ચમકીલા ગ્લૉસી લિપ્સને બદલે હવે હાલો લિપ્સ એટલે કે કુદરતી રીતે જ નૅચરલ દેખાય એવી રીતે હોઠને લિપસ્ટિક લગાડવાની પરંપરા પૉપ્યુલર છે
હાલો લિપ્સ
૨૦૨૬માં ગ્લૉસી લિપ્સ`ની જગ્યાએ હવે ‘હાલો લિપ્સ’ ટ્રેન્ડ વાઇરલ થઈ રહ્યો છે. આ સ્ટાઇલની ખાસિયત એ છે કે એમાં હોઠની કિનારીઓ પર શાર્પ લાઇનર કરવાને બદલે એને સૉફ્ટ અને સ્મજ રાખવામાં આવે છે જેથી હોઠ કુદરતી રીતે મોટા અને ભરેલા દેખાય. કુદરતી સૌંદર્યને એના મૂળ સ્વરૂપે રાખવાની બાબત આજકાલ દરેક બ્યુટી-ટ્રેન્ડમાં હાઇલાઇટ થઈ રહી છે ત્યારે હાલો લિપ્સ એમાં ઉમેરો કરે છે.
કઈ રીતે અલગ છે?
ADVERTISEMENT
આ ટેક્નિકમાં હોઠની આસપાસ ક્રીમ બ્રૉન્ઝર (એક પ્રકારનું કૉમ્પૅક્ટ પાઉડર જેવા શેડનું ક્રીમ) અથવા લાઇટ ટોનની લિપલાઇનરથી ‘શૅડો’ ઊભો કરવામાં આવે છે જે ફિલર્સ વગર પણ હોઠને પ્લમ્પ લુક આપે છે. હોઠના વચ્ચેના ભાગમાં ડાર્ક કલર લગાવી એને બહારની તરફ એવી રીતે ફેલાવવામાં આવે છે કે શાર્પ લાઇન દેખાતી નથી. આ ટ્રેન્ડ નેવુંના દશકની લિપલાઇનર ફૅશનનું આધુનિક અને વધુ નૅચરલ વર્ઝન છે.
કેવી રીતે મેળવવો આ લુક?
સૌથી પહેલાં હોઠની આઉટલાઇન પર હળવું બ્રૉન્ઝર અથવા લાઇનર લગાવો. એને બ્રશથી અંદરની તરફ બ્લેન્ડ કરો. હોઠની વચ્ચેના ભાગમાં લિપસ્ટિક લગાવી એને મિક્સ કરો. આ ટ્રેન્ડ ખાસ કરીને એવા લોકો માટે છે જેમને એફર્ટલેસ અને સૉફ્ટ મેકઅપ લુક પસંદ છે. ટૂંકમાં લિપસ્ટિક લગાડ્યા પછી પણ હોઠને નૅચરલ દેખાડવા હોય અને સાથે એને થોડાક પ્લમ્પી દેખાડવા હોય તો આ ટ્રેન્ડ ફૉલો કરવા જેવો છે.


