Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > વિશ્વ યોગાસન ચૅમ્પિયનશિપમાં પાંચ ગોલ્ડ મેડલ સાથે ભારતના યોગવીરોની શાનદાર શરૂઆત

વિશ્વ યોગાસન ચૅમ્પિયનશિપમાં પાંચ ગોલ્ડ મેડલ સાથે ભારતના યોગવીરોની શાનદાર શરૂઆત

Published : 06 June, 2026 10:43 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારત ૧૨૨ સભ્યોની ટીમ સાથે આ ચૅમ્પિયનશિપમાં ઊતર્યું છે

ભારત માટે પહેલા બે ગોલ્ડ જીતનાર રિતુ મોન્ડલ અને અભય બર્મન

ભારત માટે પહેલા બે ગોલ્ડ જીતનાર રિતુ મોન્ડલ અને અભય બર્મન


અમદાવાદમાં આયોજિત પ્રથમ વિશ્વ યોગાસન ચૅમ્પિયનશિપમાં યજમાન ભારતે શાનદાર શરૂઆત કરી છે. ૭૮ દેશના ૫૦૦ યોગવીરો વચ્ચે આ ચૅમ્પિયનશિપ રમાઈ રહી છે. પહેલા દિવસે વ્યક્તિગત કૅટેગરીઓમાં ભારતે પાંચ ગોલ્ડ મેડલ અને એક બ્રૉન્ઝ સહિત ૬ મેડલ સાથે પૉઇન્ટ-ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારત ૧૨૨ સભ્યોની ટીમ સાથે આ ચૅમ્પિયનશિપમાં ઊતર્યું છે.

પશ્ચિમ બંગાળના અભય બર્મન (સિનિયર પુરુષ)એ વિશ્વ યોગાસન ચૅમ્પિયનશિપમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. પરંપરાગત યોગાસનની કૅટેગરીમાં જ રિતુ મોન્ડલ (સિનિયર મહિલા)એ પણ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. સિનિયર-B મેન્સ ઇવેન્ટમાં રોશન થાપા અને સિનિયર-A વિમેન્સ ઇવેન્ટમાં રિતુ ઠાકુર ગોલ્ડ જીત્યાં હતાં. સિનિયર-A મેન્સ ઇવેન્ટમાં ભારતનો સુમીર ગ્નાવલી બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ટ્વિસ્ટિંગ બૉડી કૅટેગરીમાં જ્યોતિ દેઉરકર સિનિયર-B ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 10:43 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK