Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > લાંબા વાળ રાખવાના શોખીન પુરુષોએ શિયાળામાં હેર-કૅર કઈ રીતે કરવી?

લાંબા વાળ રાખવાના શોખીન પુરુષોએ શિયાળામાં હેર-કૅર કઈ રીતે કરવી?

Published : 16 December, 2025 09:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિયાળો બેસતાંની સાથે લાંબા વાળ રાખવાના શોખીન પુરુષો માટે વાળની માવજત મોટો પડકાર બની જાય છે ત્યારે એને કાપવાને બદલે કેટલીક ગ્રૂમિંગ ટેક્નિક્સને અપનાવશે તો શિયાળામાં સ્ટાઇલ વધુ નિખરશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઠંડીની સીઝનમાં હેરગ્રોથ વધુ થાય છે એવું માનનારા લોકો વાળ કપાવી નાખતા હોય છે અને લાંબા વાળ રાખવાના શોખીનો માટે હેર-કૅર મુશ્કેલ બની જતું હોય છે એટલે વાળ કપાવી નાખે છે, પણ જો એની યોગ્ય પદ્ધતિથી સંભાળ રાખવામાં આવે તો શિયાળામાં પણ તમારા વાળ હેલ્ધી અને શાઇની રહેશે.

ઓવરસ્ટાઇલિંગ ટાળો



બિનજરૂરી રીતે વાળને જરૂર કરતાં વધુ સ્ટાઇલ કરવાનું ટાળો. જ્યારે જરૂર ન હોય ત્યારે વાળ સેટ કરવા માટે વપરાતા જેલ કે મૂસનો ઉપયોગ ન કરવામાં જ ભલાઈ છે. જેલ અને વૅક્સ તમારા વાળને હેવી અને ચીકણા બનાવી દેશે. એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી આવી પ્રોડક્ટ્સ શિયાળામાં લગાવવી નહીં. તમારી સ્ટાઇલને એન્હૅન્સ કરે એવી બિની કૅપ જેવી ફૅશન-ઍક્સેસરીઝનો ઉપયોગ કરો.


હવાથી કરો બચાવ

ઘરની બહાર નીકળીએ ત્યારે સૂકી હવા વાળને વધુ ડ્રાય કરે છે જે તૂટવાનું કારણ બને છે. આનાથી બચવા માટે બહાર જતાં પહેલાં માથાને બિની કૅપની મદદથી ઢાંકી દો અથવા થોડું તેલ લગાવીને વાળને મેન બનમાં બાંધી લો. એનાથી ફૅશન અને હેર-કૅર બન્ને જળવાઈ રહેશે.


હાઇડ્રેશનને બનાવો BFF

શિયાળાની સૂકી હવા વાળને વધુ શુષ્ક બનાવે છે અને એમાંય ગરમ પાણીથી હેરવૉશ કરવામાં આવે તો સ્કૅલ્પમાં રહેલું નૅચરલ ઑઇલ પણ ધોવાઈ જાય છે. આવું ન થાય એ માટે જરૂર હોય એના કરતાં ઓછું શૅમ્પૂ યુઝ કરો અને કન્ડિશનર પણ વાપરો. કન્ડિશનર વાળને ફ્રિઝ થતાં અટકાવશે અને શાઇની બનાવશે. ઘણા પુરુષો તેમના હેરવૉશ રૂટીનમાં કન્ડિશનર વાપરવાનું ટાળે છે. આ ભૂલ ન કરવી જોઈએ. જો કન્ડિશનર ન ફાવે તો લાઇટ-વેઇટ ઑઇલ વાળમાં લગાવી શકાય જેથી વાળ હાઇડ્રેટેડ રહે અને સ્કૅલ્પમાં મૉઇશ્ચર જળવાઈ રહે. 

હેરકૅર ટૂલમાં ઇન્વેસ્ટ કરો

લાંબા વાળને એક્સ્ટ્રા કૅરની જરૂર હોય છે. નહાતી વખતે વાળની ગૂંચ કાઢવા મોટા દાંતાવાળો કાંસકો વાપરો અને સાથે કન્ડિશનર અથવા તેલ લગાવો, જે વાળને સુકાવા દેશે નહીં. પ્રોફેશનલ બ્લો-ડ્રાયર વસાવો જે વાળને ગરમીની સીઝનમાં ઠંડી અને ઠંડીની સીઝનમાં ગરમી આપે જેથી વાળનું ટેમ્પરેચર મેઇન્ટેન રહેશે.

સ્કૅલ્પ કૅર મસ્ટ

હેલ્ધી સ્કૅલ્પ સ્વસ્થ વાળનું મૂળ છે. વાળને ધોવા માટે ગરમ પાણીને બદલે ઠંડા પાણીનો ઉપયોગ કરો. જો શિયાળામાં ઠંડા પાણીથી હેર વૉશ કરવાની હિંમત ન થાય તો નવશેકા પાણીથી માથું ધોઈ શકાય. શૅમ્પૂ અપ્લાય કરતાં પહેલાં તેલમાલિશ તમારા રૂટીનમાં ગેમચેન્જર સાબિત થઈ શકે. વાળના પ્રકાર અને સ્કૅલ્પ ઑઇલી છે કે ડ્રાય એ જાણીને હેર-કૅર પ્રોડક્ટ્સ ખરીદો. હેરવૉશ બાદ ટુવાલથી વાળ ઘસવાને બદલે હાથથી દબાવીને પાણી કાઢો.

આટલું ધ્યાનમાં રાખો

નિયમિત રીતે ટ્રિમિંગ કરાવતા રહેવું જેથી સ્પ્લિટ એન્ડ્સ જેવો પ્રૉબ્લેમ થશે નહીં અને વાળનો ગ્રોથ સારો દેખાશે.

પ્રોટીન, આયર્ન, ઝિન્ક અને વિટામિન્સથી ભરપૂર ખોરાક ડાયટમાં સામેલ કરો જે વાળના વિકાસ અને મજબૂતી માટે સખત જરૂરી છે અને પૂરતું પાણી પીશો તો વાળ હાઇડ્રેટેડ રહેશે.

અઠવાડિયામાં ત્રણ વાર ઑઇલ મસાજ કરવાથી સ્કૅલ્પની હેલ્થ સારી રહે છે અને સ્કિનમાં બ્લડ-સર્ક્યુલેશન સુધરે છે.

દરરોજ શૅમ્પૂ કરવાથી વાળ વધુપડતા ડ્રાય થઈ જાય છે તેથી અઠવાડિયામાં બેથી ત્રણ વાર જ શૅમ્પૂ કરવાનો નિયમ બનાવો.

ભીના વાળ નબળા હોય છે તેથી હેરવૉશ બાદ હંમેશાં પહોળા દાંતાવાળો કાંસકો વાપરવો.

લાંબા સમય સુધી ટોપી પહેરવી કે ટાઇટ પોનીટેલ વાળીને રાખવી પણ વાળ ખરવાનું કારણ બને છે એટલે અમુક સમય બાદ એ કાઢી નાખવી વાળની હેલ્થ માટે હિતાવહ છે.

હેરકલરિંગ કે કેમિકલ ટ્રીટમેન્ટથી વાળ વધુ ડૅમેજ થઈ શકે છે તેથી એનાથી અંતર જાળવવામાં જ ભલાઈ છે.

Whatsapp-channel Whatsapp-channel

16 December, 2025 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK