ઘઉંના લોટ, ગોળ અને એલચીથી બનતા ગળ્યા પૂડલા ગુજરાતી ઘરોની સ્વાદિષ્ટ પરંપરાગત વાનગી છે. ગોળનું પાણી ઠંડું કરીને ખીરું તૈયાર કરી ૨થી ૩ કલાક રેસ્ટ આપવાથી પૂડલામાં સરસ જાળી પડે છે.
આજની રેસિપી : ઇન્ડિયન પૅનકેક (ગળ્યા પૂડલા)
સામગ્રી : એક કપ ઘઉંનો લોટ, એક કપ પાણી, અડધો કપ ગોળ, એલચી પાઉડર, ઘી
રીત : એક કડાઈમાં એક કપ પાણી ગરમ કરવા મૂકવું. એમાં સુધારેલો ગોળ નાખીને ગોળ ઓગળે ત્યાં સુધી ગરમ કરવું. ગોળ ઓગળી જાય એટલે ગૅસ બંધ કરીને ગોળનું પાણી એકદમ ઠંડું કરવું. પછી એને ઘઉંના લોટમાં નાખીને પૂડલાનું ખીરું તૈયાર કરવું. એમાં એલચી પાઉડર નાખીને બેથી ૩ કલાક ખીરાને રેસ્ટ આપવો, જેથી પૂડલામાં જાળી સરસ પડશે.
નૉનસ્ટિક લોઢીમાં ખીરું પાથરી, ઘી લગાડીને ઇન્ડિયન પૅનકેક એટલે ગળ્યા પૂડલા ઉતારીને સર્વ કરવા.
નોંધ : લોટમાં ક્યારેક ગોળનું પાણી ઓછું લાગે તો સાદું પાણી જરૂર મુજબ નાખવું અને ક્યારેક ગોળનું પાણી વધારે લાગે તો લોટ જરૂર મુજબ નાખીને ખીરું ઍડ્જસ્ટ કરવું.
