Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > પાર્લર જેવા ગ્લો માટે સ્માર્ટ ફેશ્યલ ક્લેન્ઝિંગ બ્રશ

પાર્લર જેવા ગ્લો માટે સ્માર્ટ ફેશ્યલ ક્લેન્ઝિંગ બ્રશ

Published : 29 May, 2026 12:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્કિનકૅર માત્ર સાબુ અને ફેસવૉશ સુધી સીમિત હતી, પરંતુ હવે બ્યુટી વર્લ્ડમાં સ્માર્ટ ગૅજેટ્સનું પ્રભુત્વ વધી રહ્યું છે. આજકાલ લોકો ઘેરબેઠાં જ પ્રોફેશનલ જેવી સ્કિનકૅર મેળવવા માગે છે અને એ જ કારણ છે કે સ્માર્ટ ફેશ્યલ ક્લેન્ઝિંગ બ્રશ લોકપ્રિય બની રહ્યાં છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સ્કિનકૅરની દુનિયામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ટેક્નૉલૉજીનો ઉપયોગ ઝડપથી વધ્યો છે. લોકો હવે માત્ર ફેસવૉશ અને ક્રીમ સુધી સીમિત નથી રહ્યા, પરંતુ ઘેરબેઠાં પાર્લર જેવી સ્કિનકૅર મેળવવા માટે વિવિધ બ્યુટી ગૅજેટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. એમાંનું જ એક ટ્રેન્ડી અને લોકપ્રિય ગૅજેટ છે સ્માર્ટ ફેશ્યલ ક્લેન્ઝિંગ બ્રશ. સોશ્યલ મીડિયા, સ્કિનકૅર ઇન્ફ્લુએન્સર્સ અને બ્યુટી બ્લૉગર્સને કારણે આ ડિવાઇસ આજે ખાસ કરીને યુવાનોમાં ખૂબ લોકપ્રિય બન્યું છે.

સ્માર્ટ ફેશ્યલ ક્લેન્ઝિંગ બ્રશ એક ઇલેક્ટ્રૉનિક સ્કિનકૅર ટૂલ છે જે ચહેરાને ડીપ ક્લીન કરવામાં મદદ કરે છે. સામાન્ય રીતે એ સિલિકૉન અથવા સૉફ્ટ બ્રિસલ્સથી બનેલું હોય છે અને એમાં સોનિક વાઇબ્રેશન અથવા માઇક્રો પલ્સેશન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાઇબ્રેશન્સ સ્કિન પર જમા થયેલી ધૂળ, ઑઇલ, મેકઅપ અને ડેડ સ્કિન સેલ્સ દૂર કરવામાં મદદરૂપ બને છે.
ઘણા લોકો માને છે કે માત્ર હાથ ફેરવીને ચહેરો ધોવાથી સ્કિન સંપૂર્ણ રીતે સાફ થતી નથી. ખાસ કરીને પૉલ્યુશન, સનસ્ક્રીન અને મેકઅપને કારણે પૉર્સમાં ગંદકી જમા થઈ જાય છે. સ્માર્ટ ક્લેન્ઝિંગ બ્રશ આ ડીપ ક્લેન્ઝિંગ પ્રોસેસને વધુ અસરકારક બનાવે છે. કેટલાંક બ્રશમાં અલગ-અલગ ઇન્ટેન્સિટી મોડ્સ પણ હોય છે જેથી સેન્સિટિવ સ્કિન ધરાવતા લોકો પણ એનો ઉપયોગ કરી શકે.
આ બ્રશનો એક મોટો ફાયદો એ છે કે એ સ્કિનને વધુ સ્મૂધ અને ફ્રેશ ફીલ આપે છે. નિયમિત ઉપયોગથી બ્લૅકહેડ્સ અને ઍક્સેસ ઑઇલ ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. આ ઉપરાંત ડીપ ક્લેન્ઝિંગ પછી સ્કિનકૅર પ્રોડક્ટ્સનું ઍબ્સૉર્બ્શન વધુ સારું થાય છે એટલે સિરમ અથવા મૉઇશ્ચરાઇઝર વધુ અસરકારક રીતે કામ કરે છે.



સ્માર્ટ ક્લેન્ઝિંગ લગભગ તમામ


સ્કિન-ટાઇપ્સ માટે બનાવવામાં આવે છે, પરંતુ એનો ઉપયોગ સમજદારીથી કરવો જરૂરી છે. સેન્સિટિવ અથવા ઍક્ને-પ્રોન સ્કિન ધરાવતા લોકોએ સૉફ્ટ મોડમાં અને લિમિટેડ ફ્રીક્વન્સી સાથે એનો ઉપયોગ કરવો જોઈએ. વધુ પડતો ઉપયોગ સ્કિનને ડ્રાય અથવા ઇરિટેડ બનાવી શકે છે.

કઈ રીતે ઉપયોગ કરવો?


સૌથી પહેલાં તમારા ચહેરા પર થોડું પાણી છાંટીને એને ભીનો કરો. ચહેરા પર ફેસવૉશ લગાવો. હવે બ્રશને ચહેરા પર હળવા હાથથી ફેરવો. ચહેરાના અલગ-અલગ ભાગ જેમ કે ગાલ, કપાળ, નાક અને દાઢી પર બ્રશને ગોળ-ગોળ ફેરવો. દરેક ભાગ પર આશરે પંદરથી ૨૦ સેકન્ડ મસાજ કરો. આખા ચહેરા માટે એકથી બે મિનિટનો સમય પૂરતો છે. મસાજ પૂરો થયા પછી ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને સૉફ્ટ ટુવાલથી લૂછી લો. ત્યાર બાદ તમારું મનપસંદ ટોનર, સિરમ કે મૉઇશ્ચરાઇઝર ક્રીમ લગાવો.

Whatsapp-channel Whatsapp-channel

29 May, 2026 12:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK