Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > વીક-એન્ડમાં બાઇક પર કોલ્ડ કોકોનો સ્ટૉલ લગાવે છે આ લેડી

વીક-એન્ડમાં બાઇક પર કોલ્ડ કોકોનો સ્ટૉલ લગાવે છે આ લેડી

Published : 06 June, 2026 11:49 AM | IST | Mumbai
Darshini Vashi

ઘાટકોપરનાં જિનલ પટેલ બાકીના દિવસોમાં બાળકને સંભાળવાની સાથે જૂસ અને મિલ્ક શેકના ઑનલાઇન ઑર્ડર લે છે

જૂસફુલ કિચનનાં જિનલ પટેલ

ખાઈપીને જલસા

જૂસફુલ કિચનનાં જિનલ પટેલ


કોલ્ડ કોકો આમ તો સુરતની પ્રખ્યાત આઇટમ છે. લોકો પહેલાં ખાસ એ પીવા માટે સુરત જતા હતા. જોકે હવે એ મુંબઈમાં પણ ઘણાં ઠેકાણે મળે છે. ઘાટકોપરની વાત કરીએ તો એક લેડી દર વીક-એન્ડમાં હોમમેડ કોલ્ડ કોકો બનાવીને લઈ આવે છે અને બાઇક પર સ્ટૉલ લગાડીને એ વેચે છે. જૂસફુલ કિચન નામનો સ્ટૉલ ચલાવતાં આ લેડી ફ્રેશ જૂસ અને મિલ્ક શેક પણ વેચે છે.

જૂસફુલ કિચનનાં જિનલ પટેલ કહે છે, ‘હું પહેલાં હૅન્ડમેડ જ્વેલરીના બિઝનેસ સાથે સંકળાયેલી હતી. મારું બાળક નાનું હોવાથી મારે તેને પૂરતો સમય આપવો હતો. એટલે મેં એ બિઝનેસ છોડી દીધો. મને થોડો ફ્રી સમય મળતો હતો અને એ સમયમાં મારે કંઈક કરવું હતું એટલે મેં કોલ્ડ કોકો અને ફ્રેશ જૂસનો નાના પાયે વ્યવસાય શરૂ કરવાનું વિચાર્યું. હું આખો દિવસ અને રોજેરોજ સ્ટૉલ નાખીને ઊભી રહી શકતી નથી, પરંતુ દર વીક-એન્ડમાં સાંજે ઘરે કોલ્ડ કોકો બનાવીને સ્ટૉલ પર વેચું છું. મારો ભાઈ મને એમાં મદદ કરે છે. ઘાટકોપર-ઈસ્ટમાં હું અને મારો ભાઈ બાઇક પર કોલ્ડ કોકોનો સ્ટૉલ લગાવીએ છીએ. આઇસ-બૉક્સની અંદર હું કોલ્ડ કોકો લઈને આવું છું અને જ્યાં સુધી સ્ટૉક હોય ત્યાં સુધી અમે સ્ટૉલ ચાલુ રાખીએ છીએ. આ અમારો દર વીક-એન્ડનો પ્રોગ્રામ હોય છે. કોલ્ડ કોકોમાં મારી પાસે ૪ ફ્લેવર છે : ક્લાસિક કોલ્ડ કોકો, કોલ્ડ કોકો કૉફી, કોલ્ડ કોકો ઓરિયો અને કોલ્ડ કોકો બ્રાઉની. આ સિવાય હું રોજ ઘરેથી ક્લાઉડ કિચન પણ ચલાવું છું જેમાં ફ્રેશ જૂસ અને મિલ્ક શેક વેચું છું. મારી પાસે જૂસનું મશીન પણ છે જેમાં હું ઑર્ડર આવે એમ જૂસ કાઢું છું. ફૂડ ડિલિવરી ઍપ તેમ જ વૉટ્સઍપથી મને જેમ-જેમ ઑર્ડર આવે તેમ-તેમ હું ફ્રેશ જૂસ ડિલિવર કરું છું.’



ક્યાં મળશે? : જૂસફુલ કિચન, શ્રીમદ રામચંદ્ર જ્ઞાનમંદિરની બાજુમાં, ઘાટકોપર-ઈસ્ટ


સમય : વીક-એન્ડમાં સાંજે ૬.૩૦થી રાત્રે ૧૧ વાગ્યા સુધી


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 11:49 AM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK