Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > દિવાળીના ડેકોરેશનમાં છવાયો પાઇપ ક્લીનરનો ટ્રેન્ડ: હૅન્ડમેડ વસ્તુઓથી ઘરને આપો પ્રીમિયમ લુક

દિવાળીના ડેકોરેશનમાં છવાયો પાઇપ ક્લીનરનો ટ્રેન્ડ: હૅન્ડમેડ વસ્તુઓથી ઘરને આપો પ્રીમિયમ લુક

Published : 04 November, 2026 12:21 PM | Modified : 04 November, 2026 01:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વખતે સૌથી યુનિક અને ટ્રેન્ડી દિવાળી ડેકોર આઇટમ્સ જો કોઈ હોય તો એ છે પાઇપ ક્લીનર મટીરિયલમાંથી બનેલાં કંદીલ, કૅન્ડલ-હોલ્ડર, તોરણ અને વૉલ-હૅન્ગિંગ્સ જેવી અઢળક આઇટમ્સ. ઘરને જાતે બનાવેલી ક્રીએટિવ ચીજોથી એસ્થેટિક લુક.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આ વખતે સૌથી યુનિક અને ટ્રેન્ડી દિવાળી ડેકોર આઇટમ્સ જો કોઈ હોય તો એ છે પાઇપ ક્લીનર મટીરિયલમાંથી બનેલાં કંદીલ, કૅન્ડલ-હોલ્ડર, તોરણ અને વૉલ-હૅન્ગિંગ્સ જેવી અઢળક આઇટમ્સ. ઘરને જાતે બનાવેલી ક્રીએટિવ ચીજોથી એસ્થેટિક લુક આપવા માગતા હો તો આ લેખ તમારા માટે જ છે

દર વર્ષે ટ્રેડિશનલ તોરણ, રંગોળી અને દીવાઓની સાથે હવે હૅન્ડમેડ ડેકોરેશનનો ક્રેઝ પણ વધી રહ્યો છે. ખાસ કરીને સોશ્યલ મીડિયા પર લોકપ્રિય બનેલું પાઇપ ક્લીનર મટીરિયલ આ વખતે દિવાળીની સજાવટમાં નવો ટ્રેન્ડ બની રહ્યું છે. સામાન્ય રીતે બાળકોની ક્રાફ્ટ ઍક્ટિવિટી માટે વપરાતું આ રંગબેરંગી અને નરમ મટીરિયલ હવે ક્રાફ્ટ આર્ટિસ્ટ્સ અને હોમ ડેકોરેશનના શોખીનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એની મદદથી સુંદર ફૂલો, કંદીલ, તોરણ, વૉલ-હૅન્ગિંગ્સ સહિત અનેક ડેકોરેશન પીસ તૈયાર કરી શકાય છે.



અનલિમિટેડ ક્રીએટિવિટી


પાઇપ ક્લીનર એક પ્રકારનો ફ્લેક્સિબલ વાયર હોય છે જેના પર નરમ અને ફ્લફી ફાઇબરનું આવરણ હોય છે. એને સરળતાથી ફોલ્ડ શકાય છે અને મનપસંદ આકાર આપી શકાય છે. બજારમાં એ પેસ્ટલ, બ્રાઇટ અને મેટાલિક જેવા વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે. વજનમાં હલકો હોવાથી એમાંથી નાનીથી લઈને મોટી ડેકોરેશન આઇટમ્સ બનાવી શકાય છે. પ્લાસ્ટિક અને મેટલની તૈયાર સજાવટની વસ્તુઓ કરતાં એની ખાસિયત એ છે કે એમાં પોતાની પસંદગી મુજબ રંગ, ડિઝાઇન અને પૅટર્ન સાથે પ્રયોગ કરી શકાય છે.

કંદીલ અને તોરણને આપો નવો અંદાજ


દિવાળીમાં દરવાજા પર તોરણ અને ઘરમાં કંદીલનું વિશેષ મહત્ત્વ હોય છે. આ વખતે પરંપરાગત ડિઝાઇનની જગ્યાએ પાઇપ ક્લીનરથી તૈયાર કરેલાં ફ્લોરલ અને જિયોમેટ્રિક પૅટર્નવાળાં કંદીલ અને તોરણ માર્કેટમાં મળે છે. ખાસ કરીને આમાં લોટસ ડિઝાઇનની પૅટર્નને બહુ પસંદ કરવામાં આવી રહી છે. રંગબેરંગી ફૂલો, પાંદડાં અને મોતીની મદદથી તૈયાર થયેલી આ સજાવટ ઘરને મૉડર્ન અને યુનિક લુક આપે છે.

વૉલ-હૅન્ગિંગ્સથી દીવાલોને આપો આર્ટિસ્ટિક ટચ

ઘરની ખાલી દીવાલોને સજાવવા માટે પાઇપ ક્લીનરનાં ફ્લાવર વૉલ-હૅન્ગિંગ્સ, મંડલા પૅટર્ન અને ફેસ્ટિવ કોટ્સવાળી ડિઝાઇન સારો વિકલ્પ બની શકે છે. ખાસ કરીને પેસ્ટલ કલરનાં ફૂલો અને મિનિમલ ડિઝાઇન ઘરના ઇન્ટીરિયરને એલિગન્ટ લુક આપે છે. લિવિંગરૂમ, બેડરૂમ કે એન્ટ્રન્સ એરિયામાં આવી હૅન્ડમેડ સજાવટ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.

ફ્લાવર બુકે અને વાઝ ડેકોરેશન

તાજાં ફૂલોની સુંદરતા થોડા દિવસોમાં ઓછી થઈ જાય છે, પરંતુ પાઇપ ક્લીનરથી બનાવેલાં ફૂલો લાંબા સમય સુધી સજાવટમાં ઉપયોગી રહી શકે છે. ગુલાબ, મૅરિગોલ્ડ અને ક્રિસેન્થેમમ જેવાં ફૂલોની ડિઝાઇન તૈયાર કરીને સુંદર બુકે બનાવી શકાય છે. એને સિરૅમિક, ગ્લાસ કે હૅન્ડમેડ વાઝમાં ગોઠવીને ડાઇનિંગ ટેબલ, સાઇડ ટેબલ અથવા એન્ટ્રન્સ પર મૂકી શકાય છે.

ઘરે જ બનાવો યુનિક ડેકોરેશન પીસ

પાઇપ ક્લીનર ક્રાફ્ટની ખાસિયત એ છે કે એને બનાવવા માટે ખૂબ મોંઘાં સાધનોની જરૂર પડતી નથી. જુદા-જુદા રંગનાં પાઇપ ક્લીનર, કાતર, ગ્લુ અને જરૂરિયાત મુજબ મેટલ રિંગ કે કાર્ડબોર્ડ બેઝની મદદથી ક્રીએટિવ ડેકોરેશન તૈયાર કરી શકાય છે. ફ્લાવર બનાવવા માટે પાઇપ ક્લીનરને નાના ભાગમાં કાપીને પાંખડીઓનો આકાર આપી શકાય છે. ત્યાર બાદ એને વાયર અથવા ગ્લુની મદદથી જોડીને ફૂલ તૈયાર કરી શકાય છે. આ જ રીતે અનેક ફૂલો અને પાંદડાંને ગોઠવીને તોરણ કે વૉલ હૅન્ગિંગ્સ બનાવી શકાય છે. આ મટીરિયલ જ્વલનશીલ હોઈ શકે છે. તેથી એને દીવા, મીણબત્તી અને અન્ય ખુલ્લી જ્યોતથી દૂર રાખવું જરૂરી છે. આ દિવાળીએ જો તમે પરંપરાગત સજાવટમાં થોડો મૉડર્ન અને આર્ટિસ્ટિક ટચ ઉમેરવા ઇચ્છતા હો તો પાઇપ ક્લીનર ડેકોરેશન એક રસપ્રદ વિકલ્પ બની શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

04 November, 2026 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK