Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > NRI ગ્રાહકના લૉકરમાંથી ૮૨ લાખના સોનાની ઉચાપત

NRI ગ્રાહકના લૉકરમાંથી ૮૨ લાખના સોનાની ઉચાપત

Published : 21 August, 2026 07:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાંદિવલીની પ્રાઇવેટ બૅન્કમાં ગોલમાલ, ૪ દિવસમાં પોલીસે કેસ ઉકેલ્યો : બૅન્કના ડેપ્યુટી મૅનેજરે જ કરી તફડંચી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કાંદિવલીની એક પ્રાઇવેટ બૅન્કના ડેપ્યુટી બ્રાન્ચ-મૅનેજર કુલદીપ સાહનીની નૉન-રેસિડન્ટ ઇન્ડિયન (NRI) ગ્રાહકના બૅન્ક-લૉકરમાંથી આશરે ૮૨ લાખ રૂપિયાની કિંમતનાં ૬૧૦ ગ્રામ સોનાનાં ઘરેણાંની ઉચાપત કરવાના ગુનામાં પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધીને ધરપકડ કરી છે.

દુબઈમાં સ્થાયી થયેલા ૭૨ વર્ષના વૃદ્ધ ગ્રાહકે ૨૦૨૪ના માર્ચમાં પોતાના કાંદિવલીની બૅન્કના લૉકરમાં દાગીના મૂક્યા હતા. તાજેતરમાં તેઓ બૅન્કમાં લૉકર તપાસવા ગયા ત્યારે દાગીના ગાયબ જણાયા હતા. આ વિશે બૅન્કના અધિકારીઓ પાસેથી યોગ્ય જવાબ ન મળતાં આખરે ૧૨ ઑગસ્ટે પોલીસ-ફરિયાદ નોંધાવવામાં આવી હતી.



ઘટના જૂની હોવાથી ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ મળવામાં મુશ્કેલી પડી હતી, પરંતુ તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે ફરિયાદીને લૉકરની ફાળવણી ડેપ્યુટી મૅનેજર જ કરી હતી. પોલીસે ડેપ્યુટી મૅનેજરના બૅન્ક-ખાતાની તપાસ કરતાં ૯ કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા. એમાંના મોટા ભાગના વ્યવહારો ગોલ્ડ લોન આપતી ફાઇનૅન્સ કંપનીઓ સાથે થયેલા હતા. પોલીસે એ કંપનીઓ પાસેથી ગિરવી મુકાયેલા દાગીનાના ફોટોગ્રાફ્સ મેળવીને ફરિયાદીનાં ઘરેણાં ઓળખી કાઢ્યાં હતાં અને મુદ્દામાલ રિકવર કરીને ફરિયાદના ૪ દિવસમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2026 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK