Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > હવે ડાઇનિંગ ટેબલ સાથે બધી ચૅર એકસરખી હોવી જરૂરી નથી

હવે ડાઇનિંગ ટેબલ સાથે બધી ચૅર એકસરખી હોવી જરૂરી નથી

Published : 21 August, 2026 04:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડાઇનિંગ ટેબલ સાથે એકસરખી ચૅર ગોઠવવાનો ટ્રેન્ડ હવે બદલાઈ રહ્યો છે. અલગ રંગ, ડિઝાઇન અને મટીરિયલની ચૅરને એકસાથે ગોઠવીને ડાઇનિંગ એરિયાને વધુ પર્સનલ અને સ્ટાઇલિશ લુક આપી શકાય છે. જોકે મિક્સ ઍન્ડ મૅચમાં પણ બૅલૅન્સ જરૂરી છે

હવે ડાઇનિંગ ટેબલ સાથે બધી ચૅર એકસરખી હોવી જરૂરી નથી

હવે ડાઇનિંગ ટેબલ સાથે બધી ચૅર એકસરખી હોવી જરૂરી નથી


ડાઇનિંગ ટેબલ સાથે એકસરખી ચૅરનો સેટ એટલે પર્ફેક્ટ ડાઇનિંગ એરિયા એ વિચાર હવે થોડો જૂનો થઈ રહ્યો છે. હોમ ડેકોરમાં આજકાલ મિક્સ ઍન્ડ મૅચ ડાઇનિંગ-ચૅરનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એમાં એક જ ટેબલની આસપાસ અલગ ડિઝાઇન, રંગ, મટીરિયલ અને આકારની ચૅરને એકસાથે ગોઠવવામાં આવે છે. આ રીતે ડાઇનિંગ એરિયા વધારે પર્સનલ, સ્ટાઇલિશ અને થોડો કૅઝ્યુઅલ લુક આપે છે. આ ટ્રેન્ડનો અર્થ એ નથી કે ટેબલની આસપાસ રાખવામાં આવેલી દરેક ચૅર એકબીજાથી સંપૂર્ણપણે અલગ હોવી જોઈએ. અલગ ચૅરને એક જ રંગ, મટીરિયલ કે ડિઝાઇન એલિમેન્ટથી જોડવામાં આવે તો જ આખી ગોઠવણી બૅલૅન્સ્ડ અને સુંદર લાગે છે.
એકસરખા સેટથી થોડું અલગ
પરંપરાગત રીતે ડાઇનિંગ ટેબલ ખરીદતી વખતે ટેબલ સાથે મૅચ થતી ચૅરનો સેટ પસંદ કરવામાં આવતો હતો, પરંતુ મિક્સ ઍન્ડ મૅચ ટ્રેન્ડમાં આ એકસરખાપણું થોડું ઓછું કરીને ડાઇનિંગ એરિયામાં વ્યક્તિગત ટચ ઉમેરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, લાકડાના ટેબલ સાથે ૪ સરખી ચૅર રાખવાને બદલે બે લાકડાની ચૅર અને બે ગાદીવાળી ચૅર પસંદ કરી શકાય. ચૅરની ડિઝાઇન અલગ હોવા છતાં જો એમાં કોઈ એક સામાન્ય તત્ત્વ હોય તો આખી ગોઠવણી એકસૂત્રમાં દેખાય છે.
રંગથી કરો શરૂઆત
મિક્સ ઍન્ડ મૅચ અજમાવવાની સૌથી સરળ રીત છે ચૅરના રંગ સાથે થોડો પ્રયોગ. જો ડાઇનિંગ ટેબલ બ્રાઉન, બેજ કે અન્ય ન્યુટ્રલ રંગમાં હોય તો એક-બે ચૅરમાં ગ્રીન, બ્લુ, મસ્ટર્ડ કે અન્ય પસંદગીનો રંગ ઉમેરી શકાય. બધી ચૅર અલગ રંગની રાખવાની જરૂર નથી. બે ચૅર એક જ રંગની અને બાકીની ન્યુટ્રલ રાખવાથી પણ ડાઇનિંગ એરિયામાં સરસ કૉન્ટ્રાસ્ટ ઊભો થાય છે.
અલગ ચૅર, પણ એક કૉમન લિન્ક
અલગ ડિઝાઇનની ચૅર પસંદ કરતી વખતે એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે એમની વચ્ચે કોઈ એક કડી હોવી જોઈએ. આ કડી રંગ, મટીરિયલ, શેપ અથવા ગાદીના કાપડની હોઈ શકે છે. ધારો કે ચૅરની ડિઝાઇન અલગ છે, પરંતુ દરેકમાં લાકડાનો સમાન ટોન છે. તો એ બધી ચૅર એકબીજા સાથે જોડાયેલી લાગે છે. આ નાની વાત જ મિક્સ ઍન્ડ મૅચ લુકને ગોઠવાયેલો રાખે છે.
ટેબલના છેડે અલગ ચૅર
જો આખા ડાઇનિંગ સેટ સાથે પ્રયોગ કરવાની હિંમત ન હોય તો નાની શરૂઆત કરી શકાય. ટેબલના બન્ને છેડે આવેલી ચૅરને થોડી અલગ રાખો અને બાકીની ચૅર એકસરખી રાખો. ઉદાહરણ તરીકે, સામાન્ય ચૅરની જગ્યાએ બન્ને છેડે થોડી મોટી અથવા અલગ રંગની ચૅર રાખી શકાય. આ રીતે ડાઇનિંગ એરિયામાં સ્ટાઇલિશ ફેરફાર પણ આવશે અને લુક બહુ વધારે બદલાયેલો પણ નહીં લાગે.
બેન્ચ સાથે નવો લુક
ડાઇનિંગ ટેબલની એક બાજુ ચૅરની જગ્યાએ બેન્ચ રાખવી પણ આ ટ્રેન્ડનો સારો વિકલ્પ છે. બીજી બાજુ બે કે ત્રણ ચૅર રાખી શકાય. ખાસ કરીને નાનાં ઘરોમાં આ ગોઠવણી ઉપયોગી બની શકે છે. બેન્ચ પર જરૂરિયાત પ્રમાણે વધુ લોકોને બેસવાની જગ્યા થઈ શકે છે અને ટેબલની નીચે સરકાવી દો તો જગ્યા પણ બચાવે છે.
મિક્સ ઍન્ડ મૅચ એટલે અસ્તવ્યસ્ત નહીં
અલગ-અલગ ચૅર ભેગી કરવાથી મિક્સ ઍન્ડ મૅચ લુક બનતો નથી. જો દરેક ચૅરનો રંગ, ડિઝાઇન અને મટીરિયલ એકબીજાથી સાવ અલગ હોય તો ડાઇનિંગ એરિયા અસ્તવ્યસ્ત લાગી શકે છે. એટલે એક કૉમન એલિમેન્ટ નક્કી કરો અને એની આસપાસ પ્રયોગ કરો. એક જ રંગ, સમાન મટીરિયલ અથવા એકસરખી ડિઝાઇન ડીટેલ આખી ગોઠવણીને જોડીને રાખી શકે છે.
મિક્સ ઍન્ડ મૅચ ડાઇનિંગનો સાર એ જ છે કે હવે ડાઇનિંગ ટેબલની આસપાસ પર્ફેક્ટ મૅચિંગ કરતાં પર્સનલ સ્ટાઇલને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. થોડો કૉન્ટ્રાસ્ટ, થોડું વૈવિધ્ય અને યોગ્ય બૅલૅન્સ સાથે સામાન્ય ડાઇનિંગ એરિયાને પણ વધુ સ્ટાઇલિશ અને વ્યક્તિત્વસભર બનાવી શકાય છે.


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2026 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK