Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આજની રેસિપી

Published : 21 July, 2026 06:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરસાદની ઋતુમાં ચા સાથે માણવા માટે પાલક અને પનીરથી બનેલા આ ક્રિસ્પી પકોડા એક સ્વાદિષ્ટ અને હેલ્ધી વિકલ્પ છે. ચીઝ, બટાટા અને મસાલાના સ્ટફિંગ સાથે તૈયાર થતી આ સરળ રેસિપી ઘરે જ સહેલાઈથી બનાવી શકાય છે

પાલક પનીર પકોડા

પાલક પનીર પકોડા


સામગ્રીઃ

પૂરણ માટે:



વીસથી ૨૫ પાલકનાં પાન, ૧૦૦ ગ્રામ પનીર, ૧ બાફેલો બટાટો, ૧ ચીઝ ક્યુબ, બે લીલાં મરચાં, આદુંનો ટુકડો, સ્વાદાનુસાર મીઠું, પા ચમચી આમચૂર પાઉડર, પા ચમચી ગરમ મસાલો, પા ચમચી ચાટ મસાલો, ઝીણી સમારેલી કોથમીર. 


ખીરા માટે:

૧ વાટકી બેસન, બે ચમચી ઘઉંનો કરકરો લોટ, બે ચમચી ચોખાનો લોટ, નમક, પા ચમચી ઑરેગાનો, પા ચમચી ચિલી ફ્લેક્સ, અડધી ચમચી ફ્રૂટ સૉલ્ટ. જરૂર પ્રમાણે પાણી. તળવા માટે તેલ.


બનાવવાની રીતઃ

સૌપ્રથમ પાલક સિવાયની બધી સામગ્રી મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરવું. ખીરા માટેની સામગ્રી મિક્સ કરીને એનું બહુ પાતળું નહીં એવું ખીરું તૈયાર કરવું. તળવા માટે તેલ ગરમ કરવા મૂકવું. તેલ બરાબર ગરમ થાય એટલે પૂરણના નાના રોલ્સ બનાવવા અને પાલકનાં પત્તાંમાં મૂકીને રોલ તૈયાર કરીને એ રોલ ખીરામાં બોળીને તરત જ ગરમાગરમ તેલમાં નાખવા. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવા. આ પકોડા વરસાદમાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે. 

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2026 06:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK