Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી : બૉમ્બે આઇસ હલવો

આજની રેસિપી : બૉમ્બે આઇસ હલવો

Published : 03 September, 2026 05:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેંદો, દૂધ, ઘી, સાકર અને કેસરથી ઘરે બનાવો સ્વાદિષ્ટ અને નરમ મીઠાઈ. જાણો બૉમ્બે આઇસ હલવો બનાવવાની સરળ રીત અને તેને સુંદર રીતે સર્વ કરવાની ટિપ્સ.

આજની રેસિપી : બૉમ્બે આઇસ હલવો

આજની રેસિપી : બૉમ્બે આઇસ હલવો


સામગ્રી : અડધો કપ મેંદો, અડધો કપ દૂધ, અડધો કપ ઘી, એક કપ સાકર, એલચી પાઉડર, બદામ અને પિસ્તાની કતરણ, કેસર, બટર પેપર
રીત : એક કડાઈમાં મેંદો, દૂધ, ઘી, સાકર, એલચી પાઉડર બધું મિક્સ કરવું. પછી ગૅસ ચાલુ કરીને કડાઈ ગૅસ પર મૂકવી. એમાં પલાળેલું કેસર નાખીને ૧૫થી ૨૦ મિનિટ સ્લો ગૅસ પર હલાવતા રહેવું. એને હાથથી ચેક કરવું. ગોળી બને ત્યાં સુધી હલાવવું. ગોળી બને એટલે બટર પેપર પર ઘી લગાવી એના પર મિશ્રણ પાથરીને એની ઉપર બીજું બટર પેપર મૂકીને પાતળું વણી લેવું. ઉપરનું બટર પેપર કાઢી બદામ-પિસ્તાની કતરણ અને એલચી પાઉડર નાખીને છથી ૭ કલાક અથવા ઘણી વાર ઓવરનાઇટ પણ સુકાવા દેવું (સીઝન પ્રમાણે સુકાતાં વાર પણ લાગે - એકથી બે દિવસ). પછી ચોરસ શેપમાં કટ કરીને ચોરસ બટર પેપર પર મૂકવું.

-પુનિતા શેઠ


Whatsapp-channel Whatsapp-channel

03 September, 2026 05:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK