મિશ્રણને બ્રેડની એક બાજુ પાથરી દેવું. તવા પર થોડું ઘી લગાવી બ્રેડની મિશ્રણવાળી બાજુને શેકવા મૂકવી.
બાજરી બ્રેડ પીત્ઝા
સામગ્રી : એક કપ બાજરીનો લોટ, અડધો કપ દહીં, પાણી અડધો કપ, એક નાની ચમચી મીઠું, એક ચમચી લીલાં મરચાં બારીક કાપેલાં, એક નાનો ટુકડો આદું બારીક કાપેલો, એક શિમલા મરચું બારીક કાપેલું, એક ગાજર બારીક કાપેલું, એક ટમેટું બારીક કાપેલું, અડધો કપ કોથમીર સમારેલી, અડધી ચમચી ખાવાનો સોડા અથવા ઈનો, ચાર બ્રેડ, ઘી શેકવા માટે.
રીત : એક વાસણમાં બાજરીનો લોટ લેવો. અડધો કપ દહીં નાખીને મિશ્રણ તૈયાર કરવું. પાણી થોડું નાખતા જવું અને ઘટ્ટ મિશ્રણ કરવું. એમાં મીઠું, મરચું, આદું, શિમલા મરચું, ગાજર, ટમેટાં, કોથમીર, ખાવાનો સોડા અથવા ઈનો નાખીને મિશ્રણ તૈયાર કરવું. ચાર બ્રેડ લેવી. મિશ્રણને બ્રેડની એક બાજુ પાથરી દેવું. તવા પર થોડું ઘી લગાવી બ્રેડની મિશ્રણવાળી બાજુને શેકવા મૂકવી. ગૅસ ધીમો રાખવો. બ્રેડની ઉપરની બાજુ મિશ્રણ પાથરવું. ત્રણ મિનિટ ઢાંકીને ચડવા દેવું. ઉપર થોડું ઘી લગાડવું. ત્રણ મિનિટ પછી બ્રેડને બીજી બાજુ શેકવા મૂકવી. ત્રણ મિનિટ પછી બીજી બાજુ શેકાઈ જશે. કડક શેકાશે તો સ્વાદ સારો લાગશે. બાજરો લગભગ બાળકો નથી ખાતાં હોતાં. આવી રીતે બનાવવાથી ખૂબ ભાવશે.
ADVERTISEMENT
-હિના ઓઝા
