Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > સ્ટ્રૉબેરી વિથ કુનાફાનું કૉમ્બિનેશન કેવું રહેશે?

સ્ટ્રૉબેરી વિથ કુનાફાનું કૉમ્બિનેશન કેવું રહેશે?

Published : 21 November, 2026 02:25 PM | IST | Mumbai
Darshini Vashi

બાંદરામાં આવેલી ઝારો બેકહાઉસમાં સ્ટ્રૉબેરી પિસ્તા કુનાફા અને સ્કૂપેબલ ચીઝકેક જેવાં યુનિક ડિઝર્ટ મળે છે

રૂ. 450ટર્કિશ કૅરૅમલ ટ્રેસ લચેસ અને  રૂ, 415 સ્ટ્રૉબેરી પિસ્તા કુનાફા

રૂ. 450ટર્કિશ કૅરૅમલ ટ્રેસ લચેસ અને રૂ, 415 સ્ટ્રૉબેરી પિસ્તા કુનાફા


એક સમય હતો કે દરેક એરિયામાં જાણીતા ચાટના સ્ટૉલ્સ લાગેલા જોવા મળતા. આજે ચાટ આઇટમ્સ કરતાં વધુ બેકરી અને કૅફે જોવાં મળી રહ્યાં છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે હવે લોકો ડિઝર્ટ પ્રત્યે ખૂબ આકર્ષાઈ રહ્યાં છે. એમાં પણ દર થોડા-થોડા દિવસે નવી-નવી વરાઇટીની ડિઝર્ટ આઇટમ વાઇરલ થાય છે એટલે નવું-નવું ટ્રાય કરવાનો ક્રેઝ વધી રહ્યો છે. હવે સ્ટ્રૉબેરીની સીઝન શરૂ થઈ રહી છે એટલે એની પણ નવી-નવી ડિઝર્ટ આવશે. આવી જ એક નવી ડિઝર્ટ બાંદરામાં આવેલા ઝારો બેકહાઉસ નામના આઉટલેટમાં બનાવવામાં આવી છે. અહીં સ્ટ્રૉબેરીની સાથે કુનાફાનું કૉમ્બિનેશન કરવામાં આવ્યું છે.

સિંગલ મૉમ-કમ-બેકર એવા ઝારો બેકહાઉસનાં ફાઉન્ડર રોશની સૈયદ કહે છે, ‘મારા ઘરમાંથી કોઈ ફૂડના બિઝનેસમાં નથી. હું પહેલી છું જેણે બેકિંગ ક્ષેત્રે પ્રવેશવાનું સાહસ કર્યું છે. મેં જાતે શીખી-શીખીને આજે અલગ-અલગ જાતનાં ડિઝર્ટ બનાવ્યાં છે અને પોતાની બેકરી શરૂ કરી છે, જેમાં લેટેસ્ટ સ્ટ્રૉબેરી પિસ્તા કુનાફા છે. જે ફ્રેશ સ્ટ્રૉબેરી, કુનાફા અને ક્રીમી લેયર સાથે તૈયાર કરવામાં આવે છે. આવી જ રીતે મેં વાઇરલ ડિઝર્ટ ડિશની સાથે પણ છેડછાડ કરીને નવી ડિશ રજૂ કરી છે, જેમ કે સ્કૂપેબલ કુકીઝ. સ્કૂપેબલ કુકીઝની સાથે સ્કૂપેબલ ચીઝ કેક લઈને આવી છું જે લોકોને ખૂબ જ પસંદ પણ પડી રહી છે. આવી જ રીતે કુકી ક્રોસૉં જે કુકી અને ક્રોસૉંનું સ્વીટ ઍન્ડ ક્રન્ચી કૉમ્બિનેશન છે. ટર્કીની પ્રખ્યાત ટર્કિશ કૅરૅમલ ટ્રેસ લચેસ પણ અહીં મળે છે જે મિલ્ક સ્પૉન્જ કેક અને ટર્કિશ સ્ટાઇલનાં કૅરૅમલ ક્રીમથી બનાવવામાં આવે છે. મોટા ભાગની આઇટમ એગલેસ અને વિથ એગ એમ બન્ને ઑપ્શનમાં મળે છે. આ સિવાય અહીં કૉફી, માચા, કોલ્ડ ડ્રિન્ક્સ અને હોમમેડ કુકીઝ પણ મળે છે.’



ક્યાં મળશે ? : ઝારો બેકહાઉસ, શિવ દર્શન, ફીફ્ટીન્થ રોડ, બાંદરા-વેસ્ટ.


સમય : સવારે ૧૧થી રાત્રે ૧૨ સુધી


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2026 02:25 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK