Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ગરબા રમતી વખતે પરસેવામાં મેકઅપ મેલ્ટ થઈ જતો હોય તો પ્રોડક્ટ્સ લગાવતાં પહેલાં ત્વચાને આ રીતે પ્રિપેર કરી લો

ગરબા રમતી વખતે પરસેવામાં મેકઅપ મેલ્ટ થઈ જતો હોય તો પ્રોડક્ટ્સ લગાવતાં પહેલાં ત્વચાને આ રીતે પ્રિપેર કરી લો

Published : 16 October, 2026 05:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુતરાઉ કાપડમાં વીંટેલો બરફનો ટુકડો લો અને એનાથી મેકઅપ શરૂ કરતાં પહેલાં ચહેરા પર પાંચથી ૧૦ મિનિટ સુધી મસાજ કરો. આ આઇસ ફેશ્યલથી ત્વચાનાં પોર્સ થોડા સમય પૂરતાં સંકોચાઈ જાય છે, ત્વચાનું તાપમાન ઘટે છે અને પરસેવો ઓછો થાય છે.

ગરબા રમતી વખતે પરસેવામાં મેકઅપ મેલ્ટ થઈ જતો હોય તો પ્રોડક્ટ્સ લગાવતાં પહેલાં ત્વચાને આ રીતે પ્રિપેર કરી લો

ગરબા રમતી વખતે પરસેવામાં મેકઅપ મેલ્ટ થઈ જતો હોય તો પ્રોડક્ટ્સ લગાવતાં પહેલાં ત્વચાને આ રીતે પ્રિપેર કરી લો


નવરાત્રિના દિવસોમાં હાઈ-ઇન્ટેન્સિટી ગરબા અને ગ્રાઉન્ડની ઝાકમઝોળની સાથે ગરબારસિકોની ભીડ વચ્ચે ત્રણથી ૪ કલાક સુધી રહેવાથી અતિશય પસીનો થવો સ્વાભાવિક છે. શરીરના તાપમાન કરતાં સ્કિન પરની ઑઇલીનેસ અને પરસેવો ભેગાં થઈને ચહેરા પરના મેકઅપને રહેવા નથી દેતાં. પરિણામે ગરબાના ગ્રાઉન્ડમાં પહોંચ્યાના અડધા કલાકમાં જ મહેનતથી કરેલો મેકઅપ મેલ્ટ થવાની સમસ્યા સર્જાય છે. આ સમસ્યાનો ઉકેલ માત્ર વધુ મેકઅપ પ્રોડક્ટ્સ લગાવવામાં નથી પણ યોગ્ય સ્કિન-પ્રિપેરેશન છે.
ગરબા દરમ્યાન મેલ્ટ થતા મેકઅપને કેવી રીતે અટકાવવો?
આઇસ ફેશ્યલ : સુતરાઉ કાપડમાં વીંટેલો બરફનો ટુકડો લો અને એનાથી મેકઅપ શરૂ કરતાં પહેલાં ચહેરા પર પાંચથી ૧૦ મિનિટ સુધી મસાજ કરો. આ આઇસ ફેશ્યલથી ત્વચાનાં પોર્સ થોડા સમય પૂરતાં સંકોચાઈ જાય છે, ત્વચાનું તાપમાન ઘટે છે અને પરસેવો ઓછો થાય છે.
સિલિકૉન-બેઝ્ડ પ્રાઇમર
ગરબા રમવા જતાં પહેલાં ઑઇલ-બેઝ્ડ પ્રોડક્ટ્સને બદલે વૉટર-બેઝ્ડ અથવા સિલિકૉન-બેઝ્ડ પ્રાઇમર પસંદ કરવું વધુ હિતાવહ છે. સિલિકૉન પ્રાઇમર ત્વચા અને મેકઅપ વચ્ચે બૅરિયર બનાવે છે, જે અંદરના પરસેવાને મેકઅપ સાથે મિક્સ થવા દેતું નથી.
બેકિંગ ટેક્નિક : તમે જ્યારે કન્સીલર કે ફાઉન્ડેશન લગાવો છો તો એ પછી ટ્રાન્સલ્યુશન પાઉડરથી બેક કરવું વધુ જરૂરી છે. બેક કરવું એટલે પાઉડર લગાવીને બે મિનિટ રહેવા દો અને પછી ચહેરા પર વધારાનો પાઉડર કાઢવા માટે બ્રશ ફેરવી લો. આ પાઉડર ત્વચાના વધારાના ભેજને શોષી લે છે. પાઉડર પફ વડે ટ્રાન્સલ્યુશન પાઉડરને ચહેરાના T-ઝોન પર દબાવીને સેટ કરવાથી બેઝ લૉક થઈ જાય છે.
વૉટરપ્રૂફ પ્રોડક્ટ્સનો ઉપયોગ : આઇલાઇનર, મસ્કરા અને લિપસ્ટિક હંમેશાં વૉટરપ્રૂફ અને સ્મજપ્રૂફ ફૉર્મ્યુલેશન ધરાવતાં હોવાં જોઈએ. જેલ-બેઝ્ડ આઇલાઇનર અને મેટ લિક્વિડ લિપસ્ટિક પરસેવાથી ખરાબ થતાં નથી.
સેટિંગ સ્પ્રે : મેકઅપના દરેક લેયર બાદ અને ફાઇનલ લુક પછી મેકઅપ સેટિંગ સ્પ્રેનો ઉપયોગ કરવો જોઈએ. સેટિંગ સ્પ્રે મેકઅપનાં તમામ કેમિકલ લેયર્સને એકસાથે બાઇન્ડ કરે છે અને એક વૉટર-રેઝિસ્ટન્ટ સ્તર પૂરું પાડે છે.

ઘરે ગયા પછી આફ્ટર કૅર પણ જરૂરી
 વૉટરપ્રૂફ મેકઅપ અને લૉન્ગ-લાસ્ટિંગ ફાઉન્ડેશન પાણીથી સાફ થતાં નથી કારણ કે એ ઑઇલ-રેઝિસ્ટન્ટ હોય છે. ગરબા રમીને ઘરે આવો ત્યારે ત્વચા પર કન્જેશન અટકાવવા માટે ક્લેન્સિંગ બામ, ફેસ ઑઇલ અથવા ડ્યુઅલ-ફેઝ મિસેલર વૉટરનો ઉપયોગ કરો. કૉટન પૅડ પર પ્રોડક્ટ લઈને ચહેરા પર હળવા હાથે ફેરવવાથી વૉટરપ્રૂફ પ્રોડક્ટ્સ ઓગળીને અલગ થઈ જાય છે.
 પછી ત્વચા પર રહેલા ઑઇલ અને મેકઅપના અવશેષોને સંપૂર્ણપણે દૂર કરવા માટે હાઇડ્રેટિંગ અથવા જેન્ટલ ફોમિંગ ક્લેન્ઝરથી ચહેરો ધુઓ. આ સ્ટેપ ત્વચાની અંદરથી સફાઈ કરે છે અને પોર્સને શ્વાસ લેવા માટે ખુલ્લાં કરે છે.
 આઇલાઇનર અને મસ્કરા ખેંચીને કાઢવાને બદલે કૉટન પૅડ પર ક્લેન્ઝર મૂકીને આંખો પર ૧૦ સેકન્ડ માટે હળવું દબાણ આપવું. પ્રોડક્ટ ઓગળ્યા બાદ એને ધીમેથી નીચે તરફ સાફ કરવું, જેથી પાંપણના વાળ ન તૂટે અને આંખની આસપાસની નાજુક ત્વચા સુરક્ષિત રહે.
 જો ત્વચા પર ખૂબ ભારે લેયર્સ હોય તો અઠવાડિયામાં એક વાર હળવા સેલિસિલિક ઍસિડ અથવા લૅક્ટિક ઍસિડયુક્ત જેન્ટલ એક્સફોલિએટરનો ઉપયોગ કરી શકાય, જે ડેડ સ્કિન સેલ્સ અને અંદર જામેલી ગંદકી સાફ કરે છે.
 મેકઅપ રિમૂવલ પ્રક્રિયા પછી ત્વચાનું નૅચરલ મૉઇશ્ચર બૅલૅન્સ ખોરવાય છે. ત્વચાને રિપેર કરવા માટે સિરામાઇડ, હાયલુરોનિક ઍસિડ અથવા ઍલોવૅરાયુક્ત મૉઇશ્ચરાઇઝર અથવા નાઇટ ક્રીમ લગાવવી અનિવાર્ય છે, જે સ્કિન-બૅરિયરને મજબૂત કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2026 05:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK