Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ન્યુ યરની પાર્ટીમાં ટ્રાય કરો બ્યુટિફુલ બ્લૅક

ન્યુ યરની પાર્ટીમાં ટ્રાય કરો બ્યુટિફુલ બ્લૅક

Published : 31 December, 2025 01:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગ્લૅમર, મ્યુઝિક અને બ્લૅક આઉટફિટનો પર્ફેક્ટ કૉમ્બો ન્યુ યરમાં તો દેખાય જ છે. ત્યારે આ ક્લાસિક હાઇ ફૅશન જે ક્યારેય ફેલ નથી જતી એને આ વખતે થોડા અલગ અંદાજમાં સ્ટાઇલ કરવાની ઇચ્છા હોય તો આ લેખ તમારા માટે જ છે

પાર્ટી અટેન્ડ કરતા લોકો બ્લૅક કલરની થીમને ફૉલો કરતા હોય છે

પાર્ટી અટેન્ડ કરતા લોકો બ્લૅક કલરની થીમને ફૉલો કરતા હોય છે


ન્યુ યરની પાર્ટીમાં કોઈ થીમ રાખો કે ન રાખો, પાર્ટી અટેન્ડ કરતા લોકો બ્લૅક કલરની થીમને ફૉલો કરતા હોય છે. બ્લૅક કલર ફૅશનની દુનિયામાં અલ્ટિમેટ ક્લાસિક ગણાય છે ત્યારે ન્યુ યર પાર્ટીમાં બ્લૅક કલર જ શા માટે પહેરાય છે એ ખબર છે? વર્ષોથી ચાલતા આવતા આ ટ્રેન્ડને આજે ડીકોડ કરીએ.

ન્યુ યરની બ્લૅક કલર થિયરી



બ્લૅક રંગ એવો રંગ છે જે દરેક બૉડી-ટાઇપ અને સ્કિન-ટોન પર સૂટ થઈ જાય છે. એના કલરથી સ્લિમિંગ ઇફેક્ટ આવે છે. એટલે કે પહેરનારને પાતળા અને ઊંચા દેખાડવામાં મદદ કરે છે. રાતના સમયે કાળો રંગ વધુ હાઇલાઇટ થાય છે. એની સાથે ઑક્સિડાઇઝ્ડ, ગોલ્ડન, રોઝ ગોલ્ડ, ડાયમન્ડ અથવા કોઈ પણ કલરની જ્વેલરી અને ઍક્સેસરી મૅચ થઈ જતી હોય છે. જ્યારે તમને કંઈ ન સમજાય કે શું પહેરવું જોઈએ એ સમયે બ્લૅક કલર હંમેશાં સેફ અને સ્ટાઇલિશ ચૉઇસ છે. જો તમે બ્લૅક કલરના ફૅન છો અને પાર્ટીમાં બ્લૅક જ પહેરવું છે તો બૉલીવુડની આ અભિનેત્રીઓએ બ્લૅક કલરને અલગ-અલગ સ્ટાઇલમાં પહેરીને કઈ રીતે એને આઇકૉનિક બનાવ્યો છે એની સ્ટાઇલ ગાઇડને અનુસરી લેજો.


ઇન્ટરનૅશનલ ગ્લૅમ

અભિનેત્રી પ્રિયંકા ચોપડા બ્લૅક કલરને બહુ બોલ્ડ રીતે સ્ટાઇલ કરતી હોય છે. તેની સ્ટાઇલમાં ઇન્ટરનૅશનલ લેવલનું ગ્લૅમ ઝળકતું હોય છે. તેની પાસેથી તમે બ્લૅક લિટલ ડ્રેસ અથવા હાઇ સ્લિટ બ્લૅક ગાઉનની પ્રેરણા લઈ શકો. જો તમે પાર્ટીમાં કંઈક હટકે કરવા માગતા હો તો પ્રિયંકાની જેમ બ્લૅક આઉટફિટ સાથે ડાર્ક પ્લમ અથવા બર્ગન્ડી લિપસ્ટિક લગાવો અને ફુટવેઅરમાં હાઈ હીલ્સ પહેરો.


એક્સપરિમેન્ટલ ફૅશન

સોનમ કપૂર હંમેશાં તેની ફૅશન સાથે અવનવા પ્રયોગો કરતી હોય છે. તેની પાસેથી તમે બ્લૅક ઓવરડ્રેસ્ડ અથવા બોલ્ડ નેકલાઇનવાળા બ્લૅક આઉટફિટની પ્રેરણા લઈ શકો છો. સોનમની જેમ બ્લૅક ડ્રેસ સાથે વિન્ટેજ ગોલ્ડન જ્વેલરી અથવા મોટો સ્ટેટમેન્ટ નેકલેસ પહેરીને તમારી ફૅશનને લાઉડ દેખાડી શકો છો.

બોલ્ડ અને કમ્ફર્ટેબલ

ક્રિતી સૅનન ઘણી વાર બ્લૅક લેધર ડ્રેસ અથવા સૂટમાં જોવા મળે છે. બ્લૅક કલરમાં તેનો લુક પણ હંમેશાં બોલ્ડ અને સ્ટ્રૉન્ગ હોય છે. જો તમારે ન્યુ યર પાર્ટીમાં ડાન્સ કરવો હોય અને સાથે કમ્ફર્ટેબલ પણ રહેવું હોય તો ક્રિતીની જેમ બ્લૅક હાઇ-વેસ્ટેડ પૅન્ટ સાથે બ્લૅક ક્રૉપ ટૉપ અને બ્લેઝર ટ્રાય કરી શકાય.

ક્યુટ અને સ્ટાઇલિશ

પાર્ટીમાં કયુટ દેખાવું હોય અને સૉફ્ટ ફૅશનને અપનાવવી હોય તો એ શ્રદ્ધા કપૂર પાસેથી શીખો. બ્લૅક શિમરી શૉર્ટ્સ હોય કે બ્લૅક મિની સ્કર્ટ હોય તે બ્લૅક કલરને બહુ સહજતાથી સ્ટાઇલ કરે છે. જો તમારે ન્યુ યર પાર્ટીમાં ડાન્સ કરવો હોય અને લુક થોડો પ્લેફુલ રાખવો હોય તો બ્લૅક વેલ્વેટ ડ્રેસ પહેરો અને સાથે હાઇ પોનીટેલ રાખજો, બહુ સુંદર લાગશે.

મિનિમલિસ્ટ અને પાવરફુલ

અનુષ્કા શર્મા ઘણી વાર શાર્પ કટ ધરાવતાં બ્લૅક પૅન્ટ સૂટ અને બ્લૅક મેક્સી ડ્રેસમાં જોવા મળે છે. જો તમને મિનિમલ ફૅશન જોઈતી હોય તો અનુષ્કાની જેમ ઑલ બ્લૅક પૅન્ટ સૂટ પહેરો. તેની સાથે ડાયમન્ડ સ્ટડ્સ અને ખુલ્લા વાળ રાખો. એકદમ ક્લાસી અને પાવરફુલ લુક આપશે. પાર્ટીમાં જતી વખતે બ્લૅક લાઇનરની બદલે સિલ્વર લાઇનર અથવા ગ્લિટર આઇશૅડો અપ્લાય કરશો તો એ તમારા લુકમાં યુનિકનેસ લાવશે.

આ ચીજો પણ ધ્યાનમાં રાખો

માત્ર પ્લેન કાળું કપડું પહેરવાને બદલે અલગ-અલગ મટીરિયલ મિક્સ કરો. એક બ્લૅક સૅટિન સ્લિપ ડ્રેસ પહેરો અને એની ઉપર ઓવરસાઇઝ્ડ બ્લૅક સિક્વન્ડ બ્લેઝર સ્ટાઇલ કરો. સૅટિનની નરમાશ અને સિક્વન્સની ચમક રાત્રિની લાઇટ્સમાં તમારા લુકને હાઇલાઇટ કરશે.

જો આખો ડ્રેસ કાળો હોય તો હીલ્સ પણ બ્લૅક પહેરી શકાય પણ એમાં સ્ટ્રૅપ્સ પર ડાયમન્ડ અથવા મોતીનું કામ હોવું જોઈએ. જો તમે ડાન્સ કરવાની ઇચ્છા હોય તો બ્લૅક પ્લૅટફૉર્મ શૂઝ તમારા લુકને કૉમ્પ્લીમેન્ટ આપશે.

જ્વેલરીમાં તમે કાનમાં મોટા ગોલ્ડન ચંકી હૂપ્સ અથવા લાંબાં ડ્રૉપ ઇઅરરિંગ્સ પહેરો. હાથમાં સ્ટેટમેન્ટ ગોલ્ડન ઘડિયાળ અથવા જાડું બ્રેસલેટ સ્ટાઇલ કરો.

બ્લૅક ડ્રેસ સાથે મેકઅપમાં પ્રયોગ કરવાની પૂરી આઝાદી મળે છે. ક્લાસિક વિન્ગ્ડ આઇલાઇનર સાથે શિમરી આઇશૅડો લગાવો. હોઠ માટે બોલ્ડ રેડ લિપસ્ટિક અથવા ચૉકલેટ બ્રાઉન ગ્લૉસ પસંદ કરો. બૉડી પર થોડું હાઇલાઇટર લગાવો જેથી તમારા ખભા અને કૉલર બોન ચમકે.

જો ડ્રેસનું ગળું આકર્ષક હોય તો સ્લિક પોનીટેલ રાખો. જો તમે લુકને સૉફ્ટ રાખવા માગતા હો તો સૉફ્ટ બીચ વેવ્ઝ પણ સારો ઑપ્શન છે.

ઍક્સેસરીઝમાં તમે મેટાલિક ક્લચ બૅગ અથવા ટૅસલ્સવાળી મિની બૅગ સાથે સ્ટાઇલ કરી શકો.

Whatsapp-channel Whatsapp-channel

31 December, 2025 01:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK