મિનિમલ ફૅશનના ટ્રેન્ડમાં પહેલાં એમ કહેવાતું કે જેટલું ઓછું એટલું સારું, પણ હવે બિગર ઇઝ બેટરનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તમારા કાનના ઝુમકા જેટલા મોટા હશે એટલી જ બોલ્ડ અને એક્સપ્રેસિવ તમારી પર્સનાલિટી હશે. એક જ્વેલરી આખી ફૅશનને કેવી રીતે એલિવેટ કરે છે અને
પ્રતીકાત્મક તસવીર
ફૅશનજગતમાં સ્ટેટમેન્ટ ઇઅર-રિંગ્સ હવે માત્ર ઍક્સેસરીઝ નથી પણ પાવર અને પર્સનાલિટીનાં પ્રતીક બની ગયાં છે. એક નાનકડી જ્વેલરી આખી ફૅશનને બદલવાની તાકાત રાખે છે ત્યારે જ્વેલરીના નામે નેકલેસ, રિંગ્સ અને બ્રેસલેટ પહેરવાને બદલે હવે ફક્ત બોલ્ડ અને સ્ટેટમેન્ટ ઇઅર-રિંગ્સ પહેરવાની ફૅશન વધુ ટ્રેન્ડ કરી રહી છે. એ ફક્ત તમારા લુકને એલિવેટ નથી કરતી, બોલ્ડ અને એક્સપ્રેસિવ પણ બનાવે છે કારણ કે એ આખા લુકનો સેન્ટર પૉઇન્ટ બની જાય છે. દીપિકા પાદુકોણથી લઈને ભૂમિ પેડણકરે આ સ્ટાઇલને અપનાવી છે ત્યારે સ્ટેટમેન્ટ ઇઅર-રિંગ્સને કેવી રીતે સ્ટાઇલ કરવી જેથી તમારો લુક બોલ્ડ લાગે એ જાણો.
રૉયલનેસ
ADVERTISEMENT
અભિનેત્રી ભૂમિ પેડણેકરે ઓવરસાઇઝ ઇઅર કફ અને ઝુમકાનું આર્ટિસ્ટિક કૉમ્બિનેશન ધરાવતી ઇઅર-રિંગ્સ અપનાવી છે જેમાં કુંદન અને મીનાકારીનું વર્ક એની રિચનેસને વધારવાનું કામ કરે છે. સૉફ્ટ મેકઅપ, મરૂન, રૉયલ બ્લુ અને ગોલ્ડન કલરના લેહંગા જેવા ટ્રેડિશનલ આઉટફિટ સાથે આવી ઇઅર-રિંગ્સ મસ્ત લાગશે. આ લુકમાં ઇઅર-રિંગનો ડ્રામા હાઇલાઇટ થતો હોવાથી પ્લેન આઉટફિટ પર તો સારી લાગશે પણ સાથે હેવી એમ્બ્રૉઇડરીવાળા આઉટફિટ પર પણ સારી લાગશે. ગળાનો ભાગ સાદો રાખવો અને વાળને સેન્ટર પાર્ટ કરીને પાછળ સેટ કરી દેવા. આવો લુક લગ્નપ્રસંગોમાં કે રિસેપ્શનમાં મસ્ત લાગશે. એ ફેસ્ટિવ વાઇબ આપતી હોવાથી ગણેશોત્સવ કે દિવાળીમાં પણ સ્ટાઇલ કરી શકાય.
સ્ક્લ્પ્ટેડ ઇઅર-રિંગ્સ
સિલ્વર અને ગોલ્ડન ઝુમકામાં વિક્ટોરિયન ડિઝાઇન અને ટ્રાઇબલ ચિત્રોનું મિશ્રણ ધરાવતી ઇઅર-રિંગ્સ એની સ્ટાઇલને નવી લેયર આપી રહી છે. એમાં સ્ટોનવર્ક વધુ હાઇલાઇટ થાય છે ત્યારે આવી વિન્ટેજ વાઇબ આપતી ઇઅર-રિંગ્સને તમે પણ સહેલાઈથી સ્ટાઇલ કરી શકો છો. મોનોક્રોમ ડ્રેસ, પ્લેન સાડી કે પ્લેન ગાઉન સાથે પહેરી શકાય. સાદા આઉટફિટમાં ઇઅર-રિંગ્સ તમારી સ્ટાઇલનું મેઇન કૅરૅક્ટર લાગશે. મિક્સ-મેટલવાળી સ્ટાઇલને મૉડર્ન એજ ટચ આપવા માટે કોઈ બીજી જ્વેલરી ન પહેરવામાં જ નવ ગુણ છે. વાળને ટાઇટ બન કે પોનીટેલ વાળીને ઇઅર-રિંગ્સને હાઇલાઇટ કરી શકાય. આવો લુક કૉકટેલ પાર્ટી, ફૅશન- ઇવેન્ટ કે સંગીત-સમારોહમાં મસ્ત લાગશે.
એમરલ્ડનું એલિગન્સ
ઍન્ટિક ગોલ્ડ ટોન અને ગ્રીન એમરલ્ડનું એલિગન્સ પેસ્ટલ શેડના સલવાર સૂટ કે હળવી સાડી પર બહુ સારી રીતે હાઇલાઇટ થશે. નાની પૂજા, ફૅમિલી ગેટ-ટુગેધર, મેંદી કે હલદી પ્રસંગે એને સ્ટાઇલ કરી શકાય. જો તમે મિનિમલ મેકઅપ સાથે આ લુક અપનાવવા માગતા હો તો ઇઅર-રિંગ્સનો રંગ તમારા આઉટફિટના રંગ સાથે મેળ ખાય એ જરૂરી છે. વાળને ખુલ્લા રાખીને સૉફ્ટ વેવ આપશો તો ટ્રેડિશનલ લુકમાં તમારી બ્યુટી એન્હૅન્સ થશે.
રિફાઇન ડ્રામા
સોનમ કપૂરે સ્ટેટમેન્ટ ચાંદબાલીની ઇઅર-રિંગ્સ ફ્લૉન્ટ કરી છે. આવી સ્ટોનવાળી ઇઅર-રિંગ્સ હેવી એમ્બ્રૉઇડરી અને લેયર્ડ ફૅબ્રિક પર બહુ સરસ દેખાશે. આવી ઍન્ટિક ઇઅર-રિંગ્સ ખાસ કરીને બ્રન્ચ, આર્ટ ગૅલરી, ફૅશન શો કે કૅઝ્યુઅલ આઉટિંગ દરમિયાન સ્ટાઇલ કરી શકાય. જો તમારો ડ્રેસ ડિઝાઇનવાળો હોય તો ચાંદબાલી જેવી વિઝ્યુઅલી હાઇલાઇટ થતી જ્વેલરી જ પસંદ કરો જે આઉટફિટ સાથે બૅલૅન્સ કરે.
આ ટિપ્સ કામની છે
મોટી અને બોલ્ડ ઇઅર-રિંગ્સ પહેરતી વખતે સંતુલન જાળવવું જરૂરી છે જેથી લુક ઓવરપાવરિંગ ન લાગે. એ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. આ માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
જ્યારે તમે હેવી ઇઅર-રિંગ્સ પહેરો ત્યારે પોનીટેલ અને બન જેવી હેરસ્ટાઇલ બનાવો. આનાથી ઇઅર-રિંગ્સ વધુ હાઇલાઇટ થશે. જો ખુલ્લા વાળ રાખવાનું પસંદ હોય તો સોનમ કપૂરની જેમ માત્ર સૉફ્ટ પાર્ટેડ વેવ્ઝ રાખો જેથી જ્વેલરી ઢંકાઈ ન જાય.
જો ઇઅર-રિંગ્સમાં એક કરતાં વધુ રંગો હોય અથવા કોઈ પણ રંગ હોય તો મેકઅપ ન્યુટ્રલ અને સૉફ્ટ રાખો અને આઇલાઇનર શાર્પ કરશો તો લુકને થોડો મૉડર્ન ટચ મળશે અને તમારી સ્ટાઇલ પણ શાર્પ દેખાશે.
સ્ટેટમેન્ટ ઇઅર-રિંગ્સ પહેરતી વખતે નેકલેસ કે હાર પહેરવાનું ટાળો, વી નેક, ઑફ-શોલ્ડર, બોટ નેક અને સ્ટ્રૅપલેસ નેકલાઇન પહેરવાનું પસંદ કરો. એ ગળાના ભાગને ખાલી રાખે છે અને કાનમાં પહેરેલી ઍક્સેસરીને વધુ હાઇલાઇટ કરશે.
જો તમારી ઇઅર-રિંગ્સ વધુ લાઉડ કે રંગીન હોય તો આઉટફિટ સાદો રાખો જેમાં ઓછી એમ્બ્રૉઇડરી હોય. આનાથી લુક સુઘડ લાગશે. ક્રિતી સૅનનની જેમ ઇઅર-રિંગ્સામાં એકાદ કલરને તમારા આઉટફિટ સાથે મૅચ થાય એવી કોશિશ કરશો તો એ તમારા લુકને ફિનિશિંગ આપશે.
માત્ર ઝુમકાને બદલે ઇઅર કફ સાથે કનેક્ટેડ ઝુમકા અથવા ઓવરસાઇઝ્ડ ચાંદબાલી પસંદ કરીને લુકમાં રીગલ ઍક્સેસ ઉમેરો. આ સ્ટાઇલિંગ તમારા ચહેરાને એક સુંદર ફ્રેમ આપે છે ત્યારે ઍન્ટિક ગોલ્ડ અને જૂના પથ્થરોના ટચવાળી જ્વેલરી ટ્રેન્ડી તેમ જ રૉયલ લુક આપે છે.


