલાઇટર લગાવો જેથી સ્કિન ગ્લોઇંગ દેખાય.
રાઇટ ઇનરવેઅર - બૅકલેસ ડ્રેસમાં સામાન્ય બ્રા-સ્ટ્રૅપ્સ લુક બગાડી શકે છે. એ માટે સ્ટિકી બ્રા, સિલિકૉન કપ્સ કે મલ્ટિવે બ્રાનો ઉપયોગ કરો જે ડ્રેસની અંદર છુપાયેલા રહે અને તમને સપોર્ટ પણ આપે.
બૅકલેસ મિની ડ્રેસ ફક્ત આઉટફિટ નથી પણ એક સ્ટેટમેન્ટ છે. જો તમે શિલ્પા શેટ્ટી જેવો પાવરફુલ લુક ઇચ્છતા હો તો ફિટિંગ અને આત્મવિશ્વાસ પર ધ્યાન આપો.


